મુશાયરો.. શિકાગો શહેરમા ઉજવાયો ગઝલ મહોત્સવ

મે 30, 2011 પર 6:14 એ એમ (am) | Posted in મારા વિચારો | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , , ,

અહેવાલ  :ભરત દેસાઇ (શિકાગો


         શિકાગો આર્ટ સર્કલના નેજા હેઠળ May 7th 2011 ના રોજ ગુજરાતી  સાહિત્ય સર્જનના માઇલસ્ટોન સમા જનાબ ‘આદિલ મન્સૂરી’ ની યાદમા મુશાયરાનુ આયોજન કરવામા આવેલુ. શિકાગોના પરા Elk Grove Village વિસ્તારના એક મોટા ઓડિટોરિયમમા સંપૂર્ણ ગુજરાતી મહોલ વચ્ચે કાર્યક્રમની સમયસર શરૂઆત થઇ હતી. આદિલ સાહેબના પત્ની અને દિકરા એ આ પ્રસંગે  ખાસ હાજરી આપી હતી  તેઓ ન્યુ જર્સી થી  અત્રે  અહીંયા  પધાર્યા હતા. સદર કાર્યક્રમના ખાસ  મહેમાન કવિઓ  ડો.રઇશ મણિયાર અને ડો.વિવેક ટેલર (બંને સુરત) હતા. સ્થાનિક  કવિઓમા શિકાગો આર્ટ સર્કલ ના પરામર્શક અને સર્વેસર્વા  કવિદંપતી ડો.ડબાવાલા અને ડો.મધુમતી મહેતા તથા અબ્દુલ વહીદ‘સોઝ’ ડો.કમલેશ શાહ, ભરત દેસાઇ‘સ્પંદન’ અને સપના વિજાપૂરા એ મંચને  શોભાવ્યો હતો.

        ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની  શરૂઆત કરવા માટે ડો. મધુબેન અને સંસ્થાના  કાર્યકર્ત્રી શ્રીમતી ઉર્મિ બ્રહ્મભટ્ટ શ્રીમતી બિસ્મીલ મન્સૂરી અને સરફરાજ મન્સૂરી ને   (આદિલસાહેબના  ધર્મપત્ની અને પુત્ર) મદદરુપ થયા હતા.ડો. ડબાવાલાએ  પ્રાસંગિક પ્રવચનની સાથે સાથે  આદિલસાહેબની સાથેના મુશાયરાના મંચ પરના જુના સ્મરણોને  વાગોળીને ગુજરાતી  ગઝલ અને સાહિત્યમા આદિલસાહેબે આપેલા યોગદાનની  ભરપૂર પ્રશંસા કરી એ રીતે શબ્દાજંલી  આપી હતી. શિકાગોના મહેમાન અને કવિઓ-કવિયત્રી શ્રીમતી મન્સૂરી, જુનીયર મન્સૂરી, ડો.રઇશભાઇ ડો.વિવેકભાઇ  આ તમામ નુ ફૂલોના ગુલદસ્તાથી  શિકાગો આર્ટ સર્કલ ના જારમાન પ્રતિનીધિઓ  અનુક્રમે ઉર્મિબેન તથા નીશાબેને  હ્યદયપૂર્વક  સ્વાગત  કર્યુ. પારંપરિક ગતિવિધિના અંતે મુશાયરાની  શરૂઆત થઇ.

          મુશાયરાના સંચાલની જવાબદારી કવિશ્રીડો.રઇશભાઇના માથે હતી. ‘અધરી’અને ‘જવાદારી’ વાળી આ  કાર્યપ્રણાલીને રઇશભાઇ એમના રમૂજી મિજાજમા ઢાળી અથથીઇતિ સુધી શ્રોતાઓના  કેન્દ્રસ્થાને રહ્યા.કવિ ભરત દેસાઇ‘સ્પંદન’  મુશાયરાના  પહેલા કવિ આદિલ સાહેબને યાદ કરીને આ મુજબની  પંક્તિઓ રજૂ કરી હતી…..

બધુજ રાબેતા મુજબનુ  લાગશે  મારા વગર પણ..

બે  ઘડી ની ખોટ નક્કી  સાલશે  મારા વગર પણ

દુર દિલથી ક્યાં કદી પણ હું તમારાથી  ગયો  છું

હાજરી મારી તમોને  લાગશે  મારા વગર પણ..

                 ઉપયુક્ત પંક્તિ સાંભળીને શ્રીમતી મન્સૂરી  લાગણીઓને  બાંધી ન શક્યા અને  આંખના ખૂણા ઉભરાઇ આવ્યા હતા..સપના વિજાપૂરા એ તેમની કવિતા અને અછાંદસ રજૂ કર્યા અબ્દુલ વહીદ ‘સોઝ’ (જે કરાંચીના છે પણ  ભાગલા પહેલાં નુ મૂળ વતન  જામનગર હતુ ગુજરાતી ભાષાનો તેમનો રોજીંદો વપરાશ નથી અને છંતા  પણ… પેલું કહે છે ને કે  ‘ફિર ભી દિલ હૈ……. ‘ મિત્રો કલા સાહિત્યને  ક્યાં કોઇ સીમાળા નડ્યા છે? ને ક્યારે ય  નડવાના  છે..??????????)  મિત્રો અબ્દુલ વહીદે શુધ્ધ ગુજરાતી ગઝલો રજૂ કરી  સભામા સૌ ના મનજીતી લીધા હતા ..બિસ્મીલજી ખુદ એક સારા કવિયત્રી છે કાવ્યપઠન દરમ્યાન  આદિલજીનો પડછાયો વાંચી શકાતો હતો. ડો.કમલેશ શાહ એ એમની કૃતિનુ પઠન કર્યુ. ડો.વિવેક ટેલર એક પ્રકૃતિપ્રેમી કવિ છે પણ સાથે સાથે જેમણે એક અલગ કેડી ચાતરી ને ગુજરાતી સાહિત્યને  ખાસ કરી ગઝલ-કાવ્ય ને નેટના માધ્યમથી  દુનિયાના ખોળે મૂક્યુ છે. અશરફભાઇ જે ગુજરાતી સાહિત્ય અકાદમીનો, આઇ.એન.ટી.નો, કલાપી  વગેરે  આવા ઘણા બધા એવોર્ડના માલિક છે.એમનો ગઝલ સંગ્રહ ‘ધબકારાનો વારસ’  ભાવનગર યુનિ.ના અભ્યાસક્રમમા લેવાયો છે.. મધુમતીબેનના  કાવ્યપઠન વગર શિકાગોનો મુશાયરો  સંપૂર્ણ  ગણાતો  નથી.સભાના સંચાલક ડો. રઇશ મણિયાર ગુજરાતી સાહિત્યના ચાહકો અને ભાવકો માટે કોઇ અજાણ્યુ નામ નથી  કે કોઇ શબ્દોના મહોતાજ નથી..અત્રે ઉપસ્થિત મંચાસી તમામ કવિઓએ શ્રોતાઓને ભરપૂર સાહિત્યિક મનોરંજન પીરસ્યુ અને ભાવુક ગુજરાતી આલમે પણ ભારોભાર દાદ આપી કવિઓને પ્રતિસાદ આપ્યો હતો.મિડિયા અને ટેકનોલોજીની મદદથી આદિલસાહેબના કાવ્યપઠનની  વિડીયો ક્લીપ સભામંચ સુધી લાવવાનુ શક્ય બન્યુ અને એ રીતે આદિલસાહેબને  પરોક્ષરીતે માનવાનો શ્રોતાઓને લાભ મળ્યો.

      કાર્યક્રમના અંતમા ડો.ડબાવાલાએ સભાગૃહમા ઉપસ્થિત આશરે ચારસો જેટલી શિકાગોની   સાહિત્ય રસિક જનતાનો, મહેમાન કવિઓનો, આદિલસાહેબના પરિવારજનો આભાર માણ્યો હતો.ડો.રઇશભાઇ અને ડો.વિવેકભાઇ એ દુરદેશાવર મા પણ માભોમના લગાવ અને માતૃભાષાના ચાહકોની મોટી સંખ્યામા હાજરી જોઇને  તેઓની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.  શિકાગો આર્ટ સર્કલના તમામ સભ્યોના અથાગ પરિશ્રમના ફલસ્વરૂપે આખાય  કાર્યક્ર્મને સફળતા મળી.. મુશાયરા ના  કેટલાક અંશ  આપ વાચકો માટે અત્રે પ્રસ્તૃત છે …..

ભાગ- ૧

ભાગ – ૨

ભાગ-૩

ભાગ-૪

ભાગ-૫

ભાગ-૬

ભાગ-૭

ભાગ્-૮

ભાગ-૯

વધુ આવતા અંકે………………………….

Advertisements

3 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

  1. કાશ!!! અમે પણ હાજર હોત ત્યાં| ચાલો ઘરે બેઠા અમને ત્યાં પહોંચાડવા બદલ આભાર

  2. ભરતભાઈ સુંદર અહેવાલ અને રૂબરૂ કરવા બદલ આપનો આભાર!!
    સપના

  3. અહેવાલ વાંચવાની મજા આવી… સાક્ષાત જોઈને વધુ આનંદ થયો…

    આભાર ભરતભાઈ !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.