કોને ખબર ?????

ફેબ્રુવારી 8, 2011 પર 6:06 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 9 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, દુનિયાની તમામ માનવજાતિ દ્રઢપણે કુદરતના અસ્તિત્વનો    જુદીજુદી રીતે  સ્વીકાર કરે છે.  નવો જન્મ લેનાર બાળક સ્ત્રી પુરુષના એકાકારના પરિણામ સ્વરુપ  સર્જનહારે સૃષ્ટિને  ભેટ ધરી છે  પરંતુ એમા જીવ.. આત્મા .. અથવા  તો એ માનવ શરીરને ધબકતુ રાખનારુ તત્વ…. આપણે એને  સાદી ભાષામા ભગવાન  કે  ઇશ્વર કે  કુદરત કહેતા હોય છે. માનવીના  મનમા આવેલા વિચારોને વેગ મળવાથી જગતને સારા કે ખોટા વ્યક્તિત્વનો પરિચય થયો છે સારા વિચારોએ જગતને મહાન હસ્તીઓના કર્તવ્યનો અમૂલ્ય વારસો આપ્યો છે  પણ  ખોટા વિચારો થકી….. કહેવાની  જરુર છે ?????????      મિત્રો કહેવાનો તાત્પર્ય એટલોજ  છે કે…     વિચારોના ઉદભવની  આ તમામ પ્રક્રિયાના મૂળમા પેલું   તત્વ  ભાગ ભજવતું હોય છે. કવિ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે એની   પ્રથમ પંક્તિતો હંમેશા   એ કહેવાતા તત્વની જ  દેણ  હોય છે.  હા!  ત્યાર પછી કવિ પોતાનુ કવિકર્મ કરતો હોય એમ બને.    1 st Feb. 2011  ની  એ રાત શિકાગો સહિત અમેરિકાના    ઘણા ખરા  states જેની   અસરમા હતા એવી હિમવર્ષાની ગોઝારીરાત… અને   મારી વ્યવસાયિક ફરજના ભાગરુપે મારે આખીરાત જાગવાનુ હતુ…… કુદરતના એ તાંડવને  રાતભર બારીની બહાર તાંકતો રહ્યો.. બીજા દિવસના સમાચારોએ બાકીની કચાશ પૂરી કરી… હરીફરીને એક જ વિચાર મનમા ઘોળાયા કરતો…. ઘટના  હતી  કે  અવસર? .. …  ઇશ્વર હતો કે પથ્થર?………. અને ફરી પાછો  એ જ માનવસહજ સ્વભાવ…….  ” છોડને  યાર ભરત … શું હતુ ????????…..

કોને ખબર  ??????????

ઘટના  હતી  કે  અવસર? કોને  ખબર

ઇશ્વર  હતો  કે   પથ્થર? કોને  ખબર

એનો   ઇશારો  ના હું  સમજી  શક્યો

પ્રશ્નો   હતા  કે   ઉત્તર? કોને  ખબર

તૂટી જવાના   પ્રસંગની   વાત  છે

બેચાર છે કે સત્તર? કોને ખબર

મહેફિલ મહેંકી ઉઠી  એના થકી

છે હાજરી કે અત્તર? કોને ખબર

તકદીર કો કે મેનત પણ નામ છે

શું છે અહિં બળવત્તર? કોને ખબર

બસ ખાઇ પી ને જલસા બલસા કરો

સ્પંદન પછી મરણોત્તર??? કોને ખબર

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: