[E]આશય..

મિત્રો…   ઘણા  લાંબા સમય પછી બ્લોગ પર કામ કરવા બેઠો છું. આગળ જણાવ્યા મુજબ  જિંદગીને  હથેળી મા કેદ કરવાની  આંધળી  દોડ મા હું પણ બસ  ………..       કોઇ કહે છે જિંદગી એક શાસ્ત્ર છે, કોઇ કહે છે જિંદગી એક વિજ્ઞાન છે,  કોઇ કહે છે ગણિત છે  જગત ના બધાજ  તજજ્ઞો અને વિદ્વાનો એ જિંદગી ને જુદા જુદા પ્રકારે મુલવી છે..અને કદાચ બધાજ  પોત પોતાની રીતે સાચા છે….બોલે તેના બોર વેચાય …ને…  ન બોલ્યા મા નવ ગુણ … કદાચ બન્ને વાક્યો  પોત પોતાની રીતે સાચા છે……આત્મસન્માન  અને  અહંમ ની વચ્ચે  ઘણી પાતળી  રેખા હશે..મારુ એવુ અંગત મંતવ્ય  છે…સદી ના મહાનાયક  અમિતાભ બચ્ચન ના અભિનય વાળી એક હિંદી ફિલમ મા અંગ્રેજી  આંકડા  9  અને  6  નો ભેદ  દર્શાવતુ  એક દ્રશ્ય   ચિત્રાંકન   થયેલુ છે.. આ તરફથી જોનાર ને ભલે  એ  9  દેખાતો હોય પરંતુ  સામે થી  જોનાર માટે  એ   6  છે  … આમ  આ તરફ  વાળો સાચો છે અને સામે વાળો પણ સાચો છે  સવાલ માત્ર  એટલો જ છે  એને  ક્યા ખૂણે જોવા મા આવી રહ્યો છે ..ઇશ્વરમા  ગાઢ શ્રધ્ધા રખનારા  મારા મિત્રો પૈકી ના કેટલાક  દર મહિના ની પુનમ કે અમાસે કે પછી ચોથ કે અગિયારસ ના ચોક્કસ દિવસે  યાત્રાધામ કે તીર્થધામ  અચૂક જાય ત્યારે  મજાકમા  [ અહીં એક વાત ની ખાસ નોંધ લેજો  ..જગતમા  મિત્રતા નો જ સબંધ જ એક એવો સબંધ છે  કે જેની સાથે સાચા અર્થ મા  મજાક કરી શકાય ..રસ્તે ચાલતા કે કોઇ અજાણ્યા વ્યક્તિ પર આ અખતરો  કરવા જેવો નથી  ] હું કહેતો  કે ” એવા કેવા કામ  કરો છો કે દર મહિને  ભગવાન પાસે જવું  પડે”  …….સમય જતા કોઇક આત્મસાદ  એવો થયો ને હું પણ આ અલૌકિક નિજાનંદ ની મસ્તી મા જોડાવા  લાગ્યો  ત્યારે હું લોકોને  સામે ચાલી ને કહેતો  કે  “સાલુ  જવાદો ને યાર  હવે આ મારા બધા કામ જ એવા થૈ ગયા છે કે ભગવાન ને યાદ કરવા પડે”….વીતેલા જમાના ના મહાન પાશ્વગાયક  કુદંનલાલ  સાયગલ આજે પણ કોઇ શબ્દોના મહોતાજ નથી ..એમની ગાયકી અને એમનો ચાહકવર્ગ આજે પણ મસ્ત અને અકબંધ છે.. છે… ને છે.. જ  …  કોઇ ચોક્ક્સ  આધાર તો નથી એ વાત નો…. પરંતુ એક  લોકવાયકા  સાયગલ  સાહેબ માટે એવી છે કે  દારુ ના ચકચુર નસા વગર ગાઇ નહતા  શકતા….સાયગલ સાહેબ ની ફલશ્રુતિ  હિન્દુસ્તાન ના સંગીત વારસાને  મુકેશચંદ માથુર નામનો  પાશ્વગાયક મળ્યો ..આ વાત જગજાહેર છે..કદાચ  સાયગલ સાહેબ ના હોત તો મુકેશજી પણ ના હોત…રમાકાંત આચરેકર જેવા ક્રિકેટ ના ઉસ્તાદ  એ સચિન બનાવી શકે  બની ના શકે…  વનડે ક્રિકેટ મા સફળ થયેલા ઘણા ખેલાડીઓ  ટેસ્ટ ક્રિકેટમા  સફળ નથી થૈ શક્યા… મિત્રો..આટલુ લખ્યા પછી  કહેવાનો  આશય ફક્ત એટલોજ છે કે  હિન્દુસ્તાન ની માતૃભૂમિ મા વ્યવસાયીક કેરિયરના પંદર  વરસો સફળતા પૂવર્ક  પુરા કરવા છતાં [મારી માનસિકતા ના આધારે]  અહીં અમેરિકામા  લગભગ દોઢ વરસ પછી પણ હજી  મને ગોઠતું નથી…ગુજરાતી ના પ્રસિધ્ધ શાયર  શોભિત દેસાઇ ના  બે શેર યાદ આવે છે…

મને   ખુદને મળતો હું હજી પણ ત્યાં જ  ઊભો છું

ભર વરસાદે પલળતો હું હજી પણત્યાં જ ઊભો છું

તને બસ  આગળને આગળ સતત જોયા  કરું હું

પ્રયાસો મા કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

શિકાગો થી શરુ થયેલી આ સફર  હવે  ન્યુ જર્શી  પહોંચી છે…

ન્યુ જર્શી ની  મજા ની વાતો…………………………….

હવે  પછી………………..

Advertisements

3 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. Dollar has its own colours… wait for some more time and you will see all of them…

  2. ભરતભાઈ,
    તમારી કથની વાંચી. સાહિત્યિક રીતે નિરુપાયેલું તમારી સંવેદનાનું ચિત્રણ સ્પર્શી ગયું. કંઈક મેળવવા માટે કંઈ ખોવું પડે છે. ઈશ્વરની દુનિયામાં કોઈપણ વસ્તુ કારણ વગર નથી થતી. શું ખોયું એ વિચારવા કરતાં શું મેળવ્યું અથવા શું મળવાનું છે એના વિચાર કરીએ તો વિધેયાત્મક રીતે જીવન જીવી શકાય. ભારતને અમેરિકા ન લવાય કે ન તો અમેરિકાને ભારત લઈ જવામાં સાર છે. તમારા લેખનને ધાર કાઢવા માટે જ કદાચ તમારું અહીં આવવું થયું હશે. તમારી સર્જનયાત્રા ચાલુ રાખશો. બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત. મળતા રહીશું.

  3. માણસ એક જગ્યાએ લાંબો વખત રહે એટલે તેને ભૂલવું અશક્ય છે, જેવી રીતે બાળપણના કે સ્કુલના મિત્રો. તમે જે જૂની ચાદર ઉપર સુવો છો તે ભલે ફાટેલી હોય, તેના ઉપર જે નીંદર આવે તેવી નવી સોનાની ચાદર ઉપર નથી આવવાની. તમે યુવાનીમાં આવી જાંવ તો અમેરિકામાં સેટલ જલ્દી થઇ જવાય. મોટી ઉંમર ખુબ જ તકલીફ પડે. બીજું વર્ષો પહેલાની ઇન્ડિયાની હાલત અને અમેરિકાની હાલતમાં આસમાન જમીનનો ફર્ક છે. મારા એક મિત્ર જે ઇન્ડીયામાં રહે છે તે મને કહે છે કે ઇન્ડિયાના લોકો કરતાં ફોરેનરોને ઇન્ડીયામાં વધારે મોંઘવારી લાગે છે. જેમણે ડોલરની જાહોજલાલી જોઈ છે એ બધા ચાતક પક્ષીની જેમ રાહ જુવે એ સ્વાભાવિક છે.
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.