આદમ થી શેખાદમ સુધી…

ઓગસ્ટ 8, 2011 પર 4:53 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

          મિત્રો, મને ગમતા શાયરો  પૈકીના એક  જનાબ શેખાદમ આબુવાલા…  બોલચાલની ભાષાને ગઝલની નાનકડી પંક્તિમા શણગારવાનું  કામ કરનાર શાયરોમાં શેખાદમ સાહેબનું સ્થાન મોખરે છે એમ કહી શકાય.. જો કે  મને એમને જોવા, મળવાનો કે સાંભળવાનો  મોકો મળ્યો નથી…  આવો   એમની એક ગઝલને માણીયે…

 

 શેખાદમ  આબુવાલા 

માનવી  ને   આ   જગત  આદમથી  શેખાદમ સુધી !

એ   જ   દોરંગી    લડત    આદમથી  શેખાદમ સુધી !

રૂપનું    રંગીન    ગૌરવ,   પ્રેમનો    લાચાર    હાલ-

એ  જ  છે   લાગી  શરત    આદમથી  શેખાદમ સુધી !

મોતને     શરણે    થવામા   સાચવે    છે      રમ્યતા

જિંદગીની    આવડત    આદમથી  શેખાદમ  સુધી !

બુધ્ધિ     થાકી    જાય     તો    લેવો   સહારો    પ્રેમનો

સારી   છે  આ  બૂરી    લત  આદમથી શેખાદમ સુધી !

મોતનું    બંધન,    છતાં     કરતો    રહ્યો   છે   માનવી,

જિંદગીની       માવજત      આદમથી  શેખાદમ સુધી !

(શબ્દ સૌજન્ય: ગુજરાતી પ્રતિનિધિ ગઝલો – સંપાદક:  ચિનુ મોદી)

  (ફોટો સૌજન્ય:  ફેશબુક  આલ્બમ..  “આ છે હિન્દુસ્તાની” )

Advertisements

પૂછવાનું નૈ… કૃષ્ણ દવે

જુલાઇ 25, 2011 પર 4:21 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | 1 ટીકા
ટૅગ્સ: , , ,

           મિત્રો, ગુજરાતી  મુશાયરાના  મંચ પર  જેમણે એક અલગ  ચીલો ચાતર્યો છે…  સાહિત્યની  ઊંડાઇ  અને  ગહન વાતોને  બદલાતા જમાનાની  તાસીરને અનુરૂપ  Sugarcoat   કરીને  સમાજ  અને નવી પેઢી સમજે .. એનું  ચિંતન કરે .. અને  આપણા સંસ્કારો,  આપણી  સભ્યતા અને આપણી ખુદ્દારીનું  મનોવિજ્ઞાન   લોકભોગ્ય બને  એજ હેતુસર  જેમણે    પોતાની સર્જનપ્રવૃતિને   વારંવાર   ચાકળે  ચાઢાવીને   ઘાટ   આપ્યો  છે  અને એક સુંદર સર્જન  સમાજને  આપવાનો સતત પ્રમાણિક પ્રયત્ન કર્યો છે ….  હું વાત કરું છું  એવા એક  સર્જકની .. જેમણે  રિઝર્વબેંકની  crispy   ચલણી નોટો   ગણતા ગણતા  પણ ( વ્યવસાયિક રીતે  રિઝર્વબેંક ના    Cashier  તરીકે  છેલ્લા 29 વરસથી   અમદાવાદમા  સેવા આપી રહ્યા છે)સાહિત્ય અને કવિતાના  વિચારો સ્ફુરે… ને …ત્યારે  મિત્રો.. મારે, તમારે અને  બધાએ…   સંત્રી બની  સાદ  આપવો  પડે…….. સાવધાન…….  ખબરદાર…….    બામુલાહિજા …….. હોંશિયાર………  આપ સૌના  મનોરંજન માટે…….. ખુદના  નિજાનંદ માટે…….   મુશાયરાના  મંચની   શોભા.. એવા   કવિ  અને ગીતકાર  માનનીય  શ્રી. કૃષ્ણ દવે …  પધારી  રહ્યા છે….છે એ….એ…..એ…

કૃષ્ણ દવે  

ગીત ….

 ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,

આપણે તો આવળને બાવળની જાત.

ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!

ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન

નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન

          રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ

             તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !

                                                                           ઉગવાનું   હોય…….

આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?

આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું

 હસવું     જો  આવે   તો હસવું    બેફામ

  અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!

                                                                           ઉગવાનું   હોય…….

ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ?ધરવાનું આપણું જ ધ્યાન

પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન

 દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..

    તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!

                                                                     ઉગવાનું   હોય…….

(વિડીયો સૌજન્ય: શિકાગો આર્ટ સર્કલના   ભંડોળ માંથી)

« અગાઉના પૃષ્ઠ

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: