પૂછવાનું નૈ… કૃષ્ણ દવે

જુલાઇ 25, 2011 પર 4:21 એ એમ (am) | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | 1 ટીકા
ટૅગ્સ: , , ,

           મિત્રો, ગુજરાતી  મુશાયરાના  મંચ પર  જેમણે એક અલગ  ચીલો ચાતર્યો છે…  સાહિત્યની  ઊંડાઇ  અને  ગહન વાતોને  બદલાતા જમાનાની  તાસીરને અનુરૂપ  Sugarcoat   કરીને  સમાજ  અને નવી પેઢી સમજે .. એનું  ચિંતન કરે .. અને  આપણા સંસ્કારો,  આપણી  સભ્યતા અને આપણી ખુદ્દારીનું  મનોવિજ્ઞાન   લોકભોગ્ય બને  એજ હેતુસર  જેમણે    પોતાની સર્જનપ્રવૃતિને   વારંવાર   ચાકળે  ચાઢાવીને   ઘાટ   આપ્યો  છે  અને એક સુંદર સર્જન  સમાજને  આપવાનો સતત પ્રમાણિક પ્રયત્ન કર્યો છે ….  હું વાત કરું છું  એવા એક  સર્જકની .. જેમણે  રિઝર્વબેંકની  crispy   ચલણી નોટો   ગણતા ગણતા  પણ ( વ્યવસાયિક રીતે  રિઝર્વબેંક ના    Cashier  તરીકે  છેલ્લા 29 વરસથી   અમદાવાદમા  સેવા આપી રહ્યા છે)સાહિત્ય અને કવિતાના  વિચારો સ્ફુરે… ને …ત્યારે  મિત્રો.. મારે, તમારે અને  બધાએ…   સંત્રી બની  સાદ  આપવો  પડે…….. સાવધાન…….  ખબરદાર…….    બામુલાહિજા …….. હોંશિયાર………  આપ સૌના  મનોરંજન માટે…….. ખુદના  નિજાનંદ માટે…….   મુશાયરાના  મંચની   શોભા.. એવા   કવિ  અને ગીતકાર  માનનીય  શ્રી. કૃષ્ણ દવે …  પધારી  રહ્યા છે….છે એ….એ…..એ…

કૃષ્ણ દવે  

ગીત ….

 ઉગાડે   એમ     કદી   ઉગવાનું   નહીં,

આપણે તો આવળને બાવળની જાત.

ઉગવાનું   હોય ત્યારે  પૂછવાનું  નહીં!

ધગધગતા   તડકાના   પેગ  ઉપર  પેગ   અને   ઉપરથી   આખું     વેરાન

નિંરાતે બેસી   જે   ભરચક   પીવેને   એને.. પાલવે  આ  લીલા..  ગુમાન

          રોકે     કદાચ….      કોઇ       ટોકે        કદાચ

             તોયે  મહેફિલથી   કોઇ દિવસ ઉઠવાનું  નહીં !

                                                                           ઉગવાનું   હોય…….

આપણેતો એણી  એ  સમજણ શું રાખવાની, મસ્તીમાં  ખરવું કે ફાલવું ?

આપણાતો લીલાછંમ્ લોહીમા  લખેલું છે  ગમ્મેતે મૌસમમા  મ્હાલવું

 હસવું     જો  આવે   તો હસવું    બેફામ

  અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!

                                                                           ઉગવાનું   હોય…….

ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ?ધરવાનું આપણું જ ધ્યાન

પથ્થરને  માટીના ભૂંસી ભૂંસી ને ભેદ     કરવાનું લીલું તોફાન

 દેખાડે    આમ.. કોઇ     દેખાડે   તેમ ..

    તો ય ધાર્યુ નિશાન  કદી ચૂકવાનું  નહીં!

                                                                     ઉગવાનું   હોય…….

(વિડીયો સૌજન્ય: શિકાગો આર્ટ સર્કલના   ભંડોળ માંથી)

Advertisements

સમજ્યા વગર …ખલીલ ધનતેજવી

જુલાઇ 23, 2011 પર 2:53 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

મિત્રો,   મને  ગમતી ગઝલો પૈકીની એક ગઝલ.. અને  આમ પણ  હું ખલીલ સાહેબ માટે  થોડો વધારે પક્ષપાતી રહ્યો છું .. લાંબી  વાતો કર્યા વગર  આવો સીધી ગઝલને  માણીયે..

ગઝલ….

ખલીલ ધનતેજવી…

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર

કેદ   છું   ભીંતો    વગરના    ઘરમા     હું

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર

સરહદો     સૂની      હશે      તો     ચાલશે

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર

(શબ્દ સૌજન્ય:    ખલીલ  સાહેબના  ગઝલ સંગ્રહ  ‘સારાંશ’   માંથી)


એ પણ સાચું..આ પણ સાચું

જુલાઇ 18, 2011 પર 4:38 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

મિત્રો,  (રાજેશ વ્યાસ)  મિસ્કીન  સાહેબની મને ગમતી ગઝલો પૈકી ની  આ એક ગઝલ  ઘણા વખતથી  બ્લોગ પર મૂકવાનુ વિચારી રહ્યો હતો.. આ  સાચું  અને  આ  ખોટુ..  આ  બાબત ને બયાન  કરવી  હોય તો કદાચ  બહુ સહેલાઇથી   આલેખી  શકાય..  પણ    આ અને   પેલું બેઉ  સાચું  એમ જ્યારે   પ્રતિપાદિત  કરવુ હોય.. ત્યારે સમર્થ   દાવા દલીલોનો  પૂરો  અવકાશ  રહે છે.  મિસ્કીન સાહેબે  આ વાતને   ગઝલમા આબેહૂબ   નિભાવી છે……  બહોત  અચ્છે … મિસ્કીન .. ક્યા..બાત હૈ..


રાતદિવસ  કૈ  લાગે  હરપળ એ પણ સાચું  આ પણ સાચું

અંધારે આ  કેવી ઝળહળ !  એ  પણ સાચું  આ પણ સાચું

ભીતર શું  ય ગયું દેખાઇ ?  ભણતર સઘળું  ગયું ભુલાઇ

કહેતો ફરું છું સૌ ને આગળ  એ પણ સાચું  આ પણ સાચું

અપમાનિત  કે  સમ્માનિત  હો  બેઉ  ખેલ છે  બંને ખોટાં

કાં તો સ્વીકારી લે   હરપળ  એ પણ  સાચું આ પણ સાચું

સપના માંથી જાગ્યો જ્યારે  એ પળમાં મૂંઝાયો   ભારે

અંદર- બાહર  આગળ પાછળ  એ પણ સાચું આ પણ સાચું

કોઇ  ‘કાલ’  મા  શું  બંધાવું ?  કેવળ  ખળખળ વહેતા  જાવું

‘મિસ્કીન’ આનું નામ છે અંજળ..  એ પણ સાચું આપણ સાચું

કોણ અંહી કોનું ને ક્યાં  લગ ?  સઘળું નિશ્ચિત  છંતાય લગભગ

 ‘મિસ્કીન’ એનું નામ છે  અંજળ.. એ પણ સાચું આપણ  સાચું

(શબ્દ સૌજન્ય:  શબ્દ સૂરને મેળે  ગુજરાત સમાચાર  પૂર્તિ)                                                                                                      (ફોટો સૌજન્ય : મિસ્કીન સાહેબના ફેશબુક Profile  માંથી)

મૌસમ હૈ આશિકાના ઐ ..દિલ

જુલાઇ 12, 2011 પર 4:50 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,


         મિત્રો,  ગુજરાતમા લગભગ  બધે  જ   વરસાદનો આરંભ થઇ ચુક્યો છે..   સતત ગરમી અને ઉકળાટ  પછી વાતાવરણમા    ક્રમસહ  ઠંડક અને પ્રકૃતિમા માદકતા પ્રસરી રહી છે.. ભીંજેલી  માટીની સોડમ  હું  હજી પણ  માનસિક રીતે અનુભવી  રહ્યો છું .. ઝરમર  કે ઝાપટા -ઝુપટીનો  વરસતો વરસાદ .. કહેવાતી  હિન્દુસ્તાની  રાજાશાહી.. લારીગલ્લા પરની  ટોળાશાહી   અને .. હું …. તમે … ને  આપણે…  બધા  થોડેઘણે  અંશે    આવી  મૌસમમા   રસ રુચિ  અને  મનગમતી  પ્રવૃતિનો  ખરા  અર્થમા  Enjoy   મેળવવા    આતુર  રહ્યા છે .. મન ગમતી પ્રવૃતિ માટે પણ એક અલગ  પ્રકારની માનસિકતાની .. અલગ  મિજાજની .. અલગ  વાતાવરણની …  સાથી  સંગાથી  વિચારોની  તાલમેલ હોય એવા  મિત્રોની.. આ તમામ માનવસહજ  સ્વભાવની  ખાસિયત છે ..  મિત્રો  વાત પૂરી કરું ..  મારા  Computer Desk  ની બાજુમા  વાગતુ  iPod dock  કોઇ ગીત લહેકારી  રહ્યુ છે….. મૌસમ હૈ  આશિકાના  ઐ ..દિલ .. કહીંસે ઉનકો.. ઐસેમે..ઢૂંઢલાના….

ગીત….મધરાતે      ઝબકીને  બારીમા  જોયું    ત્યાં  સડકો  તો સુની ને ધોધમાર  વર્ષા

ભમ્મરીયા વાદળ..ને..વાદળમા  વીજળીને વીજળીના  તાર  એવા  ચમક્યા

 મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                              તારી.. જ    યાદોના  સણકા ……………………….

દુર  દુર ડાઘિયા બાળ સહજ  રડતા અંધારે  આગિયા  સરનામું  પૂછતા

વડની વડાઇ પર  ઘુવડના  છોરાં.. એ…      રજવાડી    ઠાઠમા રમતા

 મઘમઘતા વાયરા   ભેગા થયાને  પછી  ટોળા  સંગ  વાતોએ     વળગ્યા….

મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                         તારી.. જ    યાદોના   સણકા ………….

દિલની  કોઇ વાત   જાણે ઘૂઘવતા  સાગરમા સુનામી  મોંજા   થઇ   ઉછળી

ભીંજેલી     માટી એ    સોડમ  પ્રસરાવી મારી આંખોની  ઉંઘ   પછી  વણસી

વેણુના નાદસમ…     ઢોલકના  તાલસમ..     મલ્હારી  રાગો જ્યાં   રણક્યા..

મારા ભીતરની  રોમ રોમ

ત્યાર પછી  ભડક્યાતા

                                       તારી.. જ    યાદોના  સણકા ……………………..

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: