‘સ્પંદન’ ના સ્પંદનો

જુલાઇ 16, 2012 પર 1:58 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા કાવ્યો ને રચનાઓ | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

     મિત્રો,  થોડા વખત પહેલા  ડો. ગુણવંત શાહ  સાહેબનું   લખેલું  ‘બત્રીસે કોઠે દીવા’  નામનુ પુસ્તક વાંચતો હતો.  ગુજરાતી સાહિત્ય લેખનના સીમાળા વટાવી  ચુકેલી ગુણવંતભાઇની  કલમનો જાદુ આપ વાંચક મિત્રો  જાણો છો જ. એકવાર  ગુણવંતભાઇના  લખેલા લેખ,  વાર્તા, આર્ટિકલ, પુસ્તક કે પછી ગમે તે પ્રકારની સાહિત્ય સામગ્રીને  જો તમારી માનસિક તંદુરસ્તી (એટલે  કે રોજિંદી ઘરગૃહસ્તી અને વ્યસાયિક  પળોજણ થી જરા હટકે..)  હોય અને એ સમયમા  ચિંતન પૂર્વક  જે   તે   લેખનો પહેલો કે  લેખના મધ્યમા લખેલો એકાદ paragraph પણ વાંચી નાખો તો બસ … તમારે એ લેખ કે વાંચન સામગ્રીને  વાંચે જ  છુટકો..મિત્રો ..  આ વાત અત્રે  એટલા માટે લખુ  છું કારણકે  મારી આ ગઝલની પ્રથમ પંક્તિ  “એક  નકલી અસ્તિત્વ  અમથું  પોષાયા કરે છે ”  એ  આ ‘બત્રીસે કોઠે  દીવા’   નામના પુસ્તકના જે   તે   લેખના અનુસંધાનમા  લખાયેલી  અક્ષરસહ બેઠી જ પંક્તિ છે.. અને મિત્રો આ પંક્તિ દિલને કંઇક એમ  અડી ગઇ ..   અને  બસ પછી તો મારુ કવિકર્મ  જીદે ચઢ્યુ.. અને  આ ગઝલ લખાઇ ગઇ.. મારી અત્યાર સુધીની સર્જન સફરમા પહેલીજ વાર કંઇક ઠોસ લખવાનો   કે લખાઇ ગયાનો સંતોષ થયો. આ મારું અંગત મંતવ્ય છે. બાકીતો આપ વાંચક મિત્રો જ   ગણત્રીના  કલાકોમા વાતનો અરીસો અને પૂરાવો બની રહેશો.. મુ.ગુણવંતભાઇનું  આ Pic.ગુગલ પરથી લીધેલું છે. મારા અંગત રીતે તેમની સાથેના કોઇપણ જાતના સબંધ કે સંપર્ક  નથી તેથી આપ વાંચકોમા જો કોઇનો સંપર્ક ગુણવંતભાઇ સાથે હોય તો મારી નમ્ર અપીલ અને વિનંતી છે  કે મારી આ Post ની લીંક એમના સુધી પહોચાડશો. અને એમા જરા જેટલું પણ વાંધાજનક લાગેતો  મને તાત્કા. જણાવજો અને એ બાબતે હું અગોતરા માફી પણ માગી  લઉં છું.

ગઝલ

એક  નકલી અસ્તિત્વ  અમથું  પોષાયા કરે છે

ગર્વ  ને  અહંમ  સામસામે  અથડાયા કરે   છે

કાંકરી પ્રલયનો સહારો લઇ પર્વત બની ગઇ

ને   હવે  બસ    ઉંચાઇના   ગીતો ગાયા કરે છે

પૂછતા નર પંડિત થયા ના બોલ્યામા નવે નવ

માનવી સમજ્યો એ દિવસથી અટવાયા  કરે છે

જન્મની  જોડે વસ્તુ મૂકી છે..!  ‘મારાપણા’  ની

તમ’તમારે  દોડ્યા  કરો..! કુદરત  જોયા કરે  છે

મેં ગઝલ વાંચી..! ને તમે દિલ દઇ ને દાદ આપી

સાચું   કહુ   મિત્રો …!!!! ઉંઘ મા પડઘાયા કરે છે

 (કથાબીજ : ડો.ગુણવંત શાહ  ના લખેલા પુસ્તક ‘બત્રીસે કોઠે દીવા’  માંથી )

Advertisements

એક સાંજ – મધુ રાય સાથે…

જુલાઇ 13, 2012 પર 6:08 પી એમ(pm) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | Leave a comment
ટૅગ્સ: , , ,

મધુ રાય

 મિત્રો,

તમે  ગુજરાતી  સાહિત્યમા  રસ- રૂચિ ધરાવો છો  અને એટલે જ  મારા બ્લોગ પર આવ્યા છો.. એટલી વાત તો પાકી..   ! તો બસ મારા થોડા  સ્વૈચ્છિક સવાલો  ના જવાબો આપો…

 તમારા કોઇ  મિત્રો  ગુજરાતી છે  અને છંતા  ગુજરાતી  સાહિત્યમા રસ નથી  તો પણ  ગુજરાતી ભાષાને  સાંભળીને  સમજી શકે છે?

અને શિકાગો કે   શિકાગોલેંડ (શિકાગોની આજુબાજુનો  પરાં વિસ્તાર શિકાગોલેંડ  તરીકે ઓળખાય છે) ના વિસ્તારમા  છે ?

ગુજરાતી નથી અને ગુજરાતી ભાષાના ચાહક અને ભાવક છે… અને  હા.. અમેરીકાની વ્યવસાયિક રીતભાત પ્રમાણે  એમની અનુકૂળતા  છે?

જો આ બધા સવાલોના જવાબો ‘ હા ‘ હોયતો  મારી આ લીંક,  મારી  આ પોસ્ટ લાગતા વળગતાને  ફોર્વડ કરજો..

અહીં   ઘણા એવા ગુજરાતીઓ છે  કે ઇંડો-પાક ના ભાગલા સમયે  અંગત કારણોસર કરાંચી કે લાહોરમા જઇને વસ્યા… આફ્રિકા અને  આરબ અમીરાતના  દેશોમા પણ વ્યવસાયિક કારણોના ભાગરૂપે કુટુંબ કબીલા સાથે  જાણે અજાણે  હિજરત   કરી ગયા હતા .. અને  હવે ઘણા વખતથી અહીં યુ.એસ. મા  સેટલ થયા છે ..  દોસ્તો.. મને   સટાકચોરે બેસીને ખોતરવાની ગામડાં ગામની આદત  છે ને ….! તેથી  વાતોવાતમા  એમ પણ જાણવા મળ્યુ છે વરસોથી વિદેશી બની ગયેલા  ગુજરાતીઓ  એમના નવા  Generation ને પંદર સત્તર વરસે કે પછી વેકેશનના  ફાજલ સમયમા ગુજરાતી ભાષાના  ક્લાસ કરાવે છે.. મિત્રો એક શેર  યાદ આવે છે … શેર રઇશભાઇની ( રઇશ મણિયાર )   પાસેથી સાંભળેલો છે.. એમનો પોતાનો શેર છે કે કોઇ બીજા શાયરનો તે બાબતે હું અત્યારે ચોક્કસ નથી …   અને એટલે એ શાયરનું નામ નથી લખી શક્તો..  મારા અજ્ઞાન બદલ  આપની અગોતરા  માફી માગી લઉં.. પણ  શેર  આ  પ્રમાણે છે..

મેં તારા નામનો ટહુકો   અહીં છાતીમા  રાખ્યો છે
ભૂંસાવા ક્યાં દીધો કક્કો  હજુ  પાટીમા  રાખ્યો છે
આ મારા વાળ, નખ ને ચર્મ રંગાવા  દીધા  કિંતુ
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમા  રાખ્યો છે

(સૌજન્ય  ડો.ડબાવાલા  ડો.મધુમતી મહેતા  અને શિકાગો આર્ટ સર્કલના સભ્યો દ્વારા)

ગઝલ….

જુલાઇ 7, 2012 પર 2:27 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારા કાવ્યો ને રચનાઓ, મારા વિચારો | 6 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , ,

અબ મૈં રાશનકી  કતારોમે  નઝર  આતા  હું

અપને  ખેતોંસે  બિછડને  કી સજા   પાતા હું

ગઝલ સમ્રાટ જગજીત  સાહેબે  ગાયેલી  ગઝલના   શાયર  જનાબ  ખલીલ ધનતેજવીની  આ ગઝલના  વિચારોની  લગભગ નજીક કહી શકાય… એવા  જ  મતલબનો  મારી  આ  ગઝલનો મત્લા… લખાયો છે …    વતનથી દૂર  રહેવાની  પીડા…. ડાયસ્પોરા સાહિત્ય…અને   ગ્લોબલાઝેશનની આધુનિકતાના  વાગા પહેરીને  ઝગમગાટ  થતા આ જમાનામા પણ  મારા વિચારોની  મર્યાદા કહો કે   રૂઢિચુસ્તતા… પણ  ક્યાંકને ક્યાંક  એ વાત  વખતોવખત  ડોકાયા  કરે છે….  ગીત..ગઝલ..  કવિતા..  લેખન આથવા તો એમ કહી શકાય કે સર્જનાત્મક  દરેક વસ્તુના મૂળમા    સર્જકના  દિમાગમા  ઉદભવતો   પહેલો વિચાર   કાં તો  ઇશ્વરદત્ત હોય  કાં તો પછી   દેખાદેખીનો પણ હોઇ શકે… મિત્રો  આટલી કેફિયત  આપવાનો  મતલબ   એટલોજ    કે  કોપી પેસ્ટના  જમાનામા  હું  પણ વિચારોને  પેસ્ટ કરું  છું  એવો લગીરે વિચાર ના કરતા…   બાકી ગઝલ તમારી સામે છે … શબ્દો  કક્કો બારાખડીની  બહારના ના હોઇ શકે ..   અરે.. હા  ખલીલ  સાહેબ માટે  મારે  કાંઇજ કહેવાનું નથી …  મારા બ્લોગની પ્રસ્તાવના   જ વાંચી લેજો..  આ બધી તો  મારી વાત થઇ..   તમે ગઝલની  મજા  કરોને  યાર….  

 pic. 20 feb.2012 ના રોજ ખલીલ સાહેબના ઘરના   ડ્રોઇંગરૂમમા..  યાકુતપુરા..     વડોદરા 

ગઝલ

શહેરની  ભીડમા   હું  ભળી   ગયો

પણ વતનથી  વિખૂટો  પડી ગયો

વિદુરવાણી   હવે  જર્જરીત   થઇ

હુજુરિયો  આસમાને  ચઢી  ગયો

ચાંદ  ઝાંખો પડ્યો  એ.. જ  કારણે

એમનો  સે.હ્જ  પાલવ  સરી ગયો

દ્રષ્ટિનો ને નજરનો  સુમેળ   જો..!

તું મને..!  ને તને ..હું..! જડી ગયો

વિરહની  વેદના  ક્યાં..ક !સળવળી

દર્દ ‘સ્પંદન’ ગઝલમાં  લખી ગયો

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: