ગઝલ….

જુલાઇ 7, 2012 પર 2:27 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારા કાવ્યો ને રચનાઓ, મારા વિચારો | 6 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

અબ મૈં રાશનકી  કતારોમે  નઝર  આતા  હું

અપને  ખેતોંસે  બિછડને  કી સજા   પાતા હું

ગઝલ સમ્રાટ જગજીત  સાહેબે  ગાયેલી  ગઝલના   શાયર  જનાબ  ખલીલ ધનતેજવીની  આ ગઝલના  વિચારોની  લગભગ નજીક કહી શકાય… એવા  જ  મતલબનો  મારી  આ  ગઝલનો મત્લા… લખાયો છે …    વતનથી દૂર  રહેવાની  પીડા…. ડાયસ્પોરા સાહિત્ય…અને   ગ્લોબલાઝેશનની આધુનિકતાના  વાગા પહેરીને  ઝગમગાટ  થતા આ જમાનામા પણ  મારા વિચારોની  મર્યાદા કહો કે   રૂઢિચુસ્તતા… પણ  ક્યાંકને ક્યાંક  એ વાત  વખતોવખત  ડોકાયા  કરે છે….  ગીત..ગઝલ..  કવિતા..  લેખન આથવા તો એમ કહી શકાય કે સર્જનાત્મક  દરેક વસ્તુના મૂળમા    સર્જકના  દિમાગમા  ઉદભવતો   પહેલો વિચાર   કાં તો  ઇશ્વરદત્ત હોય  કાં તો પછી   દેખાદેખીનો પણ હોઇ શકે… મિત્રો  આટલી કેફિયત  આપવાનો  મતલબ   એટલોજ    કે  કોપી પેસ્ટના  જમાનામા  હું  પણ વિચારોને  પેસ્ટ કરું  છું  એવો લગીરે વિચાર ના કરતા…   બાકી ગઝલ તમારી સામે છે … શબ્દો  કક્કો બારાખડીની  બહારના ના હોઇ શકે ..   અરે.. હા  ખલીલ  સાહેબ માટે  મારે  કાંઇજ કહેવાનું નથી …  મારા બ્લોગની પ્રસ્તાવના   જ વાંચી લેજો..  આ બધી તો  મારી વાત થઇ..   તમે ગઝલની  મજા  કરોને  યાર….  

 pic. 20 feb.2012 ના રોજ ખલીલ સાહેબના ઘરના   ડ્રોઇંગરૂમમા..  યાકુતપુરા..     વડોદરા 

ગઝલ

શહેરની  ભીડમા   હું  ભળી   ગયો

પણ વતનથી  વિખૂટો  પડી ગયો

વિદુરવાણી   હવે  જર્જરીત   થઇ

હુજુરિયો  આસમાને  ચઢી  ગયો

ચાંદ  ઝાંખો પડ્યો  એ.. જ  કારણે

એમનો  સે.હ્જ  પાલવ  સરી ગયો

દ્રષ્ટિનો ને નજરનો  સુમેળ   જો..!

તું મને..!  ને તને ..હું..! જડી ગયો

વિરહની  વેદના  ક્યાં..ક !સળવળી

દર્દ ‘સ્પંદન’ ગઝલમાં  લખી ગયો

Advertisements

एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो…..

માર્ચ 11, 2012 પર 10:16 પી એમ(pm) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા વિચારો | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , , ,

    મિત્રો,  ઘણા લાંબા સમય પછી બ્લોગ પર  કામ કરવા માટે બેઠો છું. દસ દિવસના ખૂબ ઓછા સમય માટે હિન્દુસ્તાની સરઝમી અને એ માટીની સોડમને શ્વાસોમા ભરવાનો ફરીથી મોકો મળ્યો. ‘મોકો મળ્યો’  એવા શબ્દ પ્રયોગનો મતલબ  એટલો જ છે  મિત્રો  કે…  ગ્રહોની  અસરો અને આધ્યાત્મિક વાતોના આધારે  એમ કહેવાય છે કે…” જે ભૂમિ જ્યાં, જ્યારે, ગમે તેવા સંજોગોમા પણ  માણસને  જે  તે  જગ્યાએ પોકારે ત્યારે તે માણસને  ત્યાં પોંહચવું  જ પડે  છે.” એવો એક માની લેવામા  આવેલો સર્વસામાન્ય  કુદરતી કાયદો ભારતીય સંસ્કૃતિની સોડમા સદીઓથી માનભેર પોષાતો આવ્યો છે. પણ એનાથી બિલકુલ વિપરીત વાત એવી પણ છે કે .. જે ભૂમિ પર તમારા જે  તે સમય પૂરતા  અંજળપાણી પૂરા થૈ ગયા હોય તો પછી એ ભૂમિ તમારી લાખ ઇચ્છા હોવા છંતા તમને ટકવા નથી દેતી. આવાગમનની આ પ્રક્રિયાને  દુન્યવી નામ તમે ગમે તે  આપી શકો. (પરદેશગમન,  સ્વદેશગમન,  બહારગામ ગયો,  ઘેર આવ્યો  વગેરે વગેરે.) હું પણ  ગણીને  દસ દિવસ પછી વડોદરામા રહેવાની તીવ્ર ઇચ્છા હોવા છંતા   ફરી પાછો  શિકાગો  આવી ગયો.. અથવા તો..એમ પણ  કહી શકાય… આવી જવું પડ્યુ….  પેલી ઉપરની વાતના આધારે..

     ખેર !  મિત્રો  વતન(વડોદરા)ની ટૂંકી મુલાકાતમા પણ બરોડિયન કવિમિત્રોને   મળ્યા વગર હું મારી જાતને કેમ રોકી શકું.જેમના થકી કવિતા  ગઝલની બારાખડી શીખ્યો છું.  ટૂંકી નોટિસ અને  વીકડેઝના કામકાજના અતિ વ્યસ્ત  સમયમા     આપ    બધા કવિમિત્રો ની હાજરી… સાચુ કહું  મિત્રો..    આ આખી વાતના વર્ણન અને આભાર  માટે મારી પાસેના  શબ્દોના ભંડોળમા   કાંઇજ નથી ફક્ત એટલું જ  કહીશ..

एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो

ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो

 આભાર  દોસ્તો…

ડાબી બાજુથી કવિ  દિનેશ ડોંગરે ‘નાદાન’  ,  નીરવ વ્યાસ , (યોગેશ સોની: મારો બાળગઠિયો ) કવિ અહેમદ હુસેન ‘અહેમદ’  , મકરંદ મુસળે ,   અશોક જાની ‘આનંદ’ ,  સુરેશ પરમાર ‘સૂર’  અને  સુભાષ પંચોલી ‘અક્ષર’

 કવિ મનહર ગોહિલ ‘સુમન’ , દિયા નાયકવાડે ,  ભરત ભટ્ટ ‘પવન’ ,  ગુલામ અબ્બાસ  ‘નાશાદ’ , પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ અને   આ નાનકડી  બેઠકના યજમાન  કે જેમના ઘરના  ડ્રોઇંગરૂમમા   અમે બધા કવિઓ શોભી રહ્યા છે એ જાણીતા પત્રકાર  જીતુભાઇ  પંડ્યા.

ખૂબ ખૂબ  આભાર … જીતુભાઇ.

અબ ભી મૈં જવાન હું….

ઓક્ટોબર 5, 2011 પર 1:40 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા વિચારો | 1 ટીકા
ટૅગ્સ: , , ,

     મિત્રો, ગુજરાતી  સંસ્કૃતિની પરંપરા અને ગુજરાતી ગરબો આજે  બંને એકબીજાના પૂરક બની ગયા છે.. નવરાત્રીના નવ દિવસ અદ્યાશક્તિ  જગતજનની  મા  જગંદબાની આરાધનાની સાથે સાથે ગુજરાતીઓ  ગરબામા એકરસ થઇ જાય  એ સ્વાભાવિક છે …   કલાનગરી વડોદરાના ગરબાની ગુજરાતમા એક અલગ  એળખ રહી છે એમ મારું અંગત મંતવ્ય નહી પણ લોકચર્ચા  ને   આધારે કહી શકાય એમ છે.  વડોદરા  એ મારી કર્મભૂમિ હોવાને નાતે  મને પણ નાનપણથી  ગરબા રમવા.. ગરબા ગ્રુપમા ગરબા ગાવા ગવડાવા એ મારો  શોખ  રહ્યો છે. વડોદરાના ગરબા ગાયકો  રવિન નાયક,  અતુલ પુરોહિત, અચલ મહેતા,  નિલેશ પરમાર, કર્ણિક શાહ, મેઘા ભોંસલે… આ તમામ  ગાયકોમા  અતુલભાઇ પુરોહિત  મારા All time  Favorite    રહ્યા છે. અતુલભાઇ ના  ગરબા માટે  ગરબાના ખેલૈયા યુવક યુવતીઓ તો આશિક હોય  પણ  આમ  ગુજરાતી  જે ને ગરબાના સંગીત, તાલ અને  એની રવાનગીને કલાકો સુધી સાંભળવી ગમતી હોય  એવા લોકસાહિત્ય અને  કલા ના રસીક પ્રોઢ ગુજરાતીઓ પણ  અતુલભાઇના  અવાજના જાદુથી  પૂરેપૂરા વાકેફ છે ..  કેવળ  અતુલભાઇને   Live  સાંભળવા માટે ખૂબ જ મોટા પ્રમાણમા કહી શકાય એવી ભીડમા પણ આ કલા રસીકો  કલાકો અગાઉથી ગરબાના મેદાન પર  પોતાના સ્થાન મેળવવા આતુર હોય છે.અતુલભાઇ ગરબા ગાયકની સાથે સાથે એક કર્મકાંડી બ્રાહ્મણ  છે  અને જ્યારે  એ ગરબા ગાય છે ત્યારે… જાણે પૂરા દિલ થી  એ ગરબામા જાન રેડે છે એમ લાગે છે.. આ વાતની  અનુભૂતિ તો તમે જાતે જ કરશો  જ્યારે  પ્રસ્તૃત વીડિયો તમારી  આંખે જોશો. નવરાત્રિ આવતા પહેલા  લગભગ મહિના પહેલાં  અતુલભાઇની ગરબાની ઓડિયો સાંભળવી એ મારી વરસો જુની આદત રહી છે.. બસ આમ જ Youtube  લટાર મારી રહ્યો હતો  અને ત્યારે  સદર વીડિયો ક્લીપમા એક ખાસ વાત નજર પડી… આટલા મોટા ટોળામા પણ હું  ‘મને’  ઓળખી ગયો..  વાતની સાબિતી કરવા માટે મારી પત્નીને પૂછ્યુ..  ત્યારે મને શ્રીમતિજીએ હસતા હસતા કહ્યુ કે ” ભરત.. માથાની ચમકતી ટાલ પરથી એમ ચોક્ક્સ લાગે છે કે  તું  જ છે.. ”  પછી તો  જરા  વધારે ધ્યાનથી જોતા ખબર પડી મારી પાછળ મારો મિત્ર અને એની પત્ની પણ ગરબામા  હતા. એટલે વાતની ખાત્રી થઇ.   મિત્રો..  પણ આ વીડિયો જોઇને  લાગ્યુ  કે અતુલભાઇ આવાજની ખૂબસૂરતીની સાથે સાથે “અબ ભી  મૈં જવાન હું” વીડિયો કદાચ ૨૦૦૬ ની નવરાત્રિની અથવા એ પહેલાની છે એ વાત ચોક્કસ છે .. કારણ ૨૦૦૭ના મે મહિનાથી હું  દરિયાપાર તડીપાર છું..  વીડિયો ક્લીપ Youtube  પરથી લીધી છે .. Pl. don’t  discard this video. Being  a  GUJARATI…  You will really Enjoy…

વીડિયો ક્લીપમા હું અને મારો મિત્ર અંકિત પટેલ

After 2.03 min. to 2.10min. in between

લેખ પ્રકાશન : દુર્ગાઅષ્ટમી, નવરાત્રી ૨૦૧૧

શિકાગોના સમય મુજબ  રાત્રે ૯.૦૦ કલાકે..

શિકાગો ગઝલ મહોત્સવ ભાગ-૩ (સંપૂર્ણ)

જૂન 5, 2011 પર 6:33 એ એમ (am) | Posted in મારા વિચારો | Leave a comment
ટૅગ્સ: , , , , , , ,

      મિત્રો, બાકી રહેલી થોડી વિડીઓ  ક્લીપ  તમારા સુધી મોકલી રહ્યો છું. કવિ  અબ્દુલ વહીદ ‘સોઝ’  કવિ ડૉ. કમલેશ શાહ   કવિયત્રી બિસ્મીલ મન્સૂરી  અને સપના વિજાપૂરાની વિડીયો  મને મળી  નથી  તેથી અંહી મૂકી શક્યો નથી એનો રંજ  પણ છે  અને અફસોસ પણ… ખેર..

 ભાગ-૧૬

ભાગ-૧૭

ભાગ-૧૮

ભાગ-૧૯

ભાગ-૨૦

વિડીયો સૈજન્ય: તુષાર વ્યાસ, ડૉ.આષિશ પટેલ અને શબ્બીર કપાસી

શિકાગો  આર્ટ સર્કલ  

શિકાગો… ગઝલ મહોત્સવ ભાગ-૨

મે 31, 2011 પર 3:36 એ એમ (am) | Posted in મારા વિચારો | Leave a comment
ટૅગ્સ: , , , , , , , ,

         મિત્રો,    આખા કાર્યક્રમની વિડીયોના  થોડા અંશ  મને મળ્યા છે.  મારી માગણીતો  પૂરા  કાર્યક્રમની વિડેયોનીજ  હોય  સ્વાભાવિક  છે…    પરંતુ   Digital  Process   અને  સમયની  મર્યાદાના  કારણે  મને  ઉપલબ્ધ થયુ એટલુંજ  તમારા  સુધી મોકલી  રહ્યો  છું.   અને  હા   … નસીબજોગે   મારા કાવ્યપઠન ના  ભાગની વિડીયો   મને પૂરેપૂરી  મળી છે. લીંક જાળવવાનો   સંપૂર્ણ અને પ્રમાણિકપણે  સંનિષ્ઠ  પ્રયત્ન કરેલો છે .. છંતા  ક્યાંક કોઇને મનમા  થાય ……..   કહેવત છે ને.. ભૂવો  ધૂણે તો  પણ નાળિયેર તો .. ઘર  ભણી જ  ફેંકે..  પણ …   ગુસ્તાખી માફ..

ભાગ -૧૦

ભાગ-૧૧

ભાગ-૧૨

ભાગ-૧૩

ભાગ-૧૪

ભાગ-૧૫

વધુ આવતા  અંકે……. આવતા   Week..કે

મુશાયરો.. શિકાગો શહેરમા ઉજવાયો ગઝલ મહોત્સવ

મે 30, 2011 પર 6:14 એ એમ (am) | Posted in મારા વિચારો | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

અહેવાલ  :ભરત દેસાઇ (શિકાગો


         શિકાગો આર્ટ સર્કલના નેજા હેઠળ May 7th 2011 ના રોજ ગુજરાતી  સાહિત્ય સર્જનના માઇલસ્ટોન સમા જનાબ ‘આદિલ મન્સૂરી’ ની યાદમા મુશાયરાનુ આયોજન કરવામા આવેલુ. શિકાગોના પરા Elk Grove Village વિસ્તારના એક મોટા ઓડિટોરિયમમા સંપૂર્ણ ગુજરાતી મહોલ વચ્ચે કાર્યક્રમની સમયસર શરૂઆત થઇ હતી. આદિલ સાહેબના પત્ની અને દિકરા એ આ પ્રસંગે  ખાસ હાજરી આપી હતી  તેઓ ન્યુ જર્સી થી  અત્રે  અહીંયા  પધાર્યા હતા. સદર કાર્યક્રમના ખાસ  મહેમાન કવિઓ  ડો.રઇશ મણિયાર અને ડો.વિવેક ટેલર (બંને સુરત) હતા. સ્થાનિક  કવિઓમા શિકાગો આર્ટ સર્કલ ના પરામર્શક અને સર્વેસર્વા  કવિદંપતી ડો.ડબાવાલા અને ડો.મધુમતી મહેતા તથા અબ્દુલ વહીદ‘સોઝ’ ડો.કમલેશ શાહ, ભરત દેસાઇ‘સ્પંદન’ અને સપના વિજાપૂરા એ મંચને  શોભાવ્યો હતો.

        ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની  શરૂઆત કરવા માટે ડો. મધુબેન અને સંસ્થાના  કાર્યકર્ત્રી શ્રીમતી ઉર્મિ બ્રહ્મભટ્ટ શ્રીમતી બિસ્મીલ મન્સૂરી અને સરફરાજ મન્સૂરી ને   (આદિલસાહેબના  ધર્મપત્ની અને પુત્ર) મદદરુપ થયા હતા.ડો. ડબાવાલાએ  પ્રાસંગિક પ્રવચનની સાથે સાથે  આદિલસાહેબની સાથેના મુશાયરાના મંચ પરના જુના સ્મરણોને  વાગોળીને ગુજરાતી  ગઝલ અને સાહિત્યમા આદિલસાહેબે આપેલા યોગદાનની  ભરપૂર પ્રશંસા કરી એ રીતે શબ્દાજંલી  આપી હતી. શિકાગોના મહેમાન અને કવિઓ-કવિયત્રી શ્રીમતી મન્સૂરી, જુનીયર મન્સૂરી, ડો.રઇશભાઇ ડો.વિવેકભાઇ  આ તમામ નુ ફૂલોના ગુલદસ્તાથી  શિકાગો આર્ટ સર્કલ ના જારમાન પ્રતિનીધિઓ  અનુક્રમે ઉર્મિબેન તથા નીશાબેને  હ્યદયપૂર્વક  સ્વાગત  કર્યુ. પારંપરિક ગતિવિધિના અંતે મુશાયરાની  શરૂઆત થઇ.

          મુશાયરાના સંચાલની જવાબદારી કવિશ્રીડો.રઇશભાઇના માથે હતી. ‘અધરી’અને ‘જવાદારી’ વાળી આ  કાર્યપ્રણાલીને રઇશભાઇ એમના રમૂજી મિજાજમા ઢાળી અથથીઇતિ સુધી શ્રોતાઓના  કેન્દ્રસ્થાને રહ્યા.કવિ ભરત દેસાઇ‘સ્પંદન’  મુશાયરાના  પહેલા કવિ આદિલ સાહેબને યાદ કરીને આ મુજબની  પંક્તિઓ રજૂ કરી હતી…..

બધુજ રાબેતા મુજબનુ  લાગશે  મારા વગર પણ..

બે  ઘડી ની ખોટ નક્કી  સાલશે  મારા વગર પણ

દુર દિલથી ક્યાં કદી પણ હું તમારાથી  ગયો  છું

હાજરી મારી તમોને  લાગશે  મારા વગર પણ..

                 ઉપયુક્ત પંક્તિ સાંભળીને શ્રીમતી મન્સૂરી  લાગણીઓને  બાંધી ન શક્યા અને  આંખના ખૂણા ઉભરાઇ આવ્યા હતા..સપના વિજાપૂરા એ તેમની કવિતા અને અછાંદસ રજૂ કર્યા અબ્દુલ વહીદ ‘સોઝ’ (જે કરાંચીના છે પણ  ભાગલા પહેલાં નુ મૂળ વતન  જામનગર હતુ ગુજરાતી ભાષાનો તેમનો રોજીંદો વપરાશ નથી અને છંતા  પણ… પેલું કહે છે ને કે  ‘ફિર ભી દિલ હૈ……. ‘ મિત્રો કલા સાહિત્યને  ક્યાં કોઇ સીમાળા નડ્યા છે? ને ક્યારે ય  નડવાના  છે..??????????)  મિત્રો અબ્દુલ વહીદે શુધ્ધ ગુજરાતી ગઝલો રજૂ કરી  સભામા સૌ ના મનજીતી લીધા હતા ..બિસ્મીલજી ખુદ એક સારા કવિયત્રી છે કાવ્યપઠન દરમ્યાન  આદિલજીનો પડછાયો વાંચી શકાતો હતો. ડો.કમલેશ શાહ એ એમની કૃતિનુ પઠન કર્યુ. ડો.વિવેક ટેલર એક પ્રકૃતિપ્રેમી કવિ છે પણ સાથે સાથે જેમણે એક અલગ કેડી ચાતરી ને ગુજરાતી સાહિત્યને  ખાસ કરી ગઝલ-કાવ્ય ને નેટના માધ્યમથી  દુનિયાના ખોળે મૂક્યુ છે. અશરફભાઇ જે ગુજરાતી સાહિત્ય અકાદમીનો, આઇ.એન.ટી.નો, કલાપી  વગેરે  આવા ઘણા બધા એવોર્ડના માલિક છે.એમનો ગઝલ સંગ્રહ ‘ધબકારાનો વારસ’  ભાવનગર યુનિ.ના અભ્યાસક્રમમા લેવાયો છે.. મધુમતીબેનના  કાવ્યપઠન વગર શિકાગોનો મુશાયરો  સંપૂર્ણ  ગણાતો  નથી.સભાના સંચાલક ડો. રઇશ મણિયાર ગુજરાતી સાહિત્યના ચાહકો અને ભાવકો માટે કોઇ અજાણ્યુ નામ નથી  કે કોઇ શબ્દોના મહોતાજ નથી..અત્રે ઉપસ્થિત મંચાસી તમામ કવિઓએ શ્રોતાઓને ભરપૂર સાહિત્યિક મનોરંજન પીરસ્યુ અને ભાવુક ગુજરાતી આલમે પણ ભારોભાર દાદ આપી કવિઓને પ્રતિસાદ આપ્યો હતો.મિડિયા અને ટેકનોલોજીની મદદથી આદિલસાહેબના કાવ્યપઠનની  વિડીયો ક્લીપ સભામંચ સુધી લાવવાનુ શક્ય બન્યુ અને એ રીતે આદિલસાહેબને  પરોક્ષરીતે માનવાનો શ્રોતાઓને લાભ મળ્યો.

      કાર્યક્રમના અંતમા ડો.ડબાવાલાએ સભાગૃહમા ઉપસ્થિત આશરે ચારસો જેટલી શિકાગોની   સાહિત્ય રસિક જનતાનો, મહેમાન કવિઓનો, આદિલસાહેબના પરિવારજનો આભાર માણ્યો હતો.ડો.રઇશભાઇ અને ડો.વિવેકભાઇ એ દુરદેશાવર મા પણ માભોમના લગાવ અને માતૃભાષાના ચાહકોની મોટી સંખ્યામા હાજરી જોઇને  તેઓની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.  શિકાગો આર્ટ સર્કલના તમામ સભ્યોના અથાગ પરિશ્રમના ફલસ્વરૂપે આખાય  કાર્યક્ર્મને સફળતા મળી.. મુશાયરા ના  કેટલાક અંશ  આપ વાચકો માટે અત્રે પ્રસ્તૃત છે …..

ભાગ- ૧

ભાગ – ૨

ભાગ-૩

ભાગ-૪

ભાગ-૫

ભાગ-૬

ભાગ-૭

ભાગ્-૮

ભાગ-૯

વધુ આવતા અંકે………………………….

કળિયુગના કાલીદાસ..

માર્ચ 14, 2011 પર 9:05 પી એમ(pm) | Posted in મારા વિચારો | Leave a comment

અંક  પહેલો..

મિત્રો  એ સતયુગ  હતો  કે દ્વાપરયુગ કે ત્રેતાયુગ એની  મને ચોક્કસ ખબર નથી  પણ  કવિ  કાલીદાસ  સંસ્કૃતના  વિદ્વાન કવિ હતા  એવુ  આઠમા ધોરણમા ભણતો ત્યારે સંસ્કૃતના  શિક્ષક માનનીય  વાઘેલા સાહેબે ખૂબ ભાર પૂર્વક  શિખવ્યુ  હતુ  અને એની ગુરુદક્ષિણામા  મારે  બંને હાથમા  ચાર ચાર વખત  duster (નિશાળમા લખવા માટેના પાટિયાને લુછવા માટે વપરાતુ સાધન)  ખાવુ  પડેલુ ( ખાવુ પડેલુ એટલે  પીઝા  અને   ટાકોબેલ  કે   સબવે   ખાઇ એ રીતે નહી હોં )  છોડોને યાર  આ બધી અંગત વાતો છે  અને તમે બધા  જાણતા પણ હશો  કે  .. મોટાભાગના  સાહિત્યના  બધા અલગારી  બાવાઓ ના    મૂળ અને ઇતિહાસમા   થોડે ઘણે  અંશે  આવુજ હોય છે ..  મૂળ વાત બાજુ પર રહી ગૈ ..  હું  કાલીદાસની વિદ્વાનતાના સંદર્ભમા વાત નથી કરતો.. પણ   કાલીદાસ કવિ  કહેવાયા  એ પહેલાની વાત છે ..જુના જમાનામા  ઘરમા  બળતણ માટે   ઘરના કોઇ એકાદ વ્યક્તિ એ  રોજ અથવા  એકાંતરે   સીમમા  લાકડા કાપવા જવુ પડતું   એ દિવસે કાલીદાસનો  વારો હતો   અને કાલીદાસ   લાકડા કાપતી વખતે ઝાડની  એ  જ ડાળ કાપતો હતો જે ડાળપર એ  બેઠો  હતો ..ઇતિહાસની આ વાત બહુ જાણીતી છે. ત્યારે એ કવિ ન હતા  એટલે ‘તુ ‘કારીને વાત  કરુ છુ ..  કોઇક બુધ્ધિશાળી જીવાત્માની  નજર પડી અને બૂમ પાડી ..” હે મૂર્ખ…(પહેલા આવી રીતે જ  બોલવાનો રિવાજ  હતો..  હે વત્સ.. ભ્રાતાશ્રી ..  માતાશ્રી  .. પિતાશ્રી..  એ બસ એવુ બધુ .. ) તું જે  ડાળ પર બેઠો છે ને એજ ડાળ કાપી રહ્યો છે .”

અંક બીજો..

મિત્રો આગળની Post  મા  ડો.ચિનુમોદી સાથેના  વાર્તાલાપને  મારા બ્લોગની સામગ્રી બનાવતા બનાવી દીધી .  વાત એમ  હતી કે મારી Post  નુ શીર્ષક જ એવુ  હતુ  કે  ” લખતા  કે વાંચતા કે  બોલતા  પહેલા  જ  વિચાર  કરવો”..  જો તમે મારી Post  પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમા વાંચી હોત તો અવશ્ય જાણી ગયા હોત..  વાત ની  શરુવાતમા  મે  ‘દરિયાપારના  ગઝલસર્જકો’  એ બાબતનો  ઉલ્લેખ કરેલો. જોકે  દરિયાપાર   શબ્દ લખતી વખતે મારા મનમાતો ફક્ત  અમેરિકા બાબતેનોજ ખ્યાલ હતો..    દરિયો ઓળંગીને  આવ્યા એટ્લે   આ બાજુ ..   સાદી ભાષામા  આ પાર  અને પેલી પાર . એવો  તાર્કિક  વિચાર મારા મનમા   હતો   આ વિચાર જો વાચકોને ન સમજાયતો  પૂછપરછ ના કરતા ફરી વિગતે ચર્ચા કરીશુ .. અમેરિકા  આવતા પહેલા જ્યોતિષને  બતાવા ગયેલો અને પૂછ્યુ  હતુ  મહારાજ . .. મારા નસીબમા  પરદેશના   યોગ છે?  તો  તો મહારાજે   કહ્યુ કે ” આમતો તારી કુંડલીમા  દેશનિકાલ  લખેલો છે પણ  હકારાતાત્મક વલનના આધારે   હે વત્સ ..તુ એને   પરદેશગમન  યા તો ફોરેનના યોગમા ખપાવી શકે છે .. “મિત્રો  ખુલાસો આપવામા  વાતો લંબાતી જાય છે  અને મૂળ વાત બાજુ પર  રહી જાય છે ..  એટલે જ્યારે  દરિયાપાર  શબ્દનો  ઉલ્લેખ થયો  ત્યારે હું  આ  પાર  છું   અને બાકીના  બ…ધા   વ્હાલા  વતન     હિન્દુસ્તાનમા છે   એવો મારો  તર્ક  હતો અને  છે ..  પણ  મિત્રો    જ્યાં શબ્દોજ  શ્વાસ,   ધડકન  અને  સરતાજ છે . શબ્દોજ  સર્વેસર્વા  છે ..જ્યારે  કોઇ વાત ગણતરીના  કલાકોમા  દુનિયાભરમા  પોંહચવાની હોય .. અને ચિનુકાકાજેવા  મોભાદાર સાહિત્યકાર  એજ  વિષયનામૂળ  પર   ભાર મૂકી ને  કહેતા હોય કે .. બેટા..  લખતા, વાંચતા  અને બોલતા પહેલા  તો   વિચાર કરવાનો.. જ. .દોસ્તો આટલુ  વાંચ્યા પછી કશી ખબર પડી ?..  ના પડી ને !    બસ એની તો મજા છે ..   બોસ .. પંચ લાઇન  આને કહેવાય .. આ લેખ વાંચતા   વાંચતા કદાચ  બુધવારની બપોરે  વાળા   અશોકભાઇ દવે   મનમા  પરોક્ષ આવે તો મારા જયશ્રીકૃષ્ણ કહેજો.. આમેય અશોકભાઇ  મને ગમતા લેખકો પૈકીના એક છે . હા ..તો  આપણે  વાત કરતા હતા કાલીદાસની ..

અંક ત્રીજો અને છેલ્લો.

એક  ઇ મેલ ગણતરીના  કલાકોમા મળી અને  માહિતગાર કર્યો કે ભરતભાઇ……

ઇ મેલ નં.   ૧

Dear Bharatbhai

Thanks. Enjoyed your fresh creation.

Novel meter: ગાલગા ગાગાગા ગાલગા લગા લગા. New Radif.

I would appreciate your occassional visit to my blog as wel
regards,
X  Y  Z
*********
ઇ મેલ નં ૨   એક કલાક પછી ..
દરિયાપારના  કે   (USA) ના ગુજરાતી સાહિત્યસર્જકોમા અને તેમા પણ   ખાસ કરીને  ગઝલસર્જનમા જનાબ આદિલ સાહેબ પછી  જો કોઇ  નામ લઇ શકાય તો  માત્ર શિકાગોના  રહીશ  ડો. અશરફ ડબાવાલાનુ  નામ  લઇ શકાય
ભરતભાઈ, અહીં ભારતથી દરિયાપાર યુકેમાં દીપક બારડોલીકર અને અદમ ટંકારવી હજી હયાત છે. તમારા ગઝલના મત્લાની મોહકતાથી પ્રેરાઈને મિત્રભાવે ધ્યાન દોરવા માટે જ આ ઈમેલ કર્યો. (એ સિવાય યુકેમાં મહેક ટંકારવી, સિરાજ પટેલ, અહમદ ગુલ જેવા સિનિયર ગઝલકારો છે).
**********
ઇ મેલ નં  ૩
મારો જવાબ   ગણતરીની  મિનિટોમા.
XYZ  સાહેબ
માફ કરજો મારી ભૂલ  છે  પણ  મારો ઇરાદો   લખતી વખતે  ફક્ત  અમેરિકાનેજ ધ્યાનમા  રાખેલુ છે બાકી  અદમ સાહેબ કે જનાબ  બારડોલીર કોઇ શબ્દોના મહોતાજ નથી જ   એવાત  ગુજરાતી સાહિત્ય અને ગઝલ તજજ્ઞો સારી રીતે જાણે છે જ પણ છંતા કોઇ વાતનુ દસ્તાવેજીકરણ થતુ હોય ત્યારે   વાતનુ વજન અને મહત્વ વધી જાય છે .. હું તા.ક.  શબ્દોમા ફેરબદલ કરીનાખુ છુ.. .. અને  આભાર કે આ  બાબતેનુ   ધ્યાન દોરવા બદલ  બાકીતો  વાતનુ વતેસર થતા વાર નથી લાગતી..  ફરીથી ખૂબ ખૂબ આભાર ….
ગયા વરસે ડિસે. મા વડોદરા ગયો ત્યારે અદમસાહેબને   સાંભળવાનો મોકો મળેલો.. રુબરુમા પણ   ખલીલ સાહેબ  અને  રશીદભાઇ એ મુલાકાત કરાવીહતી પણ  કદાચ  અદમ સાહેબને એનુ ધ્યાન ના હોય એમ બની શકે ..

Pl. Visit this

https://bharatdesai.wordpress.com

*************

ઇમેલ નં ૪   બરાબર  ૨૦ મિનીટ  પછી

સાહેબજી 

સુધારો કરી દીધો છે ..  ભવિષ્યમા પણ   આવી ટેકનિકલ  બાબતોમા  ધ્યાન દોરતા રહેશો .. આભાર…
Pl. Visit this

https://bharatdesai.wordpress.com

Bharat Desai

**********

ઇમેલ નં ૫

Dear Bharatbhai
I am delighted that you have taken this friendly suggestion seriously.
It is always a pleasure to read your blog. Convey my regards to Asharafbhai and Madhumatiben – I like reading their creations.
regards
***********

 

મિત્રો   આટલુ   વાંચી ને   કળિયુગના કાલીદાસની  મૂર્ખતા ની  ખબર પડી .તો  ઠીક..   ના પડી તો… મારુ અને તમારુ  નસીબ …  એતો સારુ થયુ કે  વાંચક મિત્રની  વળતી  ઇ મેલ મળી   અને ઉપરથી લાગતી સાવ નાની વાત  સત્યતા અને દસ્તાવેજીકરણના આધારે  કેટલી ગંભીર હતી. એતો મિત્રો  અમે  કવિતા અને  ગઝલના અલગારી બાવાઓ જ જાણીએ.અભાર    વાતનુ મિત્રભાવે  ધ્યાન દોરવા બાબતે . વાત નાની છે પણ   ગંભીર છે  અને જ્યારે  વાતનુ શીર્ષક જ  શબ્દોના  લખાવા વાંચવા કે  બોલવા  પર હોય.. ત્યારેતો ખાસ..Post મા સુધારો કરેલો છે. અને   હા !  બોલો બ્લોગ અને નેટ  જગતની  જય હો.. ..  બાકી  પ્રેસમા છપાવીને  પાંચ પચાસ  નકલો  વંહેચાઇ ગઇ હોત તો..?  મિત્રો  શબ્દોથી નિષ્ઠાવાન છું ને  એટલેજ  નૈતિકતા સ્વીકારી ને   ઉમળકાભેર માફી માગવાનુ પણ  મન થાય છે..  અને   કદાચ તમને થશે કે  યાર  કેવો માણસ છે   હાથે કરીને  … પણ   શું કરું  બસ એતલુજ  કહીશ ..

શબ્દની  જાહોજલાલી  જ્યારથી  સ્પંદન બની
હું ગઝલ નો  થૈ ગયો   એ સંબધની   આડમા

કથાબીજ :  વાંચક  સાથેની  મિત્રતા

કથાનો themes :  હાસ્ય લેખક  અશોક દવે

વિચાર અને  સમજણ: મારા  પોતાના

 

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: