અકબંધ રાખજે.. કિર્તિકાંત પુરોહિત

એપ્રિલ 23, 2011 પર 6:23 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલ અંતર્ગત એક ગઝલ. તમારી જોડે share  કરી રહ્યો છું. મારા પરદેશી અણગમાના અનુસંધાન અન્વયે  પુરોહિત સાહેબે મને આ ગઝલ સંભાળાવેલી..રુબરુમા કે ટેલીફોનીક વાતચીતમા એ મને બરાબર યાદ નથી.પણ આજે આ ગઝલની વીડિયો  નેટ પર ફરતા ફરતા શબ્દસેતુ ટોરેન્ટો.ના ભંડોળમાથી મળી આવી. શબ્દો.. ગુર્જર કાવ્યધારા.. ની વેબપરથી સીધી જ કોપીપેસ્ટ કરેલી છે..   મારી સાથે  આ ગઝલને તમારા બધા સાથે  share  કરું છું.

http://www.youtube.com/watch?v=EU2iftTTFEs

વિશ્વની     સાથે    ભલે  સંબંધ રાખજે

આંગણે   પાછો     ફરે    પ્રબંધ  રાખજે

જ્યાં   ગુલાંટો   ખાઇ   બેઠા થયા હતા

એ વતનના પ્યારને અકબંધ રાખજે

વિંટળાઈ   જોખમો   પગમાં નડે સદા

તું વિસામા   શોધવાનું    બંધ રાખજે

એનું છે અસ્તિત્વ જો તારી  હયાતિ છે

નાળ   જોડી રાખજે,   અનુબંધ રાખજે

સળવળ્યો માળો થયું ચીં-ચીં બખોલમાં

બારીઓ    ખોલી   હવા   નિર્બંધ રાખજે

દેહ   માટીનો    ઘડો છે   એ   કબૂલ   છે

પણ   ઘડાને   તું     ટકોરાબંધ    રાખજે

‘કીર્તિ’ ને અપકીર્તિ  બે, સિક્કાની બાજુઓ

લોક   ઉછાળે  નહીં,   પ્રતિબંધ રાખજે.

                        કિર્તિકાંત પુરોહિત

વીડિયો સૌજન્ય :શબ્દસેતુ ટોરેન્ટો                           સૌજન્ય:ગુર્જર કાવ્યધારા..a way of talking

Advertisements

રાખું છું….કિર્તિકાંત પુરોહિત

જૂન 6, 2009 પર 9:39 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,  ‘મને  ગમતી ગઝલો’   અંતર્ગત  આજે જે ગઝલ રજુ કરવાનો  છુ  એ ગઝલકાર નો પરિચય હું મારા  ‘સાહિત્ય ની સફર’ નામના લેખમા આપી જ ચુક્યો છુ.    ગઝલકાર અને મારા   વડીલમિત્ર  કિર્તિકાંત પુરોહિત …… જેમણે ખૂબ ટૂંકા સમયમા  ગઝલ ને   હાથવગી   કરી  છે …  મિત્રો  જ્યાં સુધી ગઝલ ને લાગેવળગે છે ત્યાં સુધી  એક વાત અંહીયા  કહેવાની મને ગમશે ….  ગુજરાતી  પદ્ય કે કાવ્યનો  એક અને માત્ર એક  ગઝલ એવો પ્રકાર છે જેમા  સર્જક પોતાની આગવી સૂઝ  પ્રમાણે  એ શબ્દો સાથેની   રમત  અને કસરત   ને લયબધ્ધ રીતે આકાર આપી ને એક તંદુરસ્ત  વિચારો ને  આલમ સામે મૂકતો હોય છે  અંહી કાવ્ય ના બીજા પ્રકારો ને  જરા પણ નીચા પાડવા નો ઇરાદો નથી……..હા તો હું વાત  કરી રહ્યો છું   ગઝલકાર  અને મારા વડીલમિત્ર   કિર્તિકાંત પુરોહિતની….  જેમણે   પોતાના અંગત અનુભવો અને  શબ્દભંડોળ ના  આધારે   ગઝલ ને  ખૂબસુરતી  બક્ષી છે.   ગઝલ બાબતે એમનો લગાવ  એટલી હદે  મે જોયો છે …વ્યસ્ત વ્યવસાયિક  માળખા માંથી  પણ એ સમય કાઢી ને  ગઝલ સભામા અચૂક હાજરી આપતા … દોસ્તો,  તમારી જાણ પૂરતુ   કહી દંઉ  કે કિર્તિકાંતભાઇ પોતે એક  સફળ ઈંડ્સ્ટ્રીયાલીસ્ટ છે … સારા ગઝલકાર  તો છે જ  ….સાથે સાથે  એક  સારા મિત્ર પણ..  કારણ  કે  મને તો  ગઝલ   બાબતે સૂચન કરતા અને  સ્વીકારવા જેવી વાત નો સહજતાથી સ્વીકાર પણ  કરતા  …… મને    તેમની ગઝલો  નો મિજાજ    ગમે છે ટૂંકી બહેર મા   પણ   એ  ઘણું  કહેવાની  કુશળતા  ધરાવે છે  જેમકે   ગાગર મા સાગર . ‘મને ગમતી ગઝલો’   માની   એમની એક ગઝલ………………ઘાયલ સાહેબનો  શેર યાદ આવે …

લાજના  ભાવ થી  નમી તે ગઝલ

જે પ્રથમ દ્રષ્ટિ  એ ગમી તે  ગઝલ…

તો ચાલો  મિત્રો  કિર્તિકાંત ભાઇની ગઝલને  માણીએ…..

ગઝલ

પૂછ     શી   રીતે    પ્યાર   રાખું     છું

ઉલ્ઝનો      બરકરાર     રાખું        છું

હારને     માનવી     કબૂલ     નથી

એટલે        ઈંતઝાર       રાખું       છું

ભીડમાં   ભીંસ   છે   ને ધક્કા  પણ

દોડવાનું        ધરાર     રાખું        છું

પૂર્વગ્રહ   ફક્ત    સૂર્ય નો જ નથી

ચાંદ    પણ     ઘર બહાર રાખું છું

સાવ     છેલ્લી     કક્ષાએ બેસો ના

હું      કલમની      કટાર     રાખું    છું

ટેરવે     છાપ  ને     બીજી     ઓળખ

જૂઠનો      ચહેરે  ભાર    રાખુ     છું

દોષ તો એમા કિર્તિનો પણ છે

તે    પછીતે      ય  દ્વાર રાખું     છું

તમારી  કોમેંટ્સ  આ  ઇ મેલ   પર  મોકલો..

purohitkirtikant@yahoo.com

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: