છે..તો..છે.. ડો.રશીદ મીર

જુલાઇ 15, 2009 પર 7:50 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, ફરી એકવાર  ‘મને ગમતી ગઝલો’ અંતર્ગત આજે એક એવુ નામ…એક એવા શાયરનુ નામ … જેમને   ગઝલ ને માત્ર કાગળ ને કલમ ના સહારે  નથી લખી પરંતુ ગઝલના મૂળ સુધી પહોંચી ને માત્ર ગઝલ  પર   પી.એચ.ડી. ની ડીગ્રી મેળવેલી છે.   ડો. રશીદ મીર   ગઝલકારતો ખરાજ  પણ  સાથે  સાથે એક સાચા અર્થમા  ગઝલના  તજજ્ઞ રહ્યા છે. વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભામા દર બુધવારે મળતી નવોદિત અને નીવડેલા  ગઝલકારોની બેઠક ‘બુધસભા’ના  તેઓ પરામર્શક રહ્યા છે. બીજા શબ્દોમા  એમ કહી શકાય કે  ગઝલના છંદ કે મીટર  ના  માર્ગદર્શન  અંગે નવોદિત સર્જકો માટે એક વર્કશોપ  તેઓ વરસોથી   ચલાવી રહ્યા છે. મારા જેવા કેટલાય  નવોદિતો હંમેશા એમની રુબરુમા  ગઝલ વાંચવા નો આગ્રહ રાખે સ્વાભાવિક છે ને ગઝલ વાંચ્ચા પછી   રશીદ સાહેબ  આંખના પલકારે એ શબ્દ  કે એ પંક્તિ પર ધ્યાન દોરતા કે  જેના કારણે ગઝલના લાક્ષણિક પેરામીટરમા  કશુંક ખૂંટતુ કે વધતુ હોય  ત્યારે મીર સાહેબ  ક્ષણના વિલંબ વગર    છંદ, લય, ભાવ,  મીટર બધુ જ યથાવત રહે ને  ગઝલ સંપૂર્ણ  ગઝલ બની રહે એવો પર્યાય શબ્દ મૂકી આપતા  જેના કારણે  ગઝલ સાચા અર્થમા ગઝલ બની શકે.  ડો. રશીદ મીર  ઘણા વરસોથી  ધબક નામના  ત્રિમાસિક  ગઝલમેગેઝિન  ના  માલિક, પ્રકાશક અને તંત્રી છે જેમા નીવડેલા ગઝલકારોની ગઝલો નો આસ્વાદ દેશવિદેશના  ગઝલ રસિકો   કરતા આવ્યાછે. મિત્રો, મારી સાહિત્યસફર  ને મારી સર્જનક્રિયાના   માઇલસ્ટોન સમા  ડો.રશીદ મીર  સાહેબ ની ગઝલને માણીએ………….

ગઝલ

એક        તારો      અભાવ         છે     તો     છે

જે        નથી    એનો  ભાવ        છે     તો     છે

સ્વર્ગ       ને     પણ        તજીને     આવ્યો છું

એ   જ     મારો    સ્વભાવ      છે      તો      છે

રાખશો           ક્યાં       સુધી         છુપાવીને ?

પ્રેમનો          હાવભાવ         છે      તો        છે

મત્ત    ખુશ્બૂ         પવન          ઉડાડે           છે

ઝુલ્ફનો        એ      પ્રભાવ       છે      તો      છે

વ્યક્ત      કરવાનો     દોસ્ત     અર્થ      નથી

આપણો           પ્રેમભાવ         છે       તો       છે

‘મીર’        આ       લાગણીને        શું       કહેવું ?

ભાવ       નૈં        તો    વિભાવ     છે     તો    છે

સંપર્ક :

ડો. રશીદ મીર

૧૫૫, સબીના પાર્ક,  આજવારોડ

વડોદરા.  390019

ph.     ૦૨૬૫   ૨૫૬૪૧૭૦

cell  ph.   ૯૪૨૭૩૦૧૫૫૫

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: