સુખ નું સરનામુ.. ડૉ.શ્યામલ મુન્શી

સપ્ટેમ્બર 12, 2011 પર 2:39 પી એમ(pm) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતા ગીતો | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

      મિત્રો, રંગમંચનો  પ્રભાવ સાંપ્રત  સમાજમા  વરસોથી રહ્યો છે. ઘટેલી ઘટનાઓ, વાર્તાઓ, નાટકો, નૃત્યનાટિકાઓ, શેર- શાયરી, કવિતા, ગીત,  ગઝલ   આ તમામ  સાહિત્ય  અખબારોમા, સામાયિકોમા  કે   પુસ્તકાલયોની   વાંચનસામગ્રીમા  જે તે સમયે   અથવા સમય જતા મળી આવતું હોય છે. પરંતુ  એ જ  સાહિત્ય  ની અભિવ્યક્તિ  કે  રજૂઆત જ્યારે  રંગમંચના તખ્તા પરથી થાય છે  ને ત્યારે ..  ! સમાજના બુધ્ધિશાળી વર્ગને તો આકર્ષે છે પણ સાથે સાથે   સામન્ય અને સરેરાશ માનવીને પણ  સાહિત્યના અને   ભાષાના મૂળ,  ઊંડાણ  અને તત્વ સુધી  આવવા મજબૂર કરે છે.    મિત્રો .. પ્રસ્તૃત  વીડિયો ક્લીપમા  જાણીતા કવિ  ડૉ.શ્યામલ મુન્શીનુ આ ગીત  એમનાજ  સ્વરમા મે જ્યારે મુશાયરાના મંચ પરથી સાંભળેલું   ત્યારે જ   દિલને  સ્પર્શી ગયું હતુ  અને  એટલે જ  આ સામગ્રી   મારા પૂરતી ન રાખતા  તમારી સાથે Share   કરું છું.  મિત્રો…    ગીતના  વિષયતત્વનુ બારીકાઇથી ચિંતન  કરવાથી   આપણને આપણો જ   પડછાયો ગીતમા    હૂબહુ  દેખાઇ આવશે.. આ મારો  દાવો નથી.. પણ… વિશ્વાસ છે.. અને  જો  એમ ના થાય તો..   માનજો કે  આપણા    ‘હોવાપણા’  મા કંઇક   ખામી છે.. ગીતનુ શબ્દાંકન  એ એમની સશક્ત કલમ અને કવિત્વનો તો  પૂરાવો છે  જ પણ સાથે  સાથે  ગીતનું સ્વરાંકન  અને એમના અવાજની ખૂબસૂરતી… ક્યા બાત  હૈ.. મિત્રો..  આ ત્રણે વાતનો સમન્વય ત્યારે જ શક્ય બને .. જ્યારે ..  માનવી બંને હાથ જોડી  નતમસ્તકે  મા સરસ્વતીના  ચરણમા  પથરાયો હોય અને મા સરસ્વતીનો હાથ મસ્તક પર ધરાર અડ્ડી ને  હોય…  મિત્રો.. આ  તો  મારા દિલની વાચા છે એટલા માટે  આટલુ લખી ગયો..  બાકી ..    આમ પણ   આ  મુન્શી ત્રિપુટિ  ડો.શ્યામલભાઇ, શૌમિલભાઇ અને આરતીબેન થી  ગુજરાતી સાહિત્યજગત ક્યાં અજાણ્યુ છે..  શ્યામલભાઇના  કાવ્યપઠન પછી  શ્રોતા અને ભાવકોની  દાદ … તમે જાતે જ જોઇલો ને…

ડૉ. શ્યામલ મુન્શી

ગીત 

સુખ નું  સરનામુ આપો….  સુખ નું સરનામુ આપો

જીવનના કોઇ એક પાના પર એનો નકશો  છાપો.

સુખ નું સરનામુ  આપો…….

સૌથી  પહેલા એ સમજાવો   ક્યાંથી નીકળવાનું

કઇ તરફ  આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું

એના   ઘરનો  રંગ  કયો છે   ક્યાં છે એનો ઝાંપો..

સુખ નું સરનામુ  આપો…….

ચરણ   લઇને   દોડું  સાથે   રાખું   ખુલ્લી  આંખો

ક્યાંક   છુપાયું   હોય   આભમાં  તો  ફેલાવું પાંખો

મળતું   હો  જો   મધદરિયે  તો વહેતો મૂકું   તરાપો

સુખ નું સરનામુ  આપો…….

કેટલા    ગાંઉ,   જોજન,   ફલાંગ કહો   કેટલું દૂર

ડગ   માડું..   કે મારું  છલાંગ…. કહો   કેટલું  દૂર

મન   અને   મૃગજળ   વચ્ચેનું અંતર કોઇ માપો

સુખ નું સરનામુ  આપો…….

 (વીડિયો સૌજન્ય :  શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી )

Advertisements

પૂછવાનું નૈ… કૃષ્ણ દવે

જુલાઇ 25, 2011 પર 4:21 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | 1 ટીકા
ટૅગ્સ: , , ,

           મિત્રો, ગુજરાતી  મુશાયરાના  મંચ પર  જેમણે એક અલગ  ચીલો ચાતર્યો છે…  સાહિત્યની  ઊંડાઇ  અને  ગહન વાતોને  બદલાતા જમાનાની  તાસીરને અનુરૂપ  Sugarcoat   કરીને  સમાજ  અને નવી પેઢી સમજે .. એનું  ચિંતન કરે .. અને  આપણા સંસ્કારો,  આપણી  સભ્યતા અને આપણી ખુદ્દારીનું  મનોવિજ્ઞાન   લોકભોગ્ય બને  એજ હેતુસર  જેમણે    પોતાની સર્જનપ્રવૃતિને   વારંવાર   ચાકળે  ચાઢાવીને   ઘાટ   આપ્યો  છે  અને એક સુંદર સર્જન  સમાજને  આપવાનો સતત પ્રમાણિક પ્રયત્ન કર્યો છે ….  હું વાત કરું છું  એવા એક  સર્જકની .. જેમણે  રિઝર્વબેંકની  crispy   ચલણી નોટો   ગણતા ગણતા  પણ ( વ્યવસાયિક રીતે  રિઝર્વબેંક ના    Cashier  તરીકે  છેલ્લા 29 વરસથી   અમદાવાદમા  સેવા આપી રહ્યા છે)સાહિત્ય અને કવિતાના  વિચારો સ્ફુરે… ને …ત્યારે  મિત્રો.. મારે, તમારે અને  બધાએ…   સંત્રી બની  સાદ  આપવો  પડે…….. સાવધાન…….  ખબરદાર…….    બામુલાહિજા …….. હોંશિયાર………  આપ સૌના  મનોરંજન માટે…….. ખુદના  નિજાનંદ માટે…….   મુશાયરાના  મંચની   શોભા.. એવા   કવિ  અને ગીતકાર  માનનીય  શ્રી. કૃષ્ણ દવે …  પધારી  રહ્યા છે….છે એ….એ…..એ…

કૃષ્ણ દવે  

ગીત ….

 ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,

આપણે તો આવળને બાવળની જાત.

ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!

ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન

નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન

          રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ

             તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !

                                                                           ઉગવાનું   હોય…….

આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?

આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું

 હસવું     જો  આવે   તો હસવું    બેફામ

  અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!

                                                                           ઉગવાનું   હોય…….

ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ?ધરવાનું આપણું જ ધ્યાન

પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન

 દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..

    તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!

                                                                     ઉગવાનું   હોય…….

(વિડીયો સૌજન્ય: શિકાગો આર્ટ સર્કલના   ભંડોળ માંથી)

મૌસમ હૈ આશિકાના ઐ ..દિલ

જુલાઇ 12, 2011 પર 4:50 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,


         મિત્રો,  ગુજરાતમા લગભગ  બધે  જ   વરસાદનો આરંભ થઇ ચુક્યો છે..   સતત ગરમી અને ઉકળાટ  પછી વાતાવરણમા    ક્રમસહ  ઠંડક અને પ્રકૃતિમા માદકતા પ્રસરી રહી છે.. ભીંજેલી  માટીની સોડમ  હું  હજી પણ  માનસિક રીતે અનુભવી  રહ્યો છું .. ઝરમર  કે ઝાપટા -ઝુપટીનો  વરસતો વરસાદ .. કહેવાતી  હિન્દુસ્તાની  રાજાશાહી.. લારીગલ્લા પરની  ટોળાશાહી   અને .. હું …. તમે … ને  આપણે…  બધા  થોડેઘણે  અંશે    આવી  મૌસમમા   રસ રુચિ  અને  મનગમતી  પ્રવૃતિનો  ખરા  અર્થમા  Enjoy   મેળવવા    આતુર  રહ્યા છે .. મન ગમતી પ્રવૃતિ માટે પણ એક અલગ  પ્રકારની માનસિકતાની .. અલગ  મિજાજની .. અલગ  વાતાવરણની …  સાથી  સંગાથી  વિચારોની  તાલમેલ હોય એવા  મિત્રોની.. આ તમામ માનવસહજ  સ્વભાવની  ખાસિયત છે ..  મિત્રો  વાત પૂરી કરું ..  મારા  Computer Desk  ની બાજુમા  વાગતુ  iPod dock  કોઇ ગીત લહેકારી  રહ્યુ છે….. મૌસમ હૈ  આશિકાના  ઐ ..દિલ .. કહીંસે ઉનકો.. ઐસેમે..ઢૂંઢલાના….

ગીત….મધરાતે      ઝબકીને  બારીમા  જોયું    ત્યાં  સડકો  તો સુની ને ધોધમાર  વર્ષા

ભમ્મરીયા વાદળ..ને..વાદળમા  વીજળીને વીજળીના  તાર  એવા  ચમક્યા

 મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                              તારી.. જ    યાદોના  સણકા ……………………….

દુર  દુર ડાઘિયા બાળ સહજ  રડતા અંધારે  આગિયા  સરનામું  પૂછતા

વડની વડાઇ પર  ઘુવડના  છોરાં.. એ…      રજવાડી    ઠાઠમા રમતા

 મઘમઘતા વાયરા   ભેગા થયાને  પછી  ટોળા  સંગ  વાતોએ     વળગ્યા….

મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                         તારી.. જ    યાદોના   સણકા ………….

દિલની  કોઇ વાત   જાણે ઘૂઘવતા  સાગરમા સુનામી  મોંજા   થઇ   ઉછળી

ભીંજેલી     માટી એ    સોડમ  પ્રસરાવી મારી આંખોની  ઉંઘ   પછી  વણસી

વેણુના નાદસમ…     ઢોલકના  તાલસમ..     મલ્હારી  રાગો જ્યાં   રણક્યા..

મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                       તારી.. જ    યાદોના  સણકા ……………………..

શિકાગો ગઝલ મહોત્સવ ભાગ-૩ (સંપૂર્ણ)

જૂન 5, 2011 પર 6:33 એ એમ (am) | Posted in મારા વિચારો | Leave a comment
ટૅગ્સ: , , , , , , ,

      મિત્રો, બાકી રહેલી થોડી વિડીઓ  ક્લીપ  તમારા સુધી મોકલી રહ્યો છું. કવિ  અબ્દુલ વહીદ ‘સોઝ’  કવિ ડૉ. કમલેશ શાહ   કવિયત્રી બિસ્મીલ મન્સૂરી  અને સપના વિજાપૂરાની વિડીયો  મને મળી  નથી  તેથી અંહી મૂકી શક્યો નથી એનો રંજ  પણ છે  અને અફસોસ પણ… ખેર..

 ભાગ-૧૬

ભાગ-૧૭

ભાગ-૧૮

ભાગ-૧૯

ભાગ-૨૦

વિડીયો સૈજન્ય: તુષાર વ્યાસ, ડૉ.આષિશ પટેલ અને શબ્બીર કપાસી

શિકાગો  આર્ટ સર્કલ  

શિકાગો… ગઝલ મહોત્સવ ભાગ-૨

મે 31, 2011 પર 3:36 એ એમ (am) | Posted in મારા વિચારો | Leave a comment
ટૅગ્સ: , , , , , , , ,

         મિત્રો,    આખા કાર્યક્રમની વિડીયોના  થોડા અંશ  મને મળ્યા છે.  મારી માગણીતો  પૂરા  કાર્યક્રમની વિડેયોનીજ  હોય  સ્વાભાવિક  છે…    પરંતુ   Digital  Process   અને  સમયની  મર્યાદાના  કારણે  મને  ઉપલબ્ધ થયુ એટલુંજ  તમારા  સુધી મોકલી  રહ્યો  છું.   અને  હા   … નસીબજોગે   મારા કાવ્યપઠન ના  ભાગની વિડીયો   મને પૂરેપૂરી  મળી છે. લીંક જાળવવાનો   સંપૂર્ણ અને પ્રમાણિકપણે  સંનિષ્ઠ  પ્રયત્ન કરેલો છે .. છંતા  ક્યાંક કોઇને મનમા  થાય ……..   કહેવત છે ને.. ભૂવો  ધૂણે તો  પણ નાળિયેર તો .. ઘર  ભણી જ  ફેંકે..  પણ …   ગુસ્તાખી માફ..

ભાગ -૧૦

ભાગ-૧૧

ભાગ-૧૨

ભાગ-૧૩

ભાગ-૧૪

ભાગ-૧૫

વધુ આવતા  અંકે……. આવતા   Week..કે

આવ સાકી લે……

જાન્યુઆરી 10, 2009 પર 11:58 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

આવ  સાકી લે ફરી થી  આખે આખો જામ ભરી  દે

મયકદા ની શાન  સઘળી બસ તુ મારે નામ કરી દે

એ બધાની વાત સાથે મારે કૈ  નિસ્બત  નથી

પણઆજની આ સાંજ ને  તુ મારા પર  કુરબાન કરી દે

વાત ને વરસો થયા પણ લાગે છે હમણાં જ થયુ છે

કેમ જોયુતું વળી ને પાછુ હવે તો એનુ કારણ કહી દે

ક્યાં મને સમજણ પડે છે દુનિયાના આ ભેદભરમ ની

સાવ નાના બાળ જેવો હું જરા સરખો તો ટેકો દઇ દે

પ્રેમ મારણ,પ્રેમ ઝારણ પાગલ’સ્પંદન’ પ્રેમ તણો છે

પ્રેમ નુ જો હોય કારણ દિલ તો શુ એ જાન ધરી  દે

આવ  સાકી લે ફરી થી……………..

ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.

સપ્ટેમ્બર 25, 2008 પર 7:51 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 5 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

મિત્રો……..હું જન્મે વાણિયો……કર્મે અને વ્યવસાયે પેઢીયાગત  વારસા મળેલી  બાપદાદાની ખેતીવાડી….વડોદરાની  પૂર્વમા ૮૦કિ.મિ.ના  અંતરે ઓરસંગ નદીના કિનારે આવેલુ મારુ વતન.સમય  સંજોગને આધિન  અથવા બદલાતા  જમાનાની માગને આધિન ગામડા  તૂટતા ગયા અને શહેર બનતા ગયા  પોતાનુ  છોડી  પારકુ અપનાવતા થૈ ગયા. આ સામાજિક પ્રક્રિયામા થી હું પણ બાદ ના રહી શક્યો .વતન નું ગામ  જબુગામ અને ત્યાંથી હિજરત કરીને ( સુધરેલી ભાષામા આ પ્રક્રિયાને  move  થયો  એમ કહી શકાય ) વડોદરામા વેપાર  (જન્મે વાણિયો પણ ખરો)  અને અંતે આ સફર યુ.એસ.એ. ના શિકાગો સુધી પહોંચી છે.પરંતુ વડોદરાના એ  સમયગાળા દરમ્યાન જીવનની બે  દુઃખદ ઘટનાઓ બની…… જેમના થકી મારું અસ્તિત્વ આ ધરતી પર જગતનિયંતાએ નિર્મિત કર્યુએ મારી મા અને પિતાજી ફક્ત દોઢ વરસના  ટૂંકા સમયગાળા દરમ્યાન  આ ફાનીદુનિયાને  અલવિદા કહી ગયા……લાગણીઓ ના જે  મખમલી ગાદલામા  હું આળોટતો  હતો એ કોઇકે  નોટિસ આપ્યા વગર અચાનક છીનવી  લીધુ…….. ખલીલ ધનતેજવી ના શબ્દોમા કહું તો…. આઘા ક્યાં છે સગાસબંધી  ક્યાં મિત્રોની  ખોટ પડી છેકિંતુ  પરંતુ  ભીંનીસુકી  લાગણીઓ ની  ખોટ  પડી છે  મિત્રો……….આજે પણ એ વતનના એ ‘ગામમા ઘર છે સીમ મા ખેતર છે’ ખેતરમા હવાળો છે…… હવાળામા પાણી છે……… પાણીથી સિંચાયેલા  આંબા છે….. આંબા પર….કેરી છે…..ઘરમા ઑસરી છે….  ઑસરીમા હિંચકો છે…….. હા !  બધુ એમનુ  એમ જ છે……બધુ એમનુ એમ જ પડ્યુ છે……પણ……કિંતુ…પરંતુ……….કિંતુ…પરંતુ……

ગીત…………. રચના:   ભરતદેસાઇ  ‘સ્પંદન’

ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.. ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

શે’ઢા  રે’ઢા   ખે’તંરો  ભારવા  ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો..

પાદર   હેં’ડ્યો   ટેટો    ફેં’ક્યો   મૂછ   મરડતો   વડલો     બેઠો

હેત  ભીંની વડવાઇ  માપવા  ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

છાપ, ચીચુકા,  ગીલ્લીદંડા,    પો’ચરંગી   બીડીઓના   ખોખા

ખોખા હા’રે  છો’રુ   ખો’રવા   ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો… ગોમ ગયો’તો..

ટીંગા-ટોળી, ધિંગા-મસ્તી,  બે’ઉ   ટોં’ટીયા   છતાં  બી    લંગડી

ઘર વગર  હું  ‘ઘર-ઘર’ રમવા ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

સૂની   ડે’લી   સૂના  વાડા    ભર્યા   પડ્યા   છે   એ      હવાળા

કોઇ  નથી  છબછબિયાં કરવા ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

છૂટી ચડ્ડી  પે’ર્યા પાટલૂન        ઘોડાપૂરસુ     ફરકે      યૌવન

આજ આભથી  ભોંય  પટકવા    ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

ચોંપલી ચંપા મોંજરી  મંછા   શાંત  પડ્યા છે  મે’ડી    ઝરુખા

ખાલી ઝરુખે  દીવડા મૂ’કવા    ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો…

દશકો  કાઢ્યો  વીસકો વી’ત્યો  ઘરનો  મો’ભ  ત’રીએ  તૂટ્યો

મોભ વગર ના  હિંચકે હીંચવા  ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

પો’ર  જે   પાદર વાટ   જોતી’તી  ઓ’ન   એ  ફોટે     મઢી    છે

મા  વગરના  મારા   વતનના  ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ  ગયો’તો.. ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.. ગોમ ગયો’તો…

શે’ઢા  રે’ઢા   ખે’તંરો  ભારવા  ગોમ ગયો’તો..  ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો…

એ.. મળે તો કે’ જો એને..

સપ્ટેમ્બર 22, 2008 પર 7:17 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

આજે  ફરીથી એકવાર મારી લખલી એક રચના  આપ મિત્રો સુધી પહોંચાડતા  આનંદની લાગણી અનુભવુ છું. વડોદરાના  અને દર અઠવાડિયે મળતી  કવિમિત્રો ની બેઠકના એક વડીલ કવિ મિત્ર નામે કિર્તિકાંત પુરોહિત…એ  મને હંમેશા કહેતા કે  ભરત તું  ગઝલ ને બદલે  ગીત લખ..પરિણામ એ આવ્યુ  મિત્રો કે  સતત મીઠી સૂચના ના કારણે મને ગીત લખવાનુ પણ શૂરાતન ચડ્યુ…આભાર…  પુરોહિત સાહેબ ..નવુ દિશાસૂચન  કરવા બાબતે…પ્રસ્તુત છે મારું જ લખેલું એક ગીત………………..

એ    મળેતો    કે’ જો    એ   ને  યાદ  એ    ને  કરતા’તા

ને શમણાઓ ના દ્રાર  ખોલી ને શમણા ઓ મા મળતા’તા

એ મળેતો કે જો એ ને……………..

ઉજાગરા   ને  જાગરણના   ભેદ  ભલે  ને  સમજ્યા નૈ પણ

પેટ   છૂટી  વાતો  કરવા   અમે    રાતભર       ટળવળ’તા

એ મળેતો કે જો એ ને……………..

વૈશાખી    બપોર  હતી   ને   ચારેબાજુ    આગ  હતી પણ

એકબીજા   ને   મળતા   ત્યારે   શીતળતા  અનુભવતા’તા

એ મળેતો કે જો એ ને……………..

મેઘધનુષી    રંગો   વાળી   ધુમ્મસ  ધુમ્મસ   યાદ તમારી

ઝરમર  ઝરમર  શ્રાવણિયો   થૈ  રોમ  રોમ  ભીંજવતા’તા

એ મળેતો કે જો એ ને……………..

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: