ગઝલ….

માર્ચ 13, 2012 પર 1:58 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

મિત્રો,  કોઇપણ જાતની ભૂમિકા વગર ટૂંકી બહેરની  નવી લખાયેલી

 મારી  એક ગઝલ  આપની સાથે Share  કરું …

ગઝલ 

જે   ગમે…   તે  કરવા દો

ભૈ…. જીવો   ને  જી’વા દો

ક્યાં સુધી બોલ્યા કરશો ?

કંઇ   મને  તો !   કે’વા  દો

શક્યતા   પ્રબળ    નો’તી

તો પછી… એ   રે’વા  દો

સ્વર્ગની    વાતો      કરશું

ખુદ  મને   જઇ  આવા દો

બહુ  મજાનો   છે  ‘સ્પંદન’

આયનામા      જોવા    દો

Advertisements

શું કામ ….????????

ઓક્ટોબર 23, 2011 પર 6:49 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , ,

      મિત્રો,   થોડા વખત પહેલા ડૉ. રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ શિકાગો આવેલા ત્યારે રાજેશભાઇને  જરા  વધારે નજીકથી  જાણવાની જીજ્ઞાસા સાથે એક સવારે કોફીના પીવાના બહાને હું અને મારો મિત્ર નિલેશ એમના મુકામે પહોંચી ગયા હતા.  ગઝલ- સાહિત્ય બાબતે વાતો  કરતા બે અઢી કલાકની ચર્ચાના અંતે મને અંગત રીતે  મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઉંડા તત્વચિંતક વધારે લાગ્યા.આધ્યાત્મિક પ્રભાવનો પડછયો એમની ગઝલોમા અને વાતોમા સાફ નીતરતો હતો. ગઝલ બાબતે  વાતો પર ભાર મૂકતા કહ્યુ કે “ગઝલએ કેવળ શબ્દોના સમૂહ કે પછી  છંદ-મીટર  અને રદિફ કાફિયાના સ્ટ્ર્ક્ચરથી સંપૂર્ણ નથી પણ આ તમામ વાતો ની સાથે જીવનના મર્મની કોઇ ગહન વાતો  ગઝલમા આવે ત્યારે ગઝલનુ તત્વ અને સત્વ સાર્થક થાય અને તો જ  શબ્દોની ખૂબસૂરતી માણવાની ગમે બાકી તો એ જ ક્ક્કો અને બારાખડી છે.. આધુનિક ગઝલના નામે  કંઇ પણ લખાય છે, તંત્રી અને મંત્રીની રહેનુમા છપાય પણ  છે. અને  બાકી રહ્યુ તે  નેટનું માધ્યમ હાથવગુ છે.સૌ ને માટે ઘરની ખેતી જેવું  છે …જે વાવ્યુ અને જે પાક્યુ તે …પોતાનો  બ્લોગ હોય  એનો મતલબ એ નથી કે કાંઇપણ જાતના સાહિત્યિક ચિંતન વગર સામગ્રી  પ્રકાશિત કરવી..! ” મિત્રો રાજેશભાઇની પ્રભાવશાળી વાતો સાંભળતા દંગ રહી ગયો .. અને  કદાચ નૈનિકતાનો મહંદઅંશે  સ્વીકાર મારે પણ કરવો પડે.. રાજેશભાઇથી છૂટા પડ્યા પછી એક વિચાર  મનમા  સળવળ્યો …તમને ચોક્કસ એ વિચાર  જાણવાની ઇંતેજારી થશે  જ  અને.. મારે પણ  તમને તરત એ વાત કહી દેવાની  ” શું કામ…… ???????  ”   

    

ગઝલ……

આપણી વાતો ગઝલમાં કે’વાની..! શું કામ..?

જાતને  પોતે  ઉઘાડી  કરવાની..!  શું કામ..?

આડકતરો  છે  ઇશારો    એનો  મારી  પર  જ..!

કોઇ  મોઘમ  વાત  માથે  લેવાની..! શું કામ..?

લાગણીઓના   વિષય   કે   વ્યાખ્યા  ના  હોય..!

દિલ્લગી   મારે  તને   સમજા’વાની..! શું કામ..?

પરવળે    જો   આબરૂને   તો…  કર  ફાવે  તેમ

આ  ‘ઇચ્છાઓ’  ને દબાવી દેવાની..! શું કામ..?

હેસિયત  નૈ   પણ અપેક્ષા લોકોની..? ભૈ વાહ..!

આપણે ‘સ્પંદન’ સલામો ભરવાની..! શું કામ..?ત્યારે એની ખબર પડે છે…

ઓગસ્ટ 29, 2011 પર 3:22 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

     મિત્રો, ગઝલ  વાંચો એ પહેલા   એની પૂર્વભૂમિકા  જાણશો  તો  કદાચ એની Impact  વધારે આવશે ..  ડોલર કમાઇ લેવાની મેરેથોન દોડના ટોળામા  હું  પણ હતો.. જાતનો વાણિયો.. વેપારતો જાણે  અમારો જન્મસિધ્ધ હક્ક..  અમેરિકામા કોઇ ધંધાકીય મોટા સાહસ કરું  એવી  મારી પાસે  ના તો  એવી મૂડી…  ના બુધ્ધિ…  ના તો  હિંમત…તો પછી  બાકી શું  રહ્યુ… મૂળ  આપણો હિન્દુસ્તાની કટલરી સ્ટોર કે  ગલીનુક્કડનો સુધરેલો પાનનો ગલ્લો.. જે અંહી અમેરિકાની ભાષામા Convenient Store   કહેવાય.. એવું નાનકડું સાહસ  લઇ બેઠો.. …. અમેરિકામા કદાચ રોજબરોજનું  હોઇ શકે પણ  મારા જીવનની  એ મોટી  ઘટના …  સાંજનો   ખાસી અવરજવર હોય એવો  સમય હતો…  બે આફ્રિકન Store  મા  Customer તરીકે આવ્યા..   ક્રિકેટના મેદાન પર મેચ  શરુ થતા પહેલા અંપાયર  પીચનુ નિરીક્ષણ  કરે  લગભગ  એ જ  ખૂબી થી બંન્ને શ્ખ્સીયત  ફરીને આખા Storeની   મુલાકાત લઇ લીધી  અને પછી મારી  પાસે Counter સામે આવીને  ઊભા ત્યારે મે અમેરિકન ધંધાકીય   રિવાજ પ્રમાણે  પૂછ્યું ..” You guys need any help..? ” Counter ને લગભગ અડીને  Storeનો  મુખ્ય દરવાજો  હતો .   બસ….    આંખના પલકારામાં એકજણે  Store નો દરવાજો બંધ કર્યો અને બીજાએ એના પેંટના ખિસ્સામાંથી રિવૉલ્વર  કાઢી  મારા કમરના ભાગે રિવૉલ્વર   અડાવીને  રજિસ્ટર ખોલવા માટે કહ્યું…  એણે મને રજિસ્ટર ખોલવાનું કહ્યુ  હતું .. પણ મે   ગલ્લામા હતા એ બધાજ ડોલર  એક પણ ક્ષણના  વિલંબ વગર  એના હાથમાં મૂકી દીધા અને તદઉપરાંત  ગલ્લો (રજિસ્ટર)  બતાવીને કહ્યું  ” Now  I don’t have any more… ” જલ્લાદના મનમા  રામ વસ્યો હશે કે શું ખબર નથી … પણ .. કશી દલીલો વગર એને મને  ટી-શર્ટના  કોલરથી  પકડી  Store ની અંદરના ભાગમા  આવેલી    Pantryમા  … કોઇપણ્ જાતના શારીરિક નુકશાન વગર પૂરી દીધો.. અઢી મિનિટના  આ નાટકીય ખેલમા .. જાન બચી લાખો પાયે.. મિત્રો. જાણકારો.. અને સગાસંબધીઓ ને ક્રમસહ સમયાંતરે જાણ થતી ગઇ.. સરેરાશ બધાનો એકજ  મત કે એમા આટલો હોબાળો મચાવાની જરુર નથી .. આ બધુ અહીં રોજનું છે…  મારો બધાને એક જ જવાબ હતો.. ” જાતને અનુભવ થાય ને! ત્યારે એની ખબર પડે છે …”  મિત્રો.. આજ વાત નવી ગઝલનો  મત્લા થૈ ગયો… બાકી પછીતો કવિકર્મ આવે છે … (ઘટના  Oct. 18.2010 ના દિવસે બની ..આ  ગઝલ  Aug.2011 મા લખાઇ છે ..  વાતો જુની છે પણ!  યાદ તો આવે ને !

ગઝલ

જાતને   અનુભવ   થાય   ને !    ત્યારે  એની  ખબર  પડે  છે

ઘાત   માથેથી    જાય ને !    ત્યારે   એની   ખબર   પડે    છે

બેઉ    ના      સરખા   રંગ    ને     બંન્ને   સરખી     બિરાદરીના

કાગ  –  કોયલ       ટહુકાય ને !   ત્યારે   એની   ખબ ર પડે છે

હોય   બધુ     રાબેતા    મુજબ    એની     તો  ભૈ   મજા  મજા છે

કંઇક     અજુગતું     થઇ   જાય ને !    ત્યારે   એની ખબર પડે છે

તાજ.. ને .. આ.. મુમતાઝ ને ‘લૈલા-મજનું’ ખબર બ..ધી પણ

પ્રેમમાં     દિલ     તરડાય    ને !     ત્યારે     એની   ખબર પડે છે

ખરખરો     કરવા     કોઇ     મૈયતમાં   આપ્યો    રડી     દિલાસો

મોત…ઘરમાં     પડઘાય ને !     ત્યારે    એની   ખબર   પડે છે

ગાલગાગા,   શબ્દો,    વિચારો ,..’સ્પંદન’    પૂરતું   નથી…. પણ

તું    ગઝલમાં      ઠલવાય    ને !   ત્યારે    એની    ખબર   પડે છે

કોઇ થ્રીલ માટે વાત ઉપજાવેલી નથી વાત  સંપૂર્ણ સત્ય છે હા!   Pic. વાતને અનુરુપ ગૂગલ માંથી લીધુ છે 

હું ને મારી ગઝલો..

ઓગસ્ટ 1, 2011 પર 5:41 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , ,

           મિત્રો,  વાત  અને  વિડીયો  એકાદ વરસ જુની છે.. યાદો ને  દિલમા અને પ્રસંગોને  કેમેરામા  સાચવવાની  મારી   આદત વરસો જુની છે. અને એમાનું  કંઇક…  ક્યારેક   જીવનનું  સંભારણું બની જાય છે …  ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલાની  કાવ્ય પ્રવૃતિને બિરદાવવા  શિકાગો આર્ટ સર્કલના  કાર્યકરો દ્વારા  તેમના સન્માનમા  આયોજીત   મુશાયરામાં  હું પણ  મંચનો  નાનકડો  હિસ્સો હતો. ગુજરાતી  સાહિત્યના મુશાયરાના મોટા ગઝલકારો, ગીતકારો અને કવિઓ  શ્રી. ચિનુ મોદી,  શ્રી. અનિલ જોષી,  શ્રી. વિનોદ જોષી,  શ્રી. કૃષ્ણ દવે,  ડૉ.શ્યામલ મુન્શી,  સૌમિલ મુન્શી,  આરતી મુન્શી.  નોર્થ અમેરિકન લિટરરી ઍકેડેમીના  પ્રમુખ  શ્રી. રામભાઇ ગઢવી, સાહિત્ય વિવેચક શ્રી.મધુસૂદન કાપડિયા,  જાણીતા વાર્તાકાર શ્રી મધુરાય, લેખિકા   સૂચિબેન  વ્યાસ,  ચંદ્રકાંત શાહ અને  હા.. ડૉ. ડબાવાલાનું  સન્માન હોય અને  જાણીતા કવિયત્રી અને એમના  પત્ની  ડૉ. મધુમતી  મહેતા ના હોય એવુ બને…?  મિત્રો,  આ તમામ  દિગ્ગજ   સાહિત્યકારોની  હાજરીમા  કાવ્યપઠન  કરવાનો અવસર મળ્યો..    આ વાતને સંભારણું  કહેવાય  કે  નહીં ..?  તમે શું કહો છો….?

(1)

બોલુ  ના  ને  મૌન રહું ! તો વાંધો  શું છે ?

તો  ય  તમને  પ્રેમ  કરું ! તો વાંધો શું છે ?

બામુલાજા,  બાઅદબ !  ભૈ વટ  પડતો’તો

સ્વપ્નમા  સુલતાન બનું ! તો વાંધો શું છે ?

કોઇ    સાંજે     મેઘધનુષી    મદહોશીમા

મયકદામા  જામ    ભરું ! તો  વાંધો શું છે ?

ક્યાં  મળે  છે  રોજ  આવા અવસર   યારો

હું  તમારી   જેમ   હસુ !  તો  વાંધો શું છે ?

શબ્દને   શણગારવા  ની   ધુનમા ‘સ્પંદન’

જો ગઝલ  બે ચાર લખું ! તો વાંધો શું છે ?

(2)

હાજરી    હોય   અંહી  જો   તમારી    ફરક તો પડે

હોય    સંગત    સનમ  ની  ગુલાબી ફરક તો પડે

લાગણી,  ભાવના,  યાદ   સુધ્ધા   શમી જાય પણ

બસ  રહી    જાય   કોઇ    નિશાની    ફરક   તો પડે

લો   તમારી   બધી   વાત  માની ગયા પણ…તમે

વાત    ક્યારેક     માનો    અમારી     ફરક    તો પડે

જિંદગી   છે!    બધી     જાતના   ખેલ    કરવા    પડે

તું    બની     જાય     સારો    મદારી   ફરક   તો પડે

એ ગઝલ,   ગીત,   કવિતા   કશું પણ   હશે ચાલશે

શબ્દની     જો     અસર   થાય   ધારી ફરક તો પડે

આપવા   છે   ખુલાસા    વિગતવાર     મારે     તને

જાણકારી     તને    હોય    સાચી      ફરક    તો   પડે

ભરસભામા      ગઝલની     રજૂઆત   જો    તું     કરે

દાદ   ‘સ્પંદન’     મળે    જો   બધાની   ફરક   તો   પડે

પણ.. ! યાદ તો આવે ને..?

મે 11, 2011 પર 7:43 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

ગઇકાલ..  ને   વાતો  જુની..  પણ  યાદ તો આવે ને ..

મે ભૂલવાની   જીદ કરી…   પણ   યાદ તો  આવે ને ..

ક્યારેક   તો   કેવળ..   વિચારો    હચમચાવે    દિલ ને

કે તું  નથી .. તો  બસ નથી.. પણ  યાદ તો  આવે ને..

હું   સાત   સમંદર   પાર    જૈ  દુનિયા  વસાવી   બેઠો

વ્હાલું  વતન  વરસો  પછી  પણ..  યાદ તો આવે ને..

મોં   પર  તમાચો    ખાઇ   રાતો  મુખવટો   રાખ્યો છે

વાતો  ભલે  અંગત   હતી..   પણ યાદ  તો આવે ને..

સ્વભાવની     અસરો   રહેવાની   જીવનભર  ‘સ્પંદન’

થોડી  અડી..!      થોડી નડી..! પણ  યાદ તો આવે ને..

કંઇક તો કારણ હશે ?

એપ્રિલ 6, 2011 પર 5:24 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, આદત પ્રમાણે ફરી એકવાર રોજબરોજની બોલચાલની ભાષામા વપરાતા રદિફને લઇને નવી ગઝલ લખાઇ છે. વાંચકો અને ભાવકોના પ્રતિભાવ પર તો લેખક કે સર્જકની  કલમની તંદુરસ્તી નિર્ભર કરતી હોય છે.શબ્દોની ખૂબસુરતી એના લખવાકે એના પ્રયોજનમા નથી પણ શબ્દોની ખૂબસુરતી એ છે કે સાંભળનાર, વાચનાર કે ભાવક પર એની કેટલી અસર ઉપજાવી શકાય છે.બારખડીની બહારનુ કશુંજ નથી.. સદીઓ થી લખાતુ આવ્યુ છે અને લખાય છે છંતા પણ  સર્જકો વધારે ને વધારે સારુ લખાય એવો આગ્રહ રાખે અને મિત્રો… એવો આગ્રહ રાખવા પાછળનું……

કૈક   તો  કારણ હશે ?

તારી    વાતને  નૈ  માનવાનું !  કૈક   તો  કારણ હશે ?

મારી  જીદ  ને  પ્રબળ  થવાનું !  કૈક તો કારણ  હશે ?

હું   કાચો  નથી   શતરંજમા  કે   જંગના    મેદાનમા

પણ   તારા  થકી  હારી જવાનું ! કૈક તો  કારણ હશે ?

આખી વાત નો   આધાર તો મારી જુબાની પર હતો

મોંઢુ   બંધ   મારે   રાખવાનું !   કૈક   તો   કારણ  હશે ?

તમને શું ખબર એની મજા શબ્દો, ગઝલ ને  કાફિયા

મારે   રોજ   લમણા  કૂટવાનું !  કૈક   તો   કારણ હશે ?

વૈભવ  ઠાઠ  ને  જાહોજલાલી   શું?   નથી મારી  કને

‘સ્પંદન’ ને ફકીરી  ઓઢવાનું !  કૈક   તો  કારણ  હશે ?

ગુલછડી..

માર્ચ 23, 2011 પર 8:27 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ:

મિત્રો    મારી આ  ગઝલ  આમતો  તમે   વાંચી ચુક્યા છો.! હિન્દુસ્તાન  છોડીને   જવાના  વિચારો થકી  આ   ગઝલ  ના વિચારોની  પ્રેરણા  મળી હતી  ૨૦૦૭ મા.  અને   અંહી અમેરિકા આવતા પહેલાની બુધસભાની  છેલ્લી બેઠકમા  એને    રજુ   પણ  કરી  હતી. અને ..   બસ ત્યાર પછી …  તો   ખલાસ ! અંહીયા   તો  લગભગ  બધુ જ  on line   એટલે   ..  બાપુ .. અને  જેમના ઘરે મારો ઊતારો  હતો  એ બધા  ગુજરાતી પણ  અંગ્રેજી મા બોલતા  હતા .. .. એકાદ વરસ પહેલાની વાત છે મારે  એક    ગુજરાતી  સાહિત્ય  અકાદમી ને  લગતા  કાર્યક્રમમા  હાજરી  આપવાનો  મોકો  મળેલો   ..કાર્યક્રમનો  એજંડા  હતો .. ‘ ગુજરાતી ભાષાનો  જીર્ણોધ્ધાર..’ સાહેબ…..   મંચ પરથી   આપવામા આવેલા  ભાષણો માંથી દસ માંથી  આઠ ભાષણો   અંગ્રેજીમા હતા..   મને  અદમ સાહેબ   પ્રત્યક્ષ મળ્યાની અનુભૂતિ  ત્યારે થઇ ..(વાતો કેવળ વ્યંગ ખાતર લખી છે)

તું મને પાલવનું ઇંગ્લીશ પૂછ મા

અહીં આંસુ પણ ટિસ્યુથી લૂછાય છે.

યાર..   આડીઅવળી  વાતો કરવામા    મૂળ વાત ભૂલી  જવાય છે ..  પછી  તો   ગુજરાતી   વર્તમાનપત્રોની  સોબત  લગભગ  છ  આઠ મહિના સુધી   નહીવત  થૈ ગઇ.  on line   વાળી  માથાકૂટ   અને  પાછુ   કોમ્પ્યુટરની  બારાખડી  આવડતી  નો’તી  ..   ત્યારે   પાંચ  છ  મહિના પછી  મારા   મિત્રએ   આ   ગુજરાત સમાચારની  સહિયરપૂર્તિનુ   કટીગં  ઇ મેલથી નહી પણ    રેગ્યુલર મેલ વડે મોકલાવ્યુ   (મારા મિત્રો પણ મારા જેવા જ  હોયને ..) ત્યારે ખબર પડી … સાલા મૈં તો———————————————–  બન ગયા.. .. રાજુ બન ગયા  જેટંલમેન ..

તું.. વિચારજે ..

માર્ચ 10, 2011 પર 7:57 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 5 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, દરિયાપારના( અંહી ફક્ત  હુ અમેરિકાની વાત કરુ છુ) ગુજરાતી સાહિત્યસર્જકોમા અને તેમા પણ   ખાસ કરીને  ગઝલસર્જનમા જનાબ આદિલ સાહેબ પછી  જો કોઇ  નામ લઇ શકાય તો  માત્ર શિકાગોના  રહીશ  ડો. અશરફ ડબાવાલાનુ  નામ  લઇ શકાય અને મારુ સદભાગ્ય છે કે હું પણ શિકાગોમા જ છું તેથી  ડો. ડબાવાલા સાહેબનું    માર્ગદર્શન તો  મળે છે  જ  પણ સાથે સાથે વખતોવખત  ગુજરાતી સાહિત્યની  દેશ દેશાવર ની  પ્રતિભાશાળી  વ્યક્તિઓને  નજીકથી  જાણવા અને માણવાનું   પણ મારા માટે  શક્ય બન્યુ છે….આભાર  અશરફભાઇ ..

મુશાયરાના મંચ પરથી  મારા કાવ્યપઠન  પછી  દિગ્ગજ   કવિઓ  વડીલ શ્રી. ચિનુમોદી,  કૃષ્ણકાંતદવે,   અનિલભાઇજોશી,  વિનોદજોશી,  ચંદ્રકાંતશાહ,   મધુરાય  અને હા!   અશરફભાઇ અને ડો. મધુમતી મહેતા તો  ખરાજ ..   બધાજ   કવિઓ ની   ભરોભાર દાદ  મળી અને ત્યાર બાદ   કાર્યક્રમના અંતે    ચિનુકાકા સાથેની સામાન્યચર્ચા થકી  મારી સમજણનો નિચોડ  છે  ……ચિનુકાકાએ ખાસ ભારપૂર્વક  એક સર્વસામાન્ય  વાત કહી કે ” જ્યારે તમે  કોઇ પણ ક્ષેત્રમા  નવોદિત ગણાતા હોય ત્યારે  જે  તે ક્ષેત્રની  પ્રતિભાશાળી  કે મોટાનામ ગણાતી    વ્યક્તિઓની નજર  તમારા પર સતત  હોય છે  અને જ્યારે તમે કોઇ એક મુકામ પર પહોંચો ત્યારે .. ત્યારે  મોટા  અને  નવોદિત  આમ બંને  વર્ગની નજર તમારા પર હોય છે …” વાત ફકત એટલીજ કે    લખતા પહેલા..   બોલતા પહેલા..  સો  વખત  વિચાર કરવાનો  ……મિત્રો  પ્રતિભાશાળી  વ્યક્તિઓના   સહવાસની આ તો  મઝા છે. ચિનુકાકા ‘બેટા’  ‘દિકરા’ ના પ્રેમાળ સંબોધન વડે  ઉંડી  અને ગહન વાતને  ખૂબ  સહજતાથી  ચર્ચા દરમ્યાન લઇ આવ્યા અને  એ  વાત  સામાન્ય હતી  પણ  મારા માટે  નવી ગઝલનો  રદિફ  થઇ ને આવી.ચિનુકાકાની  એક સાવ નાની વાત મારા માટે મારી ગઝલનું   કથાબીજ બની ગઇ..  એકજ વાત મગજમા  ઘૂમ્યા કરે

તું .. વિચારજે..

મત્લા છે…

બોલતા  પે’લા  સો વાર તું  વિચારજે

હોય છે શબ્દોમા  ભાર તું વિચારજે

ટોચના શિખરો આવી મને કહી ગયા

છે નજીક પર્વતની ધાર તું વિચારજે

કર હિસાબો!  ને સરવૈયુ નીકળે  પછી

કોણ છે અંહિ  દેવાદાર? તું વિચારજે

કોઇ દુખમા આવી જો તને મદદ કરે

હોય! ઇશ્વરનો  અવતાર? તું વિચારજે

પ્રેમના બાનાખત,  લાગણી બજારમા

શે’ર મા ફાલ્યો  વેપાર  તું વિચારજે

કોને ખબર ?????

ફેબ્રુવારી 8, 2011 પર 6:06 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 9 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, દુનિયાની તમામ માનવજાતિ દ્રઢપણે કુદરતના અસ્તિત્વનો    જુદીજુદી રીતે  સ્વીકાર કરે છે.  નવો જન્મ લેનાર બાળક સ્ત્રી પુરુષના એકાકારના પરિણામ સ્વરુપ  સર્જનહારે સૃષ્ટિને  ભેટ ધરી છે  પરંતુ એમા જીવ.. આત્મા .. અથવા  તો એ માનવ શરીરને ધબકતુ રાખનારુ તત્વ…. આપણે એને  સાદી ભાષામા ભગવાન  કે  ઇશ્વર કે  કુદરત કહેતા હોય છે. માનવીના  મનમા આવેલા વિચારોને વેગ મળવાથી જગતને સારા કે ખોટા વ્યક્તિત્વનો પરિચય થયો છે સારા વિચારોએ જગતને મહાન હસ્તીઓના કર્તવ્યનો અમૂલ્ય વારસો આપ્યો છે  પણ  ખોટા વિચારો થકી….. કહેવાની  જરુર છે ?????????      મિત્રો કહેવાનો તાત્પર્ય એટલોજ  છે કે…     વિચારોના ઉદભવની  આ તમામ પ્રક્રિયાના મૂળમા પેલું   તત્વ  ભાગ ભજવતું હોય છે. કવિ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે એની   પ્રથમ પંક્તિતો હંમેશા   એ કહેવાતા તત્વની જ  દેણ  હોય છે.  હા!  ત્યાર પછી કવિ પોતાનુ કવિકર્મ કરતો હોય એમ બને.    1 st Feb. 2011  ની  એ રાત શિકાગો સહિત અમેરિકાના    ઘણા ખરા  states જેની   અસરમા હતા એવી હિમવર્ષાની ગોઝારીરાત… અને   મારી વ્યવસાયિક ફરજના ભાગરુપે મારે આખીરાત જાગવાનુ હતુ…… કુદરતના એ તાંડવને  રાતભર બારીની બહાર તાંકતો રહ્યો.. બીજા દિવસના સમાચારોએ બાકીની કચાશ પૂરી કરી… હરીફરીને એક જ વિચાર મનમા ઘોળાયા કરતો…. ઘટના  હતી  કે  અવસર? .. …  ઇશ્વર હતો કે પથ્થર?………. અને ફરી પાછો  એ જ માનવસહજ સ્વભાવ…….  ” છોડને  યાર ભરત … શું હતુ ????????…..

કોને ખબર  ??????????

ઘટના  હતી  કે  અવસર? કોને  ખબર

ઇશ્વર  હતો  કે   પથ્થર? કોને  ખબર

એનો   ઇશારો  ના હું  સમજી  શક્યો

પ્રશ્નો   હતા  કે   ઉત્તર? કોને  ખબર

તૂટી જવાના   પ્રસંગની   વાત  છે

બેચાર છે કે સત્તર? કોને ખબર

મહેફિલ મહેંકી ઉઠી  એના થકી

છે હાજરી કે અત્તર? કોને ખબર

તકદીર કો કે મેનત પણ નામ છે

શું છે અહિં બળવત્તર? કોને ખબર

બસ ખાઇ પી ને જલસા બલસા કરો

સ્પંદન પછી મરણોત્તર??? કોને ખબર

મારું શું થશે જાણે…….?

જાન્યુઆરી 21, 2011 પર 5:49 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,   અમેરિકા આવ્યા પછી બરાબર અઢી વરસના લાં..બા.. સમય પછી હિન્દુસ્તાનકીસરઝમી પર  પગ મૂકવાનુ સદભાગ્ય   ગયા વરસે મળેલુ. જેલની સજા ભોગવી રહેલો કેદી મહિના-દોઢમહિના ના પેરોલ પર  છુટીને  પરિવારને  મળવા જતો હોય અને જે  ઉંમગ અને લાગણી દિલમા  સળવળે બસ  એવીજ  ખુશી  મારા દિલોદિમાગ પર  છવાયેલી હતી. વડોદરા પંહોચીને     મિત્રો અને કવિમિત્રોને મળવાનુ  થયા પછી એ જ ઔપચારિક  વાતોનો સીલસીલો શરુ થયો.. ‘ત્યાં તો આમ’ ને ‘અંહિયા તો આમ..’ વગેરે…વગેરે.. કવિમિત્રો   રશીદમીર, કિર્તિકાંત પુરોહિત,  નીરવવ્યાસ, દિનેશ ડોંગરે (નાદાન), ભરત ભટ્ટ(પવન),  ગુલામાબ્બાસ(નાશાદ) આ બધા સાથેની  વખતોવખતની  મુલાકાતો  અને મારા પરદેશી અનુભવોંને  અંતે કવિમિત્રોએ મને મજાક કહ્યુ  કે “યાર ભરત તને ત્યાં અમેરિકામા નથી જ ફાવતુ તો તુ રહ્યો શું કામ… તું ગયોજ શું કામ… ” મે પણ હળવાશમા જવાબ  આપેલો કે “યાર બધા ગયા તો હું પણ ગયો… બધા રહ્યા તો હું પણ રહ્યો.. ” અને  નીરવે    મસ્તીભર્યા મહોલમા એનીજ  એક ગઝલનો શેર  લહેકાર્યો..

વંટોળ થૈ  ઉઠતી    હવાનુ શું થશે જાણે
આગળ જતા આ કાફલાનું શું થશે જાણે….

મિત્રો જોકે નીરવની  આ આખી ગઝલ મને  ગમતી ગઝલો માની એક ગઝલ છે અને ઘણા વખત પહેલા  કવિઓની બેઠકમા સાંભળેલી  ત્યારે  તો ગઝલનો ફક્ત  આનંદ જ  લીધો હતો પણ આ      વખતે  તો  રદિફ દિલને  સ્પર્શી ગયો  મને થયુ  કે કાફલાનું  જે થશે તે   પણ “સાલુ  મારું શું થશે… “દરિયાપાર  વસેલા લગભગ બધાજ ગુજ્જુઓ આજે પણ  શેરી, સોસાયટી, ગલી કે નુક્ક્ડ  પરની  ચા ની લારી કે ટોળી-ટીખળીઓ નો અડ્ડો ગણાતો પાનનો ગલ્લો   હજી આજે પણ ભૂલ્યા નથી.  (જેનો જન્મ અને ઉછેર પરદેશી છે એમની વાત નથી કરતો) વાત  કરુછું એ લોકોની જેમણે જિંદગીનો મોટાભાગ નો સમય ગુજરાતમા કે  પોતાના વતન મા કાઢ્યો છે ….. ગાળ્યો છે….  માણ્યો છે….   રજાના દિવસે કે ચોક્ક્સ વાર-તહેવાર ના દિવસે  ખાણીપીણી મઝા.. ઉત્સવોને  ઉજવવાની  કલા.. કદાચ આપના ગુજરાતીઓમા વિષેશ છે ..  મૂળ વાત પર ફરી  આવી જઇએ  … મિત્રો…… મહિના દોઢ-મહિનાના  કહેવાતા મારા આ પેરોલ  પૂરા થશેની કલ્પના…    ફરી પાછા ઉડીને  દરિયાપાર… ફરી પાછા  ડોલરના  ચક્કર…….ને ..એ..  ફરી  પાછી……. જોબ-બોબના ચક્કરોની આંટાગુટી શરુ  થશે… બસ… બસ.. ત્યારે સાલુ …. મારું શું થે જાણે… .. બસ આજ વાત મારી નવી ગઝલનો રદિફ થૈ ગયો .. મિત્રો, એજ વાત સતત મનમા અથડાયા કરે સાલુ…. આ બધુ… સમજી ગયાને…. ઉપર જણ્યાવ્યુ ને એ બધુ…… (થોડું  જણાવવાનુ બાકી રાખ્યુ છે)   છોડીને જઇશ ત્યારે…….

મારું શું થશે જાણે…. ?

હરઘડીદુ:ખ મને એ સતાવે મારું શું થશે જાણે ?

આવશે યાદ તારી અકાળે મારું શું થશે જાણે ?

જીવતેજીવ તારી બધી વિચિત્રતા નિભાવીશું

જિંદગી  લૈજશે જો જનાજે  મારું શું થશે જાણે ?

સાંજનું એ મિલનતો.. દિવસના જીર્ણોધ્ધાર જેવુ છે

ને અચાનક મળે તું સવારે મારું શું થશે જાણે ?

મેં સતત આંધળી દોડ મૂકીછે, કેવળ પ્રેમની પાછળ

શોધવા તું ફરેછે  બજારે મારું શું થશે  જાણે ?

જેમની એક ઝાંખી તડપ આ સ્પંદન જિંદગી તરસ્યો

…… જ ક્યારેક મળશે મલાજે મારું શું થશે જાણે ?

આગામી પૃષ્ઠ »

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: