ગઝલ….

જુલાઇ 7, 2012 પર 2:27 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારા કાવ્યો ને રચનાઓ, મારા વિચારો | 6 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

અબ મૈં રાશનકી  કતારોમે  નઝર  આતા  હું

અપને  ખેતોંસે  બિછડને  કી સજા   પાતા હું

ગઝલ સમ્રાટ જગજીત  સાહેબે  ગાયેલી  ગઝલના   શાયર  જનાબ  ખલીલ ધનતેજવીની  આ ગઝલના  વિચારોની  લગભગ નજીક કહી શકાય… એવા  જ  મતલબનો  મારી  આ  ગઝલનો મત્લા… લખાયો છે …    વતનથી દૂર  રહેવાની  પીડા…. ડાયસ્પોરા સાહિત્ય…અને   ગ્લોબલાઝેશનની આધુનિકતાના  વાગા પહેરીને  ઝગમગાટ  થતા આ જમાનામા પણ  મારા વિચારોની  મર્યાદા કહો કે   રૂઢિચુસ્તતા… પણ  ક્યાંકને ક્યાંક  એ વાત  વખતોવખત  ડોકાયા  કરે છે….  ગીત..ગઝલ..  કવિતા..  લેખન આથવા તો એમ કહી શકાય કે સર્જનાત્મક  દરેક વસ્તુના મૂળમા    સર્જકના  દિમાગમા  ઉદભવતો   પહેલો વિચાર   કાં તો  ઇશ્વરદત્ત હોય  કાં તો પછી   દેખાદેખીનો પણ હોઇ શકે… મિત્રો  આટલી કેફિયત  આપવાનો  મતલબ   એટલોજ    કે  કોપી પેસ્ટના  જમાનામા  હું  પણ વિચારોને  પેસ્ટ કરું  છું  એવો લગીરે વિચાર ના કરતા…   બાકી ગઝલ તમારી સામે છે … શબ્દો  કક્કો બારાખડીની  બહારના ના હોઇ શકે ..   અરે.. હા  ખલીલ  સાહેબ માટે  મારે  કાંઇજ કહેવાનું નથી …  મારા બ્લોગની પ્રસ્તાવના   જ વાંચી લેજો..  આ બધી તો  મારી વાત થઇ..   તમે ગઝલની  મજા  કરોને  યાર….  

 pic. 20 feb.2012 ના રોજ ખલીલ સાહેબના ઘરના   ડ્રોઇંગરૂમમા..  યાકુતપુરા..     વડોદરા 

ગઝલ

શહેરની  ભીડમા   હું  ભળી   ગયો

પણ વતનથી  વિખૂટો  પડી ગયો

વિદુરવાણી   હવે  જર્જરીત   થઇ

હુજુરિયો  આસમાને  ચઢી  ગયો

ચાંદ  ઝાંખો પડ્યો  એ.. જ  કારણે

એમનો  સે.હ્જ  પાલવ  સરી ગયો

દ્રષ્ટિનો ને નજરનો  સુમેળ   જો..!

તું મને..!  ને તને ..હું..! જડી ગયો

વિરહની  વેદના  ક્યાં..ક !સળવળી

દર્દ ‘સ્પંદન’ ગઝલમાં  લખી ગયો

Advertisements

6 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. વાહ ભરતભાઇ….
    પ્રથમ તો,જનાબ ખલીલસાહેબ સાથેની સરસ મુલાકાત માટે અભિનંદન
    અને અહીં પ્રસ્તુત ગઝલ પણ સરસ લખાઇ છે.

    • મહેશભાઇ આભાર.. ખલીલસાહેબ સાથેની વખતોવખતની મુલાકાતો વડોદરામા હતો ત્યાં સુધી તો શક્ય હતી .. હજી પણ વડોદરા જાઉ અને ખલીલસાહેબને ને મળ્યા વગર પાછો આવુ એવુ ના બને…

  2. વાહ ભરભાઈ એકદમ સરસ ગઝલ….મમળાવવનું મન થાય તેવી…

  3. દ્રષ્ટિનો ને નજરનો સુમેળ જો..!

    તું મને..! ને તને ..હું..! જડી ગયો…..સરસ શેર.

  4. ઓહ!!!શું સુંદર ગઝલ ,એક એક અશઆર બેહદ કિંમતી


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.