આદમ થી શેખાદમ સુધી…

ઓગસ્ટ 8, 2011 પર 4:53 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

          મિત્રો, મને ગમતા શાયરો  પૈકીના એક  જનાબ શેખાદમ આબુવાલા…  બોલચાલની ભાષાને ગઝલની નાનકડી પંક્તિમા શણગારવાનું  કામ કરનાર શાયરોમાં શેખાદમ સાહેબનું સ્થાન મોખરે છે એમ કહી શકાય.. જો કે  મને એમને જોવા, મળવાનો કે સાંભળવાનો  મોકો મળ્યો નથી…  આવો   એમની એક ગઝલને માણીયે…

 

 શેખાદમ  આબુવાલા 

માનવી  ને   આ   જગત  આદમથી  શેખાદમ સુધી !

એ   જ   દોરંગી    લડત    આદમથી  શેખાદમ સુધી !

રૂપનું    રંગીન    ગૌરવ,   પ્રેમનો    લાચાર    હાલ-

એ  જ  છે   લાગી  શરત    આદમથી  શેખાદમ સુધી !

મોતને     શરણે    થવામા   સાચવે    છે      રમ્યતા

જિંદગીની    આવડત    આદમથી  શેખાદમ  સુધી !

બુધ્ધિ     થાકી    જાય     તો    લેવો   સહારો    પ્રેમનો

સારી   છે  આ  બૂરી    લત  આદમથી શેખાદમ સુધી !

મોતનું    બંધન,    છતાં     કરતો    રહ્યો   છે   માનવી,

જિંદગીની       માવજત      આદમથી  શેખાદમ સુધી !

(શબ્દ સૌજન્ય: ગુજરાતી પ્રતિનિધિ ગઝલો – સંપાદક:  ચિનુ મોદી)

  (ફોટો સૌજન્ય:  ફેશબુક  આલ્બમ..  “આ છે હિન્દુસ્તાની” )

2 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. જનાબ શેખાદમ આબુવાલાની બહુજ પ્રખ્યાત ગઝલ……
    તમારી વાત સાથે હું પણ સહમત છું ભરતભાઇ, સરળ ભાષા અને સચોટ વાત એ એમની ગઝલોનું ખાસ જમાપાસું રહ્યું છે.

  2. આદમ એટલે..બસ ખુદાનો આદમી! એમના દોસ્ત હોવું એટલે…બસ બાદશાહી..


Leave a comment

Create a free website or blog at WordPress.com.
Entries and ટિપ્પણીઓ feeds.