एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो…..

માર્ચ 11, 2012 પર 10:16 પી એમ(pm) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા વિચારો | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , , ,

    મિત્રો,  ઘણા લાંબા સમય પછી બ્લોગ પર  કામ કરવા માટે બેઠો છું. દસ દિવસના ખૂબ ઓછા સમય માટે હિન્દુસ્તાની સરઝમી અને એ માટીની સોડમને શ્વાસોમા ભરવાનો ફરીથી મોકો મળ્યો. ‘મોકો મળ્યો’  એવા શબ્દ પ્રયોગનો મતલબ  એટલો જ છે  મિત્રો  કે…  ગ્રહોની  અસરો અને આધ્યાત્મિક વાતોના આધારે  એમ કહેવાય છે કે…” જે ભૂમિ જ્યાં, જ્યારે, ગમે તેવા સંજોગોમા પણ  માણસને  જે  તે  જગ્યાએ પોકારે ત્યારે તે માણસને  ત્યાં પોંહચવું  જ પડે  છે.” એવો એક માની લેવામા  આવેલો સર્વસામાન્ય  કુદરતી કાયદો ભારતીય સંસ્કૃતિની સોડમા સદીઓથી માનભેર પોષાતો આવ્યો છે. પણ એનાથી બિલકુલ વિપરીત વાત એવી પણ છે કે .. જે ભૂમિ પર તમારા જે  તે સમય પૂરતા  અંજળપાણી પૂરા થૈ ગયા હોય તો પછી એ ભૂમિ તમારી લાખ ઇચ્છા હોવા છંતા તમને ટકવા નથી દેતી. આવાગમનની આ પ્રક્રિયાને  દુન્યવી નામ તમે ગમે તે  આપી શકો. (પરદેશગમન,  સ્વદેશગમન,  બહારગામ ગયો,  ઘેર આવ્યો  વગેરે વગેરે.) હું પણ  ગણીને  દસ દિવસ પછી વડોદરામા રહેવાની તીવ્ર ઇચ્છા હોવા છંતા   ફરી પાછો  શિકાગો  આવી ગયો.. અથવા તો..એમ પણ  કહી શકાય… આવી જવું પડ્યુ….  પેલી ઉપરની વાતના આધારે..

     ખેર !  મિત્રો  વતન(વડોદરા)ની ટૂંકી મુલાકાતમા પણ બરોડિયન કવિમિત્રોને   મળ્યા વગર હું મારી જાતને કેમ રોકી શકું.જેમના થકી કવિતા  ગઝલની બારાખડી શીખ્યો છું.  ટૂંકી નોટિસ અને  વીકડેઝના કામકાજના અતિ વ્યસ્ત  સમયમા     આપ    બધા કવિમિત્રો ની હાજરી… સાચુ કહું  મિત્રો..    આ આખી વાતના વર્ણન અને આભાર  માટે મારી પાસેના  શબ્દોના ભંડોળમા   કાંઇજ નથી ફક્ત એટલું જ  કહીશ..

एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो

ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो

 આભાર  દોસ્તો…

ડાબી બાજુથી કવિ  દિનેશ ડોંગરે ‘નાદાન’  ,  નીરવ વ્યાસ , (યોગેશ સોની: મારો બાળગઠિયો ) કવિ અહેમદ હુસેન ‘અહેમદ’  , મકરંદ મુસળે ,   અશોક જાની ‘આનંદ’ ,  સુરેશ પરમાર ‘સૂર’  અને  સુભાષ પંચોલી ‘અક્ષર’

 કવિ મનહર ગોહિલ ‘સુમન’ , દિયા નાયકવાડે ,  ભરત ભટ્ટ ‘પવન’ ,  ગુલામ અબ્બાસ  ‘નાશાદ’ , પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ અને   આ નાનકડી  બેઠકના યજમાન  કે જેમના ઘરના  ડ્રોઇંગરૂમમા   અમે બધા કવિઓ શોભી રહ્યા છે એ જાણીતા પત્રકાર  જીતુભાઇ  પંડ્યા.

ખૂબ ખૂબ  આભાર … જીતુભાઇ.

Advertisements

બસ…!

માર્ચ 31, 2009 પર 5:00 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

મિત્રો  ‘મને ગમતી ગઝલો’  અંતર્ગત આજે ફરી એકવાર  ગુજરાતી  ગઝલ ચાહકો  માટે   અનરાધાર : ગઝલો નો  રસાસ્વાદ નામના ગઝલસંગ્રહ માની  એક ગઝલ પ્રસૃત કરુ છુ. ગઝલસંગ્રહ ના સર્જક અને  સંપાદક  મારા  નીકટતમ  ગઝલમિત્રોમા ના  એક    જનાબ  ગુલામ અબ્બાસ  ‘નાશાદ’ વખતો વખત   જુદાજુદા   ગુજરાતી  ગઝલકારો ની ગઝલનો  આસ્વાદ કરાવાનો  એક પ્રમાણિકપ્રયાસ  વરસો થી કરતા આવ્યા છે બધાને સાથે રાખીને આગળ વધવાના આ ‘નાશાદ’ સાહેબ ના આ  વિનમ્ર પ્રયાસ ને   સલામ…..બાકી ‘નાશાદ’ પોતે જ એક  નક્ષીદાર  ગઝલકાર છે..કદાચ  નવોદીત વાચકો ને  કદાચ એ વાત ની ખબરહશે કે કેમ ?   પરંતુ  જાણીતા ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસે ગાયેલી ઉચ્ચતમ ગઝલો માની એક….

પરિચિત છું  છતાંયે  દુર ખૂણા મા   ઊભેલો  છું

મને શું ઓળખે લોકો  સમય વીતી   ચૂકેલો  છું

આ શબ્દોના  સર્જક  જનાબ  ગુલામ અબ્બાસ ‘નાશાદ’  ગઝલના ઉંડાઅભ્યાસુ   અને  માર્ગદર્શક  રહ્યા છે અને ખાસ કરીને નવોદિતો માટે તો………નાશાદ સાહેબ ની ગુજરાતી સાહિત્ય સર્જકો તરફે  હ્યદયપૂર્વકની લાગણીઓ માટે  ……..લાખ..લાખ ….  સલામ.    અહીં  રજુકરેલી  ગઝલ  ના ગઝલકાર  મા. સુભાષ પંચોલી  ‘અક્ષર’ છે. સુભાષભાઇ વિષે આગળ મારા  ‘સાહિત્યની સફર’  નામના લેખ મા લખી ચુક્યો છુ……..તો આવો   મિત્રો સીધા ગઝલ ને  જ માનીએ….

તું   હોય  કે  ના  હોય     તારી  યાદ  બસ

તારા વિષે કૈ પણ  નથી   ફરિયાદ  બસ

કેવાં  ભીંજાયાં’તા     હજુ    ભીનાશ     છે

એવો  પડ્યો  છે ક્યાં  ફરી વરસાદ  બસ

કોને  હવે  સંભળાઉં   મારી  આ  ગઝલ

જેમાં  ફક્ત   છે  પ્રેમ  ના  સંવાદ   બસ

તૂટી     રહ્યો   છે   તોય  થોડો  શ્વાસ    છે

અંતિમ   કરી લો  ઘા  હજુ   એકાદ  બસ

દુ:ખ  દર્દથી    “અક્ષર”  હવે  ભરપૂર  છે

આથી   વધુ  ના કર  હવે  આબાદ  બસ

છે…એનુ એ જ છે..

ઓગસ્ટ 27, 2008 પર 12:44 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: ,

મિત્રો..  મને ગમતી ગઝલો મા  જે ગઝલમા સાવ સાદા અને તરત સમજાય એવા શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે એ ગઝલ ને ચોક્કસ માધુર્ય બક્ષે છે.મને મારી ગઝલ નો એક શેર  યાદ આવે છે…

અર્થ   એ નો  જો તરત સમજાય ના

એ  ગઝલ ના   શેર મા બરકત નથી….

સુભાષ પંચોલી  ‘અક્ષર’  જિંદગીની   વાસ્તવિકતા  ને ગઝલ ના મત્લામા  ખૂબ  સરસ રીતે વર્ણન કર્યુ છે…આખી ગઝલ ને  માણવાની મઝા આવશે..

જે  હતુ  બસ એ  જ  છે કેવળ નજર બદલાય છે

કાંઇ જ બદલાતુ  નથી  કેવળ સમય  બદલાય છે

જિંદગી  ને  મોત નો આ  સિલસિલો  ચાલ્યા  કરે

આ  જનમ બીજો  જનમ કેવળ બદન બદલાય છે

વાર  હો  તલવાર  નો  કે  શબ્દનો  એ  માર  હો

ઘા  પડે  છે  બેઉ  મા  કેવળ  અસર  બદલાય છે

એ  જ રસ્તા  એ જ  કેડી જ્યાં હતા બસ ત્યાં જ છે

કાફલા  ચાલ્યા  કરે  બસ  ત્યાં કદમ  બદલાય છે

વ્યર્થ  ‘અક્ષર’  શોક  ના  કર  ગામની  પંચાત નો

એ  બધા  ફરતા  રહે   જ્યાં  પવન    બદલાય   છે

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: