ગઝલ….

માર્ચ 13, 2012 પર 1:58 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

મિત્રો,  કોઇપણ જાતની ભૂમિકા વગર ટૂંકી બહેરની  નવી લખાયેલી

 મારી  એક ગઝલ  આપની સાથે Share  કરું …

ગઝલ 

જે   ગમે…   તે  કરવા દો

ભૈ…. જીવો   ને  જી’વા દો

ક્યાં સુધી બોલ્યા કરશો ?

કંઇ   મને  તો !   કે’વા  દો

શક્યતા   પ્રબળ    નો’તી

તો પછી… એ   રે’વા  દો

સ્વર્ગની    વાતો      કરશું

ખુદ  મને   જઇ  આવા દો

બહુ  મજાનો   છે  ‘સ્પંદન’

આયનામા      જોવા    દો

Advertisements

3 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. ‘જી’વા’, ‘કે’વા’, ‘આવા’ જેવા કાફિયા શા માટે વાપરવા પડ્યા ? જીવવા, કહેવા , આવવા પણ વજન શકત, આ જામતું નથી..
    મારી ભૂલ થતી હોય તો બીજા મિત્રો પ્લીઝ પ્રકાશ પડે.. બાકી ગઝલ ઉમદા થઇ છે,

    વડોદરાની મુલાકાતની વિગતો અને ફોટોગ્રાફ્સ પણ સરસ પોસ્ટ કર્યાં છે.

    • અશોકભાઇ ગઝલનો છંદ આ પ્રમાણે છે.. ગાલગાગા ગાગાગા … અને હવે મત્લાનો ઉલા મિસરામા વપરાયેલ કાફિયા જોશો તો પછી કાંઇ કહેવાનુ રહેશે નહીં… મત્લામા જ કાફિયાની છુટ લેવાઇ ગઇ છે … આભાર…

  2. ટૂંકી બહેરની સરસ ગઝલ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.