વાંધો શું છે ?

મે 18, 2010 પર 3:22 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 5 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,     સાવ  સહજ રીતે  રોજેરોજ બોલચાલની ભાષામા  વપરાતા  શબ્દોના   રદિફને લઇને  નવી ગઝલ  લખાઇ છે.  ગઝલ માણો એ પહેલા એક ખુલાસો કરવો જરુરી છે,  (ખાસ કરીને ગઝલના તજજ્ઞો માટે)   ઉકારાંત  કાફિયાને અંતે   અનુંસ્વાર  એ વ્યાકરણની દ્રષ્ટિએ  લખતી વખતે  ધ્યાનમા રાખવુ જરુરી હોય છે  પરંતુ એ જ શબ્દો   કાવ્યાત્મક રીતે જ્યારે   વપરાતા હોય  ત્યારે એ સર્જક્ના પોતાના અંગત વિચારો બની જતા હોય છે એવુ મારુ અંગત મંતવ્ય છે. આ મંતવ્ય  પણ નીવડેલા ગઝલકારોની સાથેની  તંદુરસ્ત ચર્ચાઓ ના અંતે  મારી સમજણ નો નીચોડ છે. સદર ગઝલમા વપરાયેલ કાફિયા  ‘રહું ‘   ‘કરું’   ‘બનું’    ‘ભરું’   આ બધા  છંદની રીતે જોતા  ‘લગા’ ના છંદમા છે,  પરંતુ  ગઝલ ના ભાવ અને  બોલચાલની ભાષાને  ધ્યાનમા  રાખીને જ મે આ બધા જ કાફિયાને  ‘ગા’ ના છંદ મા ઉપયોગ કરેલ છે. કવિકર્મની નૈતિક ફરજ સમજીને આ ખુલાસો આપી રહ્યો છું જેથી   છંદ બાબતે  વાચકોને  કોઇ ગેરસમજનો   અવકાશ ના રહે.. અને છંતા પણ જો… .????????       આવો મિત્રો  ગઝલ ની  મજા  માણીએ …  તમારો   પ્રતિભાવ પણ  આપજો …… આપજો ….ને આપજો …જ .. અને આપશો  ……

તો!   વાંધો શું  છે ?

છંદ  આ પ્રમાણે છે……   ગાલગાગા   ગાલગાગા   ગાગાગાગા….

બોલુ  ના  ને  મૌન રહું ! તો વાંધો  શું છે ?

તો  ય  તમને  પ્રેમ  કરું ! તો વાંધો શું છે ?

બામુલાજા,  બાઅદબ !  ભૈ વટ  પડતો’તો

સ્વપ્નમા  સુલતાન બનું ! તો વાંધો શું છે ?

કોઇ    સાંજે     મેઘધનુષી    મદહોશીમા

મયકદામા  જામ    ભરું ! તો  વાંધો શું છે ?

ક્યાં  મળે  છે  રોજ  આવા અવસર   યારો

હું  તમારી   જેમ   હસુ !  તો  વાંધો શું છે ?

શબ્દને   શણગારવા  ની   ધુનમા ‘સ્પંદન’

જો ગઝલ  બે ચાર લખું ! તો વાંધો શું છે ?

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: