મારું શું થશે જાણે…….?

જાન્યુઆરી 21, 2011 પર 5:49 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,   અમેરિકા આવ્યા પછી બરાબર અઢી વરસના લાં..બા.. સમય પછી હિન્દુસ્તાનકીસરઝમી પર  પગ મૂકવાનુ સદભાગ્ય   ગયા વરસે મળેલુ. જેલની સજા ભોગવી રહેલો કેદી મહિના-દોઢમહિના ના પેરોલ પર  છુટીને  પરિવારને  મળવા જતો હોય અને જે  ઉંમગ અને લાગણી દિલમા  સળવળે બસ  એવીજ  ખુશી  મારા દિલોદિમાગ પર  છવાયેલી હતી. વડોદરા પંહોચીને     મિત્રો અને કવિમિત્રોને મળવાનુ  થયા પછી એ જ ઔપચારિક  વાતોનો સીલસીલો શરુ થયો.. ‘ત્યાં તો આમ’ ને ‘અંહિયા તો આમ..’ વગેરે…વગેરે.. કવિમિત્રો   રશીદમીર, કિર્તિકાંત પુરોહિત,  નીરવવ્યાસ, દિનેશ ડોંગરે (નાદાન), ભરત ભટ્ટ(પવન),  ગુલામાબ્બાસ(નાશાદ) આ બધા સાથેની  વખતોવખતની  મુલાકાતો  અને મારા પરદેશી અનુભવોંને  અંતે કવિમિત્રોએ મને મજાક કહ્યુ  કે “યાર ભરત તને ત્યાં અમેરિકામા નથી જ ફાવતુ તો તુ રહ્યો શું કામ… તું ગયોજ શું કામ… ” મે પણ હળવાશમા જવાબ  આપેલો કે “યાર બધા ગયા તો હું પણ ગયો… બધા રહ્યા તો હું પણ રહ્યો.. ” અને  નીરવે    મસ્તીભર્યા મહોલમા એનીજ  એક ગઝલનો શેર  લહેકાર્યો..

વંટોળ થૈ  ઉઠતી    હવાનુ શું થશે જાણે
આગળ જતા આ કાફલાનું શું થશે જાણે….

મિત્રો જોકે નીરવની  આ આખી ગઝલ મને  ગમતી ગઝલો માની એક ગઝલ છે અને ઘણા વખત પહેલા  કવિઓની બેઠકમા સાંભળેલી  ત્યારે  તો ગઝલનો ફક્ત  આનંદ જ  લીધો હતો પણ આ      વખતે  તો  રદિફ દિલને  સ્પર્શી ગયો  મને થયુ  કે કાફલાનું  જે થશે તે   પણ “સાલુ  મારું શું થશે… “દરિયાપાર  વસેલા લગભગ બધાજ ગુજ્જુઓ આજે પણ  શેરી, સોસાયટી, ગલી કે નુક્ક્ડ  પરની  ચા ની લારી કે ટોળી-ટીખળીઓ નો અડ્ડો ગણાતો પાનનો ગલ્લો   હજી આજે પણ ભૂલ્યા નથી.  (જેનો જન્મ અને ઉછેર પરદેશી છે એમની વાત નથી કરતો) વાત  કરુછું એ લોકોની જેમણે જિંદગીનો મોટાભાગ નો સમય ગુજરાતમા કે  પોતાના વતન મા કાઢ્યો છે ….. ગાળ્યો છે….  માણ્યો છે….   રજાના દિવસે કે ચોક્ક્સ વાર-તહેવાર ના દિવસે  ખાણીપીણી મઝા.. ઉત્સવોને  ઉજવવાની  કલા.. કદાચ આપના ગુજરાતીઓમા વિષેશ છે ..  મૂળ વાત પર ફરી  આવી જઇએ  … મિત્રો…… મહિના દોઢ-મહિનાના  કહેવાતા મારા આ પેરોલ  પૂરા થશેની કલ્પના…    ફરી પાછા ઉડીને  દરિયાપાર… ફરી પાછા  ડોલરના  ચક્કર…….ને ..એ..  ફરી  પાછી……. જોબ-બોબના ચક્કરોની આંટાગુટી શરુ  થશે… બસ… બસ.. ત્યારે સાલુ …. મારું શું થે જાણે… .. બસ આજ વાત મારી નવી ગઝલનો રદિફ થૈ ગયો .. મિત્રો, એજ વાત સતત મનમા અથડાયા કરે સાલુ…. આ બધુ… સમજી ગયાને…. ઉપર જણ્યાવ્યુ ને એ બધુ…… (થોડું  જણાવવાનુ બાકી રાખ્યુ છે)   છોડીને જઇશ ત્યારે…….

મારું શું થશે જાણે…. ?

હરઘડીદુ:ખ મને એ સતાવે મારું શું થશે જાણે ?

આવશે યાદ તારી અકાળે મારું શું થશે જાણે ?

જીવતેજીવ તારી બધી વિચિત્રતા નિભાવીશું

જિંદગી  લૈજશે જો જનાજે  મારું શું થશે જાણે ?

સાંજનું એ મિલનતો.. દિવસના જીર્ણોધ્ધાર જેવુ છે

ને અચાનક મળે તું સવારે મારું શું થશે જાણે ?

મેં સતત આંધળી દોડ મૂકીછે, કેવળ પ્રેમની પાછળ

શોધવા તું ફરેછે  બજારે મારું શું થશે  જાણે ?

જેમની એક ઝાંખી તડપ આ સ્પંદન જિંદગી તરસ્યો

…… જ ક્યારેક મળશે મલાજે મારું શું થશે જાણે ?

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: