અકબંધ રાખજે.. કિર્તિકાંત પુરોહિત

એપ્રિલ 23, 2011 પર 6:23 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલ અંતર્ગત એક ગઝલ. તમારી જોડે share  કરી રહ્યો છું. મારા પરદેશી અણગમાના અનુસંધાન અન્વયે  પુરોહિત સાહેબે મને આ ગઝલ સંભાળાવેલી..રુબરુમા કે ટેલીફોનીક વાતચીતમા એ મને બરાબર યાદ નથી.પણ આજે આ ગઝલની વીડિયો  નેટ પર ફરતા ફરતા શબ્દસેતુ ટોરેન્ટો.ના ભંડોળમાથી મળી આવી. શબ્દો.. ગુર્જર કાવ્યધારા.. ની વેબપરથી સીધી જ કોપીપેસ્ટ કરેલી છે..   મારી સાથે  આ ગઝલને તમારા બધા સાથે  share  કરું છું.

http://www.youtube.com/watch?v=EU2iftTTFEs

વિશ્વની     સાથે    ભલે  સંબંધ રાખજે

આંગણે   પાછો     ફરે    પ્રબંધ  રાખજે

જ્યાં   ગુલાંટો   ખાઇ   બેઠા થયા હતા

એ વતનના પ્યારને અકબંધ રાખજે

વિંટળાઈ   જોખમો   પગમાં નડે સદા

તું વિસામા   શોધવાનું    બંધ રાખજે

એનું છે અસ્તિત્વ જો તારી  હયાતિ છે

નાળ   જોડી રાખજે,   અનુબંધ રાખજે

સળવળ્યો માળો થયું ચીં-ચીં બખોલમાં

બારીઓ    ખોલી   હવા   નિર્બંધ રાખજે

દેહ   માટીનો    ઘડો છે   એ   કબૂલ   છે

પણ   ઘડાને   તું     ટકોરાબંધ    રાખજે

‘કીર્તિ’ ને અપકીર્તિ  બે, સિક્કાની બાજુઓ

લોક   ઉછાળે  નહીં,   પ્રતિબંધ રાખજે.

                        કિર્તિકાંત પુરોહિત

વીડિયો સૌજન્ય :શબ્દસેતુ ટોરેન્ટો                           સૌજન્ય:ગુર્જર કાવ્યધારા..a way of talking

Advertisements

બતાવી દે….

એપ્રિલ 21, 2011 પર 8:10 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મિત્રો  ગઝલકાર  કવિ મિત્ર મનહર ગોહિલ  ‘સુમન’ ની એક ગઝલ.. …

ગઝલ

એમ   નૈ   માને  જગત  પરચો બતાવી દે

ભર   બપોરે  સૂર્યને     ઢળતો    બતાવી દે

કર નજરબંધી    નગરના   ચોકની  વચ્ચે

જળ ભરેલા    પાત્રમા   ભળકો  બતાવી દે

શક્યતાનાં   દ્વાર   ખુલ્લાં   હોય    તેથી શું

પહોંચવા    ઇશ્વર સુધી   નકશો બતાવી દે

ભોગ છપ્પન ક્યાં જમે છે  દેવ   પથ્થરના

તું    પ્રભુને    કોળિયો     ભરતો  બતાવી દે

લોક અચરજ પામશે  તારી   કરામતથી

અયનાને    બે ઘડી    રડતો    બતાવી દે

કાવ્યસંપદા..મુંબઇ

એપ્રિલ 16, 2011 પર 11:11 એ એમ (am) | Posted in 1 | Leave a comment
ટૅગ્સ:

મહેફિલે ગઝલ…..

એપ્રિલ 14, 2011 પર 6:58 એ એમ (am) | Posted in 1 | Leave a comment
ટૅગ્સ:

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થઅમેરિકા

રજૂ કરે છે

માહિતી સૌજન્ય:   ટહુકો.કોમ…ઉર્મિસાગર.કોમ….વિજય શાહ(હ્યુસ્ટન)

મુશાયરો…મુ.પો… શિકાગો

એપ્રિલ 14, 2011 પર 6:14 એ એમ (am) | Posted in 1 | Leave a comment
ટૅગ્સ:

આદિલ મન્સૂરી ગઝલ મહોત્સવ…….

કંઇક તો કારણ હશે ?

એપ્રિલ 6, 2011 પર 5:24 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, આદત પ્રમાણે ફરી એકવાર રોજબરોજની બોલચાલની ભાષામા વપરાતા રદિફને લઇને નવી ગઝલ લખાઇ છે. વાંચકો અને ભાવકોના પ્રતિભાવ પર તો લેખક કે સર્જકની  કલમની તંદુરસ્તી નિર્ભર કરતી હોય છે.શબ્દોની ખૂબસુરતી એના લખવાકે એના પ્રયોજનમા નથી પણ શબ્દોની ખૂબસુરતી એ છે કે સાંભળનાર, વાચનાર કે ભાવક પર એની કેટલી અસર ઉપજાવી શકાય છે.બારખડીની બહારનુ કશુંજ નથી.. સદીઓ થી લખાતુ આવ્યુ છે અને લખાય છે છંતા પણ  સર્જકો વધારે ને વધારે સારુ લખાય એવો આગ્રહ રાખે અને મિત્રો… એવો આગ્રહ રાખવા પાછળનું……

કૈક   તો  કારણ હશે ?

તારી    વાતને  નૈ  માનવાનું !  કૈક   તો  કારણ હશે ?

મારી  જીદ  ને  પ્રબળ  થવાનું !  કૈક તો કારણ  હશે ?

હું   કાચો  નથી   શતરંજમા  કે   જંગના    મેદાનમા

પણ   તારા  થકી  હારી જવાનું ! કૈક તો  કારણ હશે ?

આખી વાત નો   આધાર તો મારી જુબાની પર હતો

મોંઢુ   બંધ   મારે   રાખવાનું !   કૈક   તો   કારણ  હશે ?

તમને શું ખબર એની મજા શબ્દો, ગઝલ ને  કાફિયા

મારે   રોજ   લમણા  કૂટવાનું !  કૈક   તો   કારણ હશે ?

વૈભવ  ઠાઠ  ને  જાહોજલાલી   શું?   નથી મારી  કને

‘સ્પંદન’ ને ફકીરી  ઓઢવાનું !  કૈક   તો  કારણ  હશે ?

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: