ત્યારે એની ખબર પડે છે…

ઓગસ્ટ 29, 2011 પર 3:22 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

     મિત્રો, ગઝલ  વાંચો એ પહેલા   એની પૂર્વભૂમિકા  જાણશો  તો  કદાચ એની Impact  વધારે આવશે ..  ડોલર કમાઇ લેવાની મેરેથોન દોડના ટોળામા  હું  પણ હતો.. જાતનો વાણિયો.. વેપારતો જાણે  અમારો જન્મસિધ્ધ હક્ક..  અમેરિકામા કોઇ ધંધાકીય મોટા સાહસ કરું  એવી  મારી પાસે  ના તો  એવી મૂડી…  ના બુધ્ધિ…  ના તો  હિંમત…તો પછી  બાકી શું  રહ્યુ… મૂળ  આપણો હિન્દુસ્તાની કટલરી સ્ટોર કે  ગલીનુક્કડનો સુધરેલો પાનનો ગલ્લો.. જે અંહી અમેરિકાની ભાષામા Convenient Store   કહેવાય.. એવું નાનકડું સાહસ  લઇ બેઠો.. …. અમેરિકામા કદાચ રોજબરોજનું  હોઇ શકે પણ  મારા જીવનની  એ મોટી  ઘટના …  સાંજનો   ખાસી અવરજવર હોય એવો  સમય હતો…  બે આફ્રિકન Store  મા  Customer તરીકે આવ્યા..   ક્રિકેટના મેદાન પર મેચ  શરુ થતા પહેલા અંપાયર  પીચનુ નિરીક્ષણ  કરે  લગભગ  એ જ  ખૂબી થી બંન્ને શ્ખ્સીયત  ફરીને આખા Storeની   મુલાકાત લઇ લીધી  અને પછી મારી  પાસે Counter સામે આવીને  ઊભા ત્યારે મે અમેરિકન ધંધાકીય   રિવાજ પ્રમાણે  પૂછ્યું ..” You guys need any help..? ” Counter ને લગભગ અડીને  Storeનો  મુખ્ય દરવાજો  હતો .   બસ….    આંખના પલકારામાં એકજણે  Store નો દરવાજો બંધ કર્યો અને બીજાએ એના પેંટના ખિસ્સામાંથી રિવૉલ્વર  કાઢી  મારા કમરના ભાગે રિવૉલ્વર   અડાવીને  રજિસ્ટર ખોલવા માટે કહ્યું…  એણે મને રજિસ્ટર ખોલવાનું કહ્યુ  હતું .. પણ મે   ગલ્લામા હતા એ બધાજ ડોલર  એક પણ ક્ષણના  વિલંબ વગર  એના હાથમાં મૂકી દીધા અને તદઉપરાંત  ગલ્લો (રજિસ્ટર)  બતાવીને કહ્યું  ” Now  I don’t have any more… ” જલ્લાદના મનમા  રામ વસ્યો હશે કે શું ખબર નથી … પણ .. કશી દલીલો વગર એને મને  ટી-શર્ટના  કોલરથી  પકડી  Store ની અંદરના ભાગમા  આવેલી    Pantryમા  … કોઇપણ્ જાતના શારીરિક નુકશાન વગર પૂરી દીધો.. અઢી મિનિટના  આ નાટકીય ખેલમા .. જાન બચી લાખો પાયે.. મિત્રો. જાણકારો.. અને સગાસંબધીઓ ને ક્રમસહ સમયાંતરે જાણ થતી ગઇ.. સરેરાશ બધાનો એકજ  મત કે એમા આટલો હોબાળો મચાવાની જરુર નથી .. આ બધુ અહીં રોજનું છે…  મારો બધાને એક જ જવાબ હતો.. ” જાતને અનુભવ થાય ને! ત્યારે એની ખબર પડે છે …”  મિત્રો.. આજ વાત નવી ગઝલનો  મત્લા થૈ ગયો… બાકી પછીતો કવિકર્મ આવે છે … (ઘટના  Oct. 18.2010 ના દિવસે બની ..આ  ગઝલ  Aug.2011 મા લખાઇ છે ..  વાતો જુની છે પણ!  યાદ તો આવે ને !

ગઝલ

જાતને   અનુભવ   થાય   ને !    ત્યારે  એની  ખબર  પડે  છે

ઘાત   માથેથી    જાય ને !    ત્યારે   એની   ખબર   પડે    છે

બેઉ    ના      સરખા   રંગ    ને     બંન્ને   સરખી     બિરાદરીના

કાગ  –  કોયલ       ટહુકાય ને !   ત્યારે   એની   ખબ ર પડે છે

હોય   બધુ     રાબેતા    મુજબ    એની     તો  ભૈ   મજા  મજા છે

કંઇક     અજુગતું     થઇ   જાય ને !    ત્યારે   એની ખબર પડે છે

તાજ.. ને .. આ.. મુમતાઝ ને ‘લૈલા-મજનું’ ખબર બ..ધી પણ

પ્રેમમાં     દિલ     તરડાય    ને !     ત્યારે     એની   ખબર પડે છે

ખરખરો     કરવા     કોઇ     મૈયતમાં   આપ્યો    રડી     દિલાસો

મોત…ઘરમાં     પડઘાય ને !     ત્યારે    એની   ખબર   પડે છે

ગાલગાગા,   શબ્દો,    વિચારો ,..’સ્પંદન’    પૂરતું   નથી…. પણ

તું    ગઝલમાં      ઠલવાય    ને !   ત્યારે    એની    ખબર   પડે છે

કોઇ થ્રીલ માટે વાત ઉપજાવેલી નથી વાત  સંપૂર્ણ સત્ય છે હા!   Pic. વાતને અનુરુપ ગૂગલ માંથી લીધુ છે 

Advertisements

Old is Gold…

ઓગસ્ટ 16, 2011 પર 7:45 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | Leave a comment
ટૅગ્સ:

      મિત્રો,  સમય સાથે   ‘તાલસેકદમ’ ભરનારો  ભારતવર્ષનો   નાગરિક   ‘Professional World’ ના  કહેવાતા બધા જ  ક્ષેત્રોમા  ક્યાંકને ક્યાંક  પોતાનું સ્થાન  જમાવી ચુક્યો છે…પોતાની  વ્યવસાયિક કારકિર્દી અને કહેવાતા   સારા ભવિષ્યના તમામ મનોરથ પૂરા કર્યા પછી પણ… ક્યાંક  દિલના કોઇ ખૂણામાં  કોઇ વાત ડંખે… ક્યાંક કોઇ વાતની  ખોટ મહેસૂસ થાય..કહેવાતા તમામ ભૌતિક સુખોને મુઠ્ઠીમા બાંધી લીધા પછી પણ … જો એમ થાય કે … “કદાચ મારી ગઇકાલ સારી હતી..”   મને થોડા   શેર યાદ આવે છે….

સાવચેતીથી  કદમ ઉંચકી અને  ચાલ્યા પછી

ક્યાંક પહોંચો  અને છંતાય હાશ કહેવાતુ નથી

ડો. મધુમતી મહેતા

મને ખુદ ને જ મળતો  હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

ને વરસાદે    પલળતો હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

તને  આગળ  ને આગળ હું સતત જોયા   કરુ  અથવા

પ્રયાસોમા  કથળતો    હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

શોભિત  દેસાઇ

આઘા ક્યાં છે સગાસંબધી ક્યાં મિત્રોની ખોટ પડી છે

કિંતુ બસ  એક લીલીસૂકી  લાગણીઓની  ખોટ પડી છે

ખલીલ ધનતેજવી

         મિત્રો, આ તમામ વાતોનો  સંદર્ભ  તો વીતેલી ગઇકાલ અને આંતરિક  મનની શાંતિ ..આ બે વાતો પર આવીને અટકે છે અને આ વાતના એક પ્રયાસરુપે  પણ   નીચે આપેલી આ વીડિયો ક્લીપ  અચૂક  માણવા જેવી છે.. Philadelphia ના  રહીશ,  ગુજરાતી સાહિત્યના ઉંડા  અભ્યાસી અને ભાવક   સૂચિબેન વ્યાસ પોતે પણ  સારા લેખિકા છે.. ટૂંકી વાર્તાઓ અને  એમના લેખો માણવા લાયક હોય છે..જીવનના મર્મની  અને  ગહન વાતો  એ એમના લેખનનું  જમા પાસું  છે … બાકીની વાતો  એમની  અદાકારીમા સાંભળીયે…

વીડિયો સૌજન્ય: ચિરાગ પટેલ  Philadelphia

આદમ થી શેખાદમ સુધી…

ઓગસ્ટ 8, 2011 પર 4:53 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

          મિત્રો, મને ગમતા શાયરો  પૈકીના એક  જનાબ શેખાદમ આબુવાલા…  બોલચાલની ભાષાને ગઝલની નાનકડી પંક્તિમા શણગારવાનું  કામ કરનાર શાયરોમાં શેખાદમ સાહેબનું સ્થાન મોખરે છે એમ કહી શકાય.. જો કે  મને એમને જોવા, મળવાનો કે સાંભળવાનો  મોકો મળ્યો નથી…  આવો   એમની એક ગઝલને માણીયે…

 

 શેખાદમ  આબુવાલા 

માનવી  ને   આ   જગત  આદમથી  શેખાદમ સુધી !

એ   જ   દોરંગી    લડત    આદમથી  શેખાદમ સુધી !

રૂપનું    રંગીન    ગૌરવ,   પ્રેમનો    લાચાર    હાલ-

એ  જ  છે   લાગી  શરત    આદમથી  શેખાદમ સુધી !

મોતને     શરણે    થવામા   સાચવે    છે      રમ્યતા

જિંદગીની    આવડત    આદમથી  શેખાદમ  સુધી !

બુધ્ધિ     થાકી    જાય     તો    લેવો   સહારો    પ્રેમનો

સારી   છે  આ  બૂરી    લત  આદમથી શેખાદમ સુધી !

મોતનું    બંધન,    છતાં     કરતો    રહ્યો   છે   માનવી,

જિંદગીની       માવજત      આદમથી  શેખાદમ સુધી !

(શબ્દ સૌજન્ય: ગુજરાતી પ્રતિનિધિ ગઝલો – સંપાદક:  ચિનુ મોદી)

  (ફોટો સૌજન્ય:  ફેશબુક  આલ્બમ..  “આ છે હિન્દુસ્તાની” )

હું ને મારી ગઝલો..

ઓગસ્ટ 1, 2011 પર 5:41 એ એમ (am) | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , , , ,

           મિત્રો,  વાત  અને  વિડીયો  એકાદ વરસ જુની છે.. યાદો ને  દિલમા અને પ્રસંગોને  કેમેરામા  સાચવવાની  મારી   આદત વરસો જુની છે. અને એમાનું  કંઇક…  ક્યારેક   જીવનનું  સંભારણું બની જાય છે …  ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલાની  કાવ્ય પ્રવૃતિને બિરદાવવા  શિકાગો આર્ટ સર્કલના  કાર્યકરો દ્વારા  તેમના સન્માનમા  આયોજીત   મુશાયરામાં  હું પણ  મંચનો  નાનકડો  હિસ્સો હતો. ગુજરાતી  સાહિત્યના મુશાયરાના મોટા ગઝલકારો, ગીતકારો અને કવિઓ  શ્રી. ચિનુ મોદી,  શ્રી. અનિલ જોષી,  શ્રી. વિનોદ જોષી,  શ્રી. કૃષ્ણ દવે,  ડૉ.શ્યામલ મુન્શી,  સૌમિલ મુન્શી,  આરતી મુન્શી.  નોર્થ અમેરિકન લિટરરી ઍકેડેમીના  પ્રમુખ  શ્રી. રામભાઇ ગઢવી, સાહિત્ય વિવેચક શ્રી.મધુસૂદન કાપડિયા,  જાણીતા વાર્તાકાર શ્રી મધુરાય, લેખિકા   સૂચિબેન  વ્યાસ,  ચંદ્રકાંત શાહ અને  હા.. ડૉ. ડબાવાલાનું  સન્માન હોય અને  જાણીતા કવિયત્રી અને એમના  પત્ની  ડૉ. મધુમતી  મહેતા ના હોય એવુ બને…?  મિત્રો,  આ તમામ  દિગ્ગજ   સાહિત્યકારોની  હાજરીમા  કાવ્યપઠન  કરવાનો અવસર મળ્યો..    આ વાતને સંભારણું  કહેવાય  કે  નહીં ..?  તમે શું કહો છો….?

(1)

બોલુ  ના  ને  મૌન રહું ! તો વાંધો  શું છે ?

તો  ય  તમને  પ્રેમ  કરું ! તો વાંધો શું છે ?

બામુલાજા,  બાઅદબ !  ભૈ વટ  પડતો’તો

સ્વપ્નમા  સુલતાન બનું ! તો વાંધો શું છે ?

કોઇ    સાંજે     મેઘધનુષી    મદહોશીમા

મયકદામા  જામ    ભરું ! તો  વાંધો શું છે ?

ક્યાં  મળે  છે  રોજ  આવા અવસર   યારો

હું  તમારી   જેમ   હસુ !  તો  વાંધો શું છે ?

શબ્દને   શણગારવા  ની   ધુનમા ‘સ્પંદન’

જો ગઝલ  બે ચાર લખું ! તો વાંધો શું છે ?

(2)

હાજરી    હોય   અંહી  જો   તમારી    ફરક તો પડે

હોય    સંગત    સનમ  ની  ગુલાબી ફરક તો પડે

લાગણી,  ભાવના,  યાદ   સુધ્ધા   શમી જાય પણ

બસ  રહી    જાય   કોઇ    નિશાની    ફરક   તો પડે

લો   તમારી   બધી   વાત  માની ગયા પણ…તમે

વાત    ક્યારેક     માનો    અમારી     ફરક    તો પડે

જિંદગી   છે!    બધી     જાતના   ખેલ    કરવા    પડે

તું    બની     જાય     સારો    મદારી   ફરક   તો પડે

એ ગઝલ,   ગીત,   કવિતા   કશું પણ   હશે ચાલશે

શબ્દની     જો     અસર   થાય   ધારી ફરક તો પડે

આપવા   છે   ખુલાસા    વિગતવાર     મારે     તને

જાણકારી     તને    હોય    સાચી      ફરક    તો   પડે

ભરસભામા      ગઝલની     રજૂઆત   જો    તું     કરે

દાદ   ‘સ્પંદન’     મળે    જો   બધાની   ફરક   તો   પડે

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: