ગુલછડી..

માર્ચ 23, 2011 પર 8:27 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ:

મિત્રો    મારી આ  ગઝલ  આમતો  તમે   વાંચી ચુક્યા છો.! હિન્દુસ્તાન  છોડીને   જવાના  વિચારો થકી  આ   ગઝલ  ના વિચારોની  પ્રેરણા  મળી હતી  ૨૦૦૭ મા.  અને   અંહી અમેરિકા આવતા પહેલાની બુધસભાની  છેલ્લી બેઠકમા  એને    રજુ   પણ  કરી  હતી. અને ..   બસ ત્યાર પછી …  તો   ખલાસ ! અંહીયા   તો  લગભગ  બધુ જ  on line   એટલે   ..  બાપુ .. અને  જેમના ઘરે મારો ઊતારો  હતો  એ બધા  ગુજરાતી પણ  અંગ્રેજી મા બોલતા  હતા .. .. એકાદ વરસ પહેલાની વાત છે મારે  એક    ગુજરાતી  સાહિત્ય  અકાદમી ને  લગતા  કાર્યક્રમમા  હાજરી  આપવાનો  મોકો  મળેલો   ..કાર્યક્રમનો  એજંડા  હતો .. ‘ ગુજરાતી ભાષાનો  જીર્ણોધ્ધાર..’ સાહેબ…..   મંચ પરથી   આપવામા આવેલા  ભાષણો માંથી દસ માંથી  આઠ ભાષણો   અંગ્રેજીમા હતા..   મને  અદમ સાહેબ   પ્રત્યક્ષ મળ્યાની અનુભૂતિ  ત્યારે થઇ ..(વાતો કેવળ વ્યંગ ખાતર લખી છે)

તું મને પાલવનું ઇંગ્લીશ પૂછ મા

અહીં આંસુ પણ ટિસ્યુથી લૂછાય છે.

યાર..   આડીઅવળી  વાતો કરવામા    મૂળ વાત ભૂલી  જવાય છે ..  પછી  તો   ગુજરાતી   વર્તમાનપત્રોની  સોબત  લગભગ  છ  આઠ મહિના સુધી   નહીવત  થૈ ગઇ.  on line   વાળી  માથાકૂટ   અને  પાછુ   કોમ્પ્યુટરની  બારાખડી  આવડતી  નો’તી  ..   ત્યારે   પાંચ  છ  મહિના પછી  મારા   મિત્રએ   આ   ગુજરાત સમાચારની  સહિયરપૂર્તિનુ   કટીગં  ઇ મેલથી નહી પણ    રેગ્યુલર મેલ વડે મોકલાવ્યુ   (મારા મિત્રો પણ મારા જેવા જ  હોયને ..) ત્યારે ખબર પડી … સાલા મૈં તો———————————————–  બન ગયા.. .. રાજુ બન ગયા  જેટંલમેન ..

Advertisements

મકંરદ મુસળે

માર્ચ 18, 2011 પર 6:58 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,
જોયેલું હું ભૂલી જઉં ને  બોલેલું કંઇ જાણું નૈ
મારું કામ છે ઇશ્વર જેવું મારું કંઇ ઠેકાણું  નૈ

મિત્રો  ગીતો જ્યારે  લોકભોગ્ય બને ત્યારે વખતજતા એ  લોકગીતોમા  રુપાંતર થાય છે ગઝલના શેર જ્યારે લોકભોગ્ય બને ને ત્યારે એ  કહેવતો બની જાય છે. ઉપર લખેલા શેરના  શિલ્પી ગઝલકાર મકરંદ મુસળે જેઓ જન્મે મરાઠી હોવા છંતા એક નક્ષીદાર ગુજરાતી ગઝલકાર છે. મુશાયરાના મંચ પરથી  મકરંદભાઇને સાંભળ્યા પછી એમ લાગે મિત્રો…. કે  ગુજરાતી ભાષાના શબ્દોના  ઉચ્ચારોનું પ્રભુત્વ દુનિયાની બીજી કોઇ પણ ભાષા કરતા  ઘણું ચઢિયાતુ છે. ઉપર લખેલો શેર મને  ખૂબ ગમતો શેર છે .. આવો મિત્રો. મકરંદમુસળે ની  એક ગઝલ માણીએ

 ફોટો મકરંદભાઇના  આલ્બમમાંથી

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં

બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી

મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ

ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી

બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા

જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં

સૌજન્ય :ગુલામ અબ્બાસ ‘નાશાદ’ના  ગઝલરસાસ્વાદ આચમન માંથી

ક્યાંથી લાવશો.ખલીલ ધનતેજવી

માર્ચ 16, 2011 પર 5:01 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, મને ગમતી ગઝલોમાની એક ગઝલ.. જેને મુશાયરાના મંચ પરથી ખલીલસાહેબના  પહાડી  અવાજમા   સાંભળી ચુક્યો છું ..  અને…  મિત્રો  એ  તો  જેમણે ખલીલ સાહેબને  મુશાયરામા સાંભળ્યા હોય ને! તે..નેજ  ખબર..અને  આમેય મારો ખલીલ સાહેબ માટેનો પ્રેમ અને પક્ષપાત એતો જાણીતા છે જ. મારા બ્લોગની પ્રસ્તાવના વાંચશો તો આપોઆપ સમજાઇ  જશે ..”માતૃભાષા મહોત્સવ” ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કવિ સંમેલન વડોદરા તા: ૧૪/૦૩/૨૦૧૧.કાર્યક્રમના  સંચાલક  કવિ શ્રી મકરંદ મુસળેએ  તેમની આગવી  લાક્ષણિકતાથી  શ્રોતાઓને  રસ નીતરતા  અંત સુધી  જકડી રાખેલા.    સિતાંશુ યશશ્ચંદ્ર, ખલીલ ધનતેજવી, હર્ષદ ત્રિવેદી, રશીદ મીર, મકરંદ મુસળે, દિનેશ ડોંગરે ‘નાદાન’ કિર્તિકાંત પુરોહિત,  નીરવ વ્યાસ,  મનહર ગોહિલ ‘સુમન’  રતિલાલ સોલંકી  અને અન્ય કવિઓએ  કાવ્યપઠન દ્વારા  શ્રોતાઓની  ભારોભાર દાદ  મેળવી હતી.  તો આવો મિત્રો ખલીલ સાહેબની  એક  ગઝલને  માણીએ..

માઇક્રોફોન પર  જનાબ ખલીલ ધનતેજવી  તેમના અસલી મિજાજમા

(ફોટો સૌજન્ય:  કવિ શ્રી મકરંદ મુસળે   ના આલ્બમ માંથી)

સુખચેન   તો    કર્તવ્ય   વગર    ક્યાંથી  લાવશો

તમને  દુવા  તો   મળશે   અસર ક્યાંથી લાવશો

બંગલો    તો   ઓછેવત્તે   ગમે   ત્યાં   મળી   જશે

ઘર, ઘર   કહી   શકાય   એ   ઘર ક્યાંથી લાવશો

શત્રુ    તો    ઉઘાડો    છે     છડેચોક            દોસ્તો

મિત્રોને    પારખે  એ    નજર   ક્યાંથી     લાવશો

શંકરની    જેમ   નાગને    મફલર     કરી      શકો

પણ ઝેર પી જવાનું    જિગર    ક્યાંથી    લાવશો

મંજિલ  ‘ખલીલ’  આવશે       રસ્તામા ક્યાંક પણ

સથવારો   હોય  એવી    સફર    ક્યાંથી   લાવશો

ખલીલ સાહેબના  ગઝલસંગ્રહ  ‘સારંશ’ માંથી::::

સુનામી…

માર્ચ 15, 2011 પર 1:30 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ:

કેમ ?  મોકલ્યા તેં  મોજાં  સુનામી

અટકળો   ઘણી

પણ … કામ તો  તારું જ  અનામી

જોઇ શકે તો  જો ..

નીકળી   છે    અંહી કેટલી  નનામી

તને….

જરા પણ  શરમ    ના     આવી

કળિયુગના કાલીદાસ..

માર્ચ 14, 2011 પર 9:05 પી એમ(pm) | Posted in મારા વિચારો | Leave a comment

અંક  પહેલો..

મિત્રો  એ સતયુગ  હતો  કે દ્વાપરયુગ કે ત્રેતાયુગ એની  મને ચોક્કસ ખબર નથી  પણ  કવિ  કાલીદાસ  સંસ્કૃતના  વિદ્વાન કવિ હતા  એવુ  આઠમા ધોરણમા ભણતો ત્યારે સંસ્કૃતના  શિક્ષક માનનીય  વાઘેલા સાહેબે ખૂબ ભાર પૂર્વક  શિખવ્યુ  હતુ  અને એની ગુરુદક્ષિણામા  મારે  બંને હાથમા  ચાર ચાર વખત  duster (નિશાળમા લખવા માટેના પાટિયાને લુછવા માટે વપરાતુ સાધન)  ખાવુ  પડેલુ ( ખાવુ પડેલુ એટલે  પીઝા  અને   ટાકોબેલ  કે   સબવે   ખાઇ એ રીતે નહી હોં )  છોડોને યાર  આ બધી અંગત વાતો છે  અને તમે બધા  જાણતા પણ હશો  કે  .. મોટાભાગના  સાહિત્યના  બધા અલગારી  બાવાઓ ના    મૂળ અને ઇતિહાસમા   થોડે ઘણે  અંશે  આવુજ હોય છે ..  મૂળ વાત બાજુ પર રહી ગૈ ..  હું  કાલીદાસની વિદ્વાનતાના સંદર્ભમા વાત નથી કરતો.. પણ   કાલીદાસ કવિ  કહેવાયા  એ પહેલાની વાત છે ..જુના જમાનામા  ઘરમા  બળતણ માટે   ઘરના કોઇ એકાદ વ્યક્તિ એ  રોજ અથવા  એકાંતરે   સીમમા  લાકડા કાપવા જવુ પડતું   એ દિવસે કાલીદાસનો  વારો હતો   અને કાલીદાસ   લાકડા કાપતી વખતે ઝાડની  એ  જ ડાળ કાપતો હતો જે ડાળપર એ  બેઠો  હતો ..ઇતિહાસની આ વાત બહુ જાણીતી છે. ત્યારે એ કવિ ન હતા  એટલે ‘તુ ‘કારીને વાત  કરુ છુ ..  કોઇક બુધ્ધિશાળી જીવાત્માની  નજર પડી અને બૂમ પાડી ..” હે મૂર્ખ…(પહેલા આવી રીતે જ  બોલવાનો રિવાજ  હતો..  હે વત્સ.. ભ્રાતાશ્રી ..  માતાશ્રી  .. પિતાશ્રી..  એ બસ એવુ બધુ .. ) તું જે  ડાળ પર બેઠો છે ને એજ ડાળ કાપી રહ્યો છે .”

અંક બીજો..

મિત્રો આગળની Post  મા  ડો.ચિનુમોદી સાથેના  વાર્તાલાપને  મારા બ્લોગની સામગ્રી બનાવતા બનાવી દીધી .  વાત એમ  હતી કે મારી Post  નુ શીર્ષક જ એવુ  હતુ  કે  ” લખતા  કે વાંચતા કે  બોલતા  પહેલા  જ  વિચાર  કરવો”..  જો તમે મારી Post  પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમા વાંચી હોત તો અવશ્ય જાણી ગયા હોત..  વાત ની  શરુવાતમા  મે  ‘દરિયાપારના  ગઝલસર્જકો’  એ બાબતનો  ઉલ્લેખ કરેલો. જોકે  દરિયાપાર   શબ્દ લખતી વખતે મારા મનમાતો ફક્ત  અમેરિકા બાબતેનોજ ખ્યાલ હતો..    દરિયો ઓળંગીને  આવ્યા એટ્લે   આ બાજુ ..   સાદી ભાષામા  આ પાર  અને પેલી પાર . એવો  તાર્કિક  વિચાર મારા મનમા   હતો   આ વિચાર જો વાચકોને ન સમજાયતો  પૂછપરછ ના કરતા ફરી વિગતે ચર્ચા કરીશુ .. અમેરિકા  આવતા પહેલા જ્યોતિષને  બતાવા ગયેલો અને પૂછ્યુ  હતુ  મહારાજ . .. મારા નસીબમા  પરદેશના   યોગ છે?  તો  તો મહારાજે   કહ્યુ કે ” આમતો તારી કુંડલીમા  દેશનિકાલ  લખેલો છે પણ  હકારાતાત્મક વલનના આધારે   હે વત્સ ..તુ એને   પરદેશગમન  યા તો ફોરેનના યોગમા ખપાવી શકે છે .. “મિત્રો  ખુલાસો આપવામા  વાતો લંબાતી જાય છે  અને મૂળ વાત બાજુ પર  રહી જાય છે ..  એટલે જ્યારે  દરિયાપાર  શબ્દનો  ઉલ્લેખ થયો  ત્યારે હું  આ  પાર  છું   અને બાકીના  બ…ધા   વ્હાલા  વતન     હિન્દુસ્તાનમા છે   એવો મારો  તર્ક  હતો અને  છે ..  પણ  મિત્રો    જ્યાં શબ્દોજ  શ્વાસ,   ધડકન  અને  સરતાજ છે . શબ્દોજ  સર્વેસર્વા  છે ..જ્યારે  કોઇ વાત ગણતરીના  કલાકોમા  દુનિયાભરમા  પોંહચવાની હોય .. અને ચિનુકાકાજેવા  મોભાદાર સાહિત્યકાર  એજ  વિષયનામૂળ  પર   ભાર મૂકી ને  કહેતા હોય કે .. બેટા..  લખતા, વાંચતા  અને બોલતા પહેલા  તો   વિચાર કરવાનો.. જ. .દોસ્તો આટલુ  વાંચ્યા પછી કશી ખબર પડી ?..  ના પડી ને !    બસ એની તો મજા છે ..   બોસ .. પંચ લાઇન  આને કહેવાય .. આ લેખ વાંચતા   વાંચતા કદાચ  બુધવારની બપોરે  વાળા   અશોકભાઇ દવે   મનમા  પરોક્ષ આવે તો મારા જયશ્રીકૃષ્ણ કહેજો.. આમેય અશોકભાઇ  મને ગમતા લેખકો પૈકીના એક છે . હા ..તો  આપણે  વાત કરતા હતા કાલીદાસની ..

અંક ત્રીજો અને છેલ્લો.

એક  ઇ મેલ ગણતરીના  કલાકોમા મળી અને  માહિતગાર કર્યો કે ભરતભાઇ……

ઇ મેલ નં.   ૧

Dear Bharatbhai

Thanks. Enjoyed your fresh creation.

Novel meter: ગાલગા ગાગાગા ગાલગા લગા લગા. New Radif.

I would appreciate your occassional visit to my blog as wel
regards,
X  Y  Z
*********
ઇ મેલ નં ૨   એક કલાક પછી ..
દરિયાપારના  કે   (USA) ના ગુજરાતી સાહિત્યસર્જકોમા અને તેમા પણ   ખાસ કરીને  ગઝલસર્જનમા જનાબ આદિલ સાહેબ પછી  જો કોઇ  નામ લઇ શકાય તો  માત્ર શિકાગોના  રહીશ  ડો. અશરફ ડબાવાલાનુ  નામ  લઇ શકાય
ભરતભાઈ, અહીં ભારતથી દરિયાપાર યુકેમાં દીપક બારડોલીકર અને અદમ ટંકારવી હજી હયાત છે. તમારા ગઝલના મત્લાની મોહકતાથી પ્રેરાઈને મિત્રભાવે ધ્યાન દોરવા માટે જ આ ઈમેલ કર્યો. (એ સિવાય યુકેમાં મહેક ટંકારવી, સિરાજ પટેલ, અહમદ ગુલ જેવા સિનિયર ગઝલકારો છે).
**********
ઇ મેલ નં  ૩
મારો જવાબ   ગણતરીની  મિનિટોમા.
XYZ  સાહેબ
માફ કરજો મારી ભૂલ  છે  પણ  મારો ઇરાદો   લખતી વખતે  ફક્ત  અમેરિકાનેજ ધ્યાનમા  રાખેલુ છે બાકી  અદમ સાહેબ કે જનાબ  બારડોલીર કોઇ શબ્દોના મહોતાજ નથી જ   એવાત  ગુજરાતી સાહિત્ય અને ગઝલ તજજ્ઞો સારી રીતે જાણે છે જ પણ છંતા કોઇ વાતનુ દસ્તાવેજીકરણ થતુ હોય ત્યારે   વાતનુ વજન અને મહત્વ વધી જાય છે .. હું તા.ક.  શબ્દોમા ફેરબદલ કરીનાખુ છુ.. .. અને  આભાર કે આ  બાબતેનુ   ધ્યાન દોરવા બદલ  બાકીતો  વાતનુ વતેસર થતા વાર નથી લાગતી..  ફરીથી ખૂબ ખૂબ આભાર ….
ગયા વરસે ડિસે. મા વડોદરા ગયો ત્યારે અદમસાહેબને   સાંભળવાનો મોકો મળેલો.. રુબરુમા પણ   ખલીલ સાહેબ  અને  રશીદભાઇ એ મુલાકાત કરાવીહતી પણ  કદાચ  અદમ સાહેબને એનુ ધ્યાન ના હોય એમ બની શકે ..

Pl. Visit this

https://bharatdesai.wordpress.com

*************

ઇમેલ નં ૪   બરાબર  ૨૦ મિનીટ  પછી

સાહેબજી 

સુધારો કરી દીધો છે ..  ભવિષ્યમા પણ   આવી ટેકનિકલ  બાબતોમા  ધ્યાન દોરતા રહેશો .. આભાર…
Pl. Visit this

https://bharatdesai.wordpress.com

Bharat Desai

**********

ઇમેલ નં ૫

Dear Bharatbhai
I am delighted that you have taken this friendly suggestion seriously.
It is always a pleasure to read your blog. Convey my regards to Asharafbhai and Madhumatiben – I like reading their creations.
regards
***********

 

મિત્રો   આટલુ   વાંચી ને   કળિયુગના કાલીદાસની  મૂર્ખતા ની  ખબર પડી .તો  ઠીક..   ના પડી તો… મારુ અને તમારુ  નસીબ …  એતો સારુ થયુ કે  વાંચક મિત્રની  વળતી  ઇ મેલ મળી   અને ઉપરથી લાગતી સાવ નાની વાત  સત્યતા અને દસ્તાવેજીકરણના આધારે  કેટલી ગંભીર હતી. એતો મિત્રો  અમે  કવિતા અને  ગઝલના અલગારી બાવાઓ જ જાણીએ.અભાર    વાતનુ મિત્રભાવે  ધ્યાન દોરવા બાબતે . વાત નાની છે પણ   ગંભીર છે  અને જ્યારે  વાતનુ શીર્ષક જ  શબ્દોના  લખાવા વાંચવા કે  બોલવા  પર હોય.. ત્યારેતો ખાસ..Post મા સુધારો કરેલો છે. અને   હા !  બોલો બ્લોગ અને નેટ  જગતની  જય હો.. ..  બાકી  પ્રેસમા છપાવીને  પાંચ પચાસ  નકલો  વંહેચાઇ ગઇ હોત તો..?  મિત્રો  શબ્દોથી નિષ્ઠાવાન છું ને  એટલેજ  નૈતિકતા સ્વીકારી ને   ઉમળકાભેર માફી માગવાનુ પણ  મન થાય છે..  અને   કદાચ તમને થશે કે  યાર  કેવો માણસ છે   હાથે કરીને  … પણ   શું કરું  બસ એતલુજ  કહીશ ..

શબ્દની  જાહોજલાલી  જ્યારથી  સ્પંદન બની
હું ગઝલ નો  થૈ ગયો   એ સંબધની   આડમા

કથાબીજ :  વાંચક  સાથેની  મિત્રતા

કથાનો themes :  હાસ્ય લેખક  અશોક દવે

વિચાર અને  સમજણ: મારા  પોતાના

 

તું.. વિચારજે ..

માર્ચ 10, 2011 પર 7:57 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 5 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, દરિયાપારના( અંહી ફક્ત  હુ અમેરિકાની વાત કરુ છુ) ગુજરાતી સાહિત્યસર્જકોમા અને તેમા પણ   ખાસ કરીને  ગઝલસર્જનમા જનાબ આદિલ સાહેબ પછી  જો કોઇ  નામ લઇ શકાય તો  માત્ર શિકાગોના  રહીશ  ડો. અશરફ ડબાવાલાનુ  નામ  લઇ શકાય અને મારુ સદભાગ્ય છે કે હું પણ શિકાગોમા જ છું તેથી  ડો. ડબાવાલા સાહેબનું    માર્ગદર્શન તો  મળે છે  જ  પણ સાથે સાથે વખતોવખત  ગુજરાતી સાહિત્યની  દેશ દેશાવર ની  પ્રતિભાશાળી  વ્યક્તિઓને  નજીકથી  જાણવા અને માણવાનું   પણ મારા માટે  શક્ય બન્યુ છે….આભાર  અશરફભાઇ ..

મુશાયરાના મંચ પરથી  મારા કાવ્યપઠન  પછી  દિગ્ગજ   કવિઓ  વડીલ શ્રી. ચિનુમોદી,  કૃષ્ણકાંતદવે,   અનિલભાઇજોશી,  વિનોદજોશી,  ચંદ્રકાંતશાહ,   મધુરાય  અને હા!   અશરફભાઇ અને ડો. મધુમતી મહેતા તો  ખરાજ ..   બધાજ   કવિઓ ની   ભરોભાર દાદ  મળી અને ત્યાર બાદ   કાર્યક્રમના અંતે    ચિનુકાકા સાથેની સામાન્યચર્ચા થકી  મારી સમજણનો નિચોડ  છે  ……ચિનુકાકાએ ખાસ ભારપૂર્વક  એક સર્વસામાન્ય  વાત કહી કે ” જ્યારે તમે  કોઇ પણ ક્ષેત્રમા  નવોદિત ગણાતા હોય ત્યારે  જે  તે ક્ષેત્રની  પ્રતિભાશાળી  કે મોટાનામ ગણાતી    વ્યક્તિઓની નજર  તમારા પર સતત  હોય છે  અને જ્યારે તમે કોઇ એક મુકામ પર પહોંચો ત્યારે .. ત્યારે  મોટા  અને  નવોદિત  આમ બંને  વર્ગની નજર તમારા પર હોય છે …” વાત ફકત એટલીજ કે    લખતા પહેલા..   બોલતા પહેલા..  સો  વખત  વિચાર કરવાનો  ……મિત્રો  પ્રતિભાશાળી  વ્યક્તિઓના   સહવાસની આ તો  મઝા છે. ચિનુકાકા ‘બેટા’  ‘દિકરા’ ના પ્રેમાળ સંબોધન વડે  ઉંડી  અને ગહન વાતને  ખૂબ  સહજતાથી  ચર્ચા દરમ્યાન લઇ આવ્યા અને  એ  વાત  સામાન્ય હતી  પણ  મારા માટે  નવી ગઝલનો  રદિફ  થઇ ને આવી.ચિનુકાકાની  એક સાવ નાની વાત મારા માટે મારી ગઝલનું   કથાબીજ બની ગઇ..  એકજ વાત મગજમા  ઘૂમ્યા કરે

તું .. વિચારજે..

મત્લા છે…

બોલતા  પે’લા  સો વાર તું  વિચારજે

હોય છે શબ્દોમા  ભાર તું વિચારજે

ટોચના શિખરો આવી મને કહી ગયા

છે નજીક પર્વતની ધાર તું વિચારજે

કર હિસાબો!  ને સરવૈયુ નીકળે  પછી

કોણ છે અંહિ  દેવાદાર? તું વિચારજે

કોઇ દુખમા આવી જો તને મદદ કરે

હોય! ઇશ્વરનો  અવતાર? તું વિચારજે

પ્રેમના બાનાખત,  લાગણી બજારમા

શે’ર મા ફાલ્યો  વેપાર  તું વિચારજે

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: