‘સ્પંદન’ ના સ્પંદનો

જુલાઇ 16, 2012 પર 1:58 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા કાવ્યો ને રચનાઓ | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

     મિત્રો,  થોડા વખત પહેલા  ડો. ગુણવંત શાહ  સાહેબનું   લખેલું  ‘બત્રીસે કોઠે દીવા’  નામનુ પુસ્તક વાંચતો હતો.  ગુજરાતી સાહિત્ય લેખનના સીમાળા વટાવી  ચુકેલી ગુણવંતભાઇની  કલમનો જાદુ આપ વાંચક મિત્રો  જાણો છો જ. એકવાર  ગુણવંતભાઇના  લખેલા લેખ,  વાર્તા, આર્ટિકલ, પુસ્તક કે પછી ગમે તે પ્રકારની સાહિત્ય સામગ્રીને  જો તમારી માનસિક તંદુરસ્તી (એટલે  કે રોજિંદી ઘરગૃહસ્તી અને વ્યસાયિક  પળોજણ થી જરા હટકે..)  હોય અને એ સમયમા  ચિંતન પૂર્વક  જે   તે   લેખનો પહેલો કે  લેખના મધ્યમા લખેલો એકાદ paragraph પણ વાંચી નાખો તો બસ … તમારે એ લેખ કે વાંચન સામગ્રીને  વાંચે જ  છુટકો..મિત્રો ..  આ વાત અત્રે  એટલા માટે લખુ  છું કારણકે  મારી આ ગઝલની પ્રથમ પંક્તિ  “એક  નકલી અસ્તિત્વ  અમથું  પોષાયા કરે છે ”  એ  આ ‘બત્રીસે કોઠે  દીવા’   નામના પુસ્તકના જે   તે   લેખના અનુસંધાનમા  લખાયેલી  અક્ષરસહ બેઠી જ પંક્તિ છે.. અને મિત્રો આ પંક્તિ દિલને કંઇક એમ  અડી ગઇ ..   અને  બસ પછી તો મારુ કવિકર્મ  જીદે ચઢ્યુ.. અને  આ ગઝલ લખાઇ ગઇ.. મારી અત્યાર સુધીની સર્જન સફરમા પહેલીજ વાર કંઇક ઠોસ લખવાનો   કે લખાઇ ગયાનો સંતોષ થયો. આ મારું અંગત મંતવ્ય છે. બાકીતો આપ વાંચક મિત્રો જ   ગણત્રીના  કલાકોમા વાતનો અરીસો અને પૂરાવો બની રહેશો.. મુ.ગુણવંતભાઇનું  આ Pic.ગુગલ પરથી લીધેલું છે. મારા અંગત રીતે તેમની સાથેના કોઇપણ જાતના સબંધ કે સંપર્ક  નથી તેથી આપ વાંચકોમા જો કોઇનો સંપર્ક ગુણવંતભાઇ સાથે હોય તો મારી નમ્ર અપીલ અને વિનંતી છે  કે મારી આ Post ની લીંક એમના સુધી પહોચાડશો. અને એમા જરા જેટલું પણ વાંધાજનક લાગેતો  મને તાત્કા. જણાવજો અને એ બાબતે હું અગોતરા માફી પણ માગી  લઉં છું.

ગઝલ

એક  નકલી અસ્તિત્વ  અમથું  પોષાયા કરે છે

ગર્વ  ને  અહંમ  સામસામે  અથડાયા કરે   છે

કાંકરી પ્રલયનો સહારો લઇ પર્વત બની ગઇ

ને   હવે  બસ    ઉંચાઇના   ગીતો ગાયા કરે છે

પૂછતા નર પંડિત થયા ના બોલ્યામા નવે નવ

માનવી સમજ્યો એ દિવસથી અટવાયા  કરે છે

જન્મની  જોડે વસ્તુ મૂકી છે..!  ‘મારાપણા’  ની

તમ’તમારે  દોડ્યા  કરો..! કુદરત  જોયા કરે  છે

મેં ગઝલ વાંચી..! ને તમે દિલ દઇ ને દાદ આપી

સાચું   કહુ   મિત્રો …!!!! ઉંઘ મા પડઘાયા કરે છે

 (કથાબીજ : ડો.ગુણવંત શાહ  ના લખેલા પુસ્તક ‘બત્રીસે કોઠે દીવા’  માંથી )

Advertisements

ગઝલ….

જુલાઇ 7, 2012 પર 2:27 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારા કાવ્યો ને રચનાઓ, મારા વિચારો | 6 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

અબ મૈં રાશનકી  કતારોમે  નઝર  આતા  હું

અપને  ખેતોંસે  બિછડને  કી સજા   પાતા હું

ગઝલ સમ્રાટ જગજીત  સાહેબે  ગાયેલી  ગઝલના   શાયર  જનાબ  ખલીલ ધનતેજવીની  આ ગઝલના  વિચારોની  લગભગ નજીક કહી શકાય… એવા  જ  મતલબનો  મારી  આ  ગઝલનો મત્લા… લખાયો છે …    વતનથી દૂર  રહેવાની  પીડા…. ડાયસ્પોરા સાહિત્ય…અને   ગ્લોબલાઝેશનની આધુનિકતાના  વાગા પહેરીને  ઝગમગાટ  થતા આ જમાનામા પણ  મારા વિચારોની  મર્યાદા કહો કે   રૂઢિચુસ્તતા… પણ  ક્યાંકને ક્યાંક  એ વાત  વખતોવખત  ડોકાયા  કરે છે….  ગીત..ગઝલ..  કવિતા..  લેખન આથવા તો એમ કહી શકાય કે સર્જનાત્મક  દરેક વસ્તુના મૂળમા    સર્જકના  દિમાગમા  ઉદભવતો   પહેલો વિચાર   કાં તો  ઇશ્વરદત્ત હોય  કાં તો પછી   દેખાદેખીનો પણ હોઇ શકે… મિત્રો  આટલી કેફિયત  આપવાનો  મતલબ   એટલોજ    કે  કોપી પેસ્ટના  જમાનામા  હું  પણ વિચારોને  પેસ્ટ કરું  છું  એવો લગીરે વિચાર ના કરતા…   બાકી ગઝલ તમારી સામે છે … શબ્દો  કક્કો બારાખડીની  બહારના ના હોઇ શકે ..   અરે.. હા  ખલીલ  સાહેબ માટે  મારે  કાંઇજ કહેવાનું નથી …  મારા બ્લોગની પ્રસ્તાવના   જ વાંચી લેજો..  આ બધી તો  મારી વાત થઇ..   તમે ગઝલની  મજા  કરોને  યાર….  

 pic. 20 feb.2012 ના રોજ ખલીલ સાહેબના ઘરના   ડ્રોઇંગરૂમમા..  યાકુતપુરા..     વડોદરા 

ગઝલ

શહેરની  ભીડમા   હું  ભળી   ગયો

પણ વતનથી  વિખૂટો  પડી ગયો

વિદુરવાણી   હવે  જર્જરીત   થઇ

હુજુરિયો  આસમાને  ચઢી  ગયો

ચાંદ  ઝાંખો પડ્યો  એ.. જ  કારણે

એમનો  સે.હ્જ  પાલવ  સરી ગયો

દ્રષ્ટિનો ને નજરનો  સુમેળ   જો..!

તું મને..!  ને તને ..હું..! જડી ગયો

વિરહની  વેદના  ક્યાં..ક !સળવળી

દર્દ ‘સ્પંદન’ ગઝલમાં  લખી ગયો

સુનામી…

માર્ચ 15, 2011 પર 1:30 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ:

કેમ ?  મોકલ્યા તેં  મોજાં  સુનામી

અટકળો   ઘણી

પણ … કામ તો  તારું જ  અનામી

જોઇ શકે તો  જો ..

નીકળી   છે    અંહી કેટલી  નનામી

તને….

જરા પણ  શરમ    ના     આવી

અકસ્માત રોજ થાય નહી

એપ્રિલ 1, 2009 પર 6:59 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 4 ટિપ્પણીઓ

મિત્રો, જ્યારે કવિતા,  ગઝલ,  રચના [આ બધા પદ્ય કે કાવ્ય સાહિત્ય ના પ્રકાર છે]  આવુ કશું પણ જાણતો ન હતો….  મારી સર્જન (પ્ર)ક્રિયા ના શરુઆત ના તબ્બકામા  રોજબરોજની  બનતી  વ્યવસાયિક   સામાજિક  ઘટનાઓ    કે  પછી  ગલી-નુક્કડ નાકે  મિત્રો સાથે સાવ ‘બેફીજુલ’ કરેલી જે તે સમયની  મસ્તી, રખડપટ્ટી  કે ચર્ચા ના કારણે  દિમાગમા ઉઠેલા  “કેમિકલ લોચા”   (લગે રહો મુન્નાભાઇ)  ના કારણે.. એ જે હોય તે પણ   વિચારો ને  કાવ્યાત્મક ઢબે   વેગ આપવાના શૂરાતન ના ભાગ રુપે  જે આવડ્યુ   જે લખાયુ  જેમ ગોઠવાયુ..  સાદી ભાષા મા  કહેવુ હોય તો…   ગ    ફ     મ …. બસ લખતો ગયો… પછી ની વાતો  તો હુ આગળ  મારી “સાહિત્યની સફર”  નામના લેખ મા લખી ચુક્યો છું.. ખેર ..મારી એ પૈકી ની એક  રચના……………..

અકસ્માત     રોજ   થતા  નથી   હોતા

જે રોજ  થાય તે અકસ્માત  નથી  હોતા

ભેખ  ધરી  લૈ  લાઠી   હાથ મા  તિરંગો

ખાદી પે’રનારા  બધા  ગાંધી નથી હોતા

ભીડ  તો   હડેડ  જામે  છે  મંદિરો  મહી

આવનારા  બધા  દર્શનાર્થી  નથી  હોતા

ઘણુ  પસ્તાયો  હશે બનાવી ને  ‘એ’ પણ

કાળા માથા ના બધા માનવી  નથી હોતા

રંગ…….. દે……

માર્ચ 9, 2009 પર 1:33 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 2 ટિપ્પણીઓ

બૂરા માનો હોલી હૈ

{ 1 }


ગુસ્સા ના આવેગમા મે  પૂછ્યુ

શું મને  ગાંડો સમજે છે ?

હસતા શરમાતા  મંદ મુસ્કુરાતા શ્રીમતિ  બોલ્યા

“પ્રશ્નાર્થ  નહી    પૂર્ણવિરામ”

{ 2 }

ઢળતી સાંજે  ઓફિસનુ  કામ  રહી ગયુ

ઘરે  પહોંચતા  થોડુ  મોડુ  થઇ    ગયુ

જોરદાર             પવન                ફૂંકાયો

ધૂળ        ની       ડમરી      ઉડવા    માડી

ઝાડ-પાન              હાલવા          લાગ્યા

બારી   થી   બારણાં     ટકરાવા    લાગ્યા

ઘર  મા   પેસતા   જ    અવાજ  આવ્યો

“એ……તો…………..હું…………..છું”

{3 }

એમનો   ક્યાંય   નથી   જોટો   શૂરા   છે   અમારા ‘એ’

ઘર મા વાઘ  ને   બા’ર   બિલ્લી જેવા છે અમારા ‘એ’

યાદ   કરવુ   પડે  એ પ્રેમ  થી   ક્યારે    બોલ્યા   હશે

પડોશ મા ખાસ્સી  હસી ને વાતો કરે છે અમારા  ‘એ’

વાત-વાત મા બાંયો ચઢાવે  ગરોળી  દેખી  દુર ભાગે

શેરી  મા   વીર રસ  ની  વાતો માડે   છે   અમારા ‘એ’

જાય   ભજન   મા    પણ   મન   ભોજન  મા  હોય  છે

માને છે નરસૈયો  પણ સુરદાશ  જેવા છે અમારા ‘એ’

નખશીખ  વાણિયો છે  પસ્તી નોય  હિસાબ  માગે છે

અડપલા   પણ  ગણી-ગણી ને  કરે છે   અમારા ‘એ’

{ 4 }

એની  મજા  જ કૈ  ઔર  છે……..

પહેલા  વરસાદ મા  નાહવાની

જમણ  મા   લાડુ    ખાવાની

કોર્ટ    મા  જીતેલા   દાવાની

એની  મજા  જ કૈ  ઔર  છે……..

એની  મજા  જ કૈ  ઔર  છે……..

મુસાફરી     મા     બારીની

સફર  મા   યુવાન   નારીની

સાસરી મા નટખટ  સાળી ની

એની  મજા  જ કૈ  ઔર  છે……..

એની  મજા  જ કૈ  ઔર  છે……..

માંદગી મા  હસતી  નર્સની

રસ્તે     જડેલા     પર્સની

ભર     ઉનાળે      બર્ફની

એની  મજા  જ કૈ  ઔર  છે……..

વેલૅનટાઇન સ્પેશીયલ

ફેબ્રુવારી 12, 2009 પર 3:25 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 1 ટીકા

મિત્રો,   હિન્દુસ્તાનને  તહેવારો  ના દેશ તરીકે પણ  ઓળખવામા  આવે છે. અને તેમાય ગુજરાત  અને  આપણા ગુજ્જુ ભાઇ-બેનોની તો વાતજ ન્યારી છે… નવરાત્રી….પાછળ લગી દિવાળી…..દિવાળી    પણ  ખાસો અડધો મહિનો ચાલે …..માંડ પોરો ખધો  નખધો …મઠીયા-ફાફડા હજી તો પેટમા અકબંધ છે …ત્યાં તો  સરસ મજાની   ગુલાબી ઠંડી ની શરુઆત થઇ જતી હોય છે..ને વળી પાછુ   ઉધિંયુ   પોંક…….ને વળી પાછી  ઉતરાયણ….{તહેવારમા  ‘મહિમા’ ના નામે  તો ………. } ખેર!    આ બધુ પૂરુ થતા સુઘીમા   ઋતુરાજ   વસંતનો   ધીમા પગલે   પગપેસારો  થઇ ચુક્યો હોય છે. વસંતઋતુ  નુ નામ સાભંળતાજ યુવા દિલો ની ધડકન વધી જાય  સ્વાભાવીક  છે…..નવરાત્રી મા  મળેલી  ‘એ ‘ અને ‘તે’ ની આંખો.. દિવાળી સુધીમા   નિયમાસાર  પ્રિલીમિનરી   પરીક્ષા  પાસ કરી ને  ઉતરાણ સુધી મા  બોર્ડની કે ફાયનલ   Exam.  પણ આપી દેવામા આવી હોય… અને   પરિણામ નો જે દિવસ આવે …….. વરસો પહેલા આ પરિણામ હોળી ધુળેટી મા આવતુ હતુ { મારી આવાતને   નવી કે જુની કોઇ પેઢી  નકારી નહી શકે} પરંતુ છેલ્લા કેટલાક વરસોથી   આ પરિણામ    14   feb.  આવેછે…{દુર દેશાવર  અને ગ્લોબલાઇઝ  થવાની  આતો મજા છે…….}  આમા કશુ   ખોટુ  કે અજુગતુ  નથી   ….જેવી જેની દ્રષ્ટિ  તેવી તેની  સૃષ્ટિ…..  … હા મિત્રો હું વેલૅનટાઇન   ડે  ની વાત કરુ છું. આજ ની મારી આ      વેલૅનટાઇન    સ્પેશીયલ  …..  રચના રજુ કરતા   કિશોરદા ના ગીત ના શબ્દો  યાદ આવે….

વેલૅનટાઇન   સ્પેશીયલ

કોઇ લૌટા દે મેરે   બીતે  હુએ  દિન.

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે

શાંત  પડેલી   લાગણીઓ   ઉભરાય છે

લેણ-દેન નથી શબ્દો ની આપલે  પરંતુ

ઓળખ  વરસો  ની ‘હો એમ વરતાય છે

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે…………

આમ   ‘મોટે’  થી  સાદ  દઇશ તુ મને

ખાલી  મારા  ઘરમા  એ  પડઘાય  છે

વાંકાચૂકા   પથરીલા   એ  પહાડ  પર

એક   પગદંડી   લીલીછંમ   દેખાય છે

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે…………..

.


 

 

 

મંજિલો તો ત્યાં હતી…

ફેબ્રુવારી 7, 2009 પર 7:57 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

મારી લખેલી એક  અછાંદસ રચના…….

મંજિલોતો  ત્યાં  હતી   ને  હું  જ  કૈ   અટવાઇ ગયો

રસ્તાઓ    તો  સાવ  સીધા  હું    જ  કૈ ફંટાઇ ગયો

ઘટા   ઘનઘોર    હતી    તેથી   પડાવ  નાખ્યો  મે

એમની   ‘મોટાઇ’ મા   હું   આખો      ઢંકાઇ   ગયો

એમની    સાથે    ફક્ત    સંબધ     ખાલી   ‘કેમ છો’?

કોણ   જાણે      કેમ  પણ     હું  તરત પંકાઇ  ગયો

સાકી    સુરાહી   જામ    પણ  કારગત ના નીવડ્યા

એમની બસ નજર  પડી ને દરિયાસમ  છલકાઇ ગયો

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: