મારા વિચારો..મારી ગઝલ

એપ્રિલ 6, 2010 પર 3:21 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 11 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો.. સાવ સાદા અને   બોલચાલની  ભાષાના શબ્દોમા     લખાયેલી મારી    નવી   ગઝલ…. ફરી  એકવાર તમારી  આગળ   રજુ કરી રહ્યો છું….

ગઝલ

જાહોજલાલી      એમની     ખુદ    એમને    નડી     છે

ધનવાન   લોકોએ  જ   વસિયત    એટલે    લખી છે

સ્વભાવ  નો’તો  પણ   મિત્રો  ફાવી  ગયું   મને  પણ

પૂછે  કશું  પણ  કોઇ  મે  બસ  ‘હા’  જી ‘હા’  કરી  છે

આધાર   ને    કારણ   હતા  નૈ    ખાસ   જિંદગી   ના

જીવી  ગયો  હું  જે   દિવસથી   આ   ગઝલ  મળી  છે

ડૂબે     કિનારા   પર   જહાજો     એ     નસીબ     મારું

હોડી    કચકડાની    તમારી   તો   ય  પણ   તરી  છે

‘સ્પંદન’   મજાથી   વાપર્યુ ને..   એ   જ   તું   કમાયો

બાકી   જીવનના    અંતની   કોને   ખબર   પડી   છે?

Advertisements

11 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

 1. સ્પંદન’ મજાથી વાપર્યુ ને.. એ જ તું કમાયો
  બાકી જીવનના અંતની કોને ખબર પડી છે?

  saras

 2. પરંપરાની શૈલીની સરસ ભાવવાહી રચના.
  ચોથા શૅરમાં હોળી-ની જગ્યાએ હોડી કરવું જોઈએ.

  • ડો.સાહેબ આભાર.. ભૂલ હતી જ… જે ને તરત સુધારીને હોળી ની જગ્યાએ હોડી કરી દીધુ છે

 3. mazaani bhaav vaahi gazal. makta no sher to laajwaab.

 4. ગઝલ માણવી ગમી.

 5. સરસ ગઝલ.

 6. વાહ ! સુંદર ગઝલ !

  ડૂબે કિનારા પર જહાજો એ નસીબ મારું
  હોડી કચકડાની તમારી તો ય પણ તરી છે

  ‘સ્પંદન’ મજાથી વાપર્યુ ને.. એ જ તું કમાયો
  બાકી જીવનના અંતની કોને ખબર પડી છે?

  આ બે શેર તો ખૂબ જ ગમ્યા !

  અભિનંદન !

 7. સોરી ભરતભાઇ જરા મોડું અહિં આવવાનું થયું.

  ત્યાં પણ તમે મસ્તીમાં રહો છો જાણી આનંદ..આનંદ… સરસ ગઝલ બની છે પણ ચોથા શેરનો સાની મિસરા જરા જોઇ જશો.

 8. તમારા બ્લોગની મુલાકાત લીધી.વાંધો શું ગઝલ બરાબર વંચાતી નથી.પણ ગઝલ ખૂબ સરસ થઈ છે..

  ડૂબે કિનારા પર જહાજો એ નસીબ મારું
  હોડી કચકડાની તમારી તો ય પણ તરી છે
  આ ગઝલ પણ સરસ થઈ છે લખતાં રહો
  સપના

 9. Dear bhrat,
  This is govindbhai from chicago.I like your poetry too.Sorry i could not make this time to gazal and shyamal-shaumil progrram.I would like to listen your opening gazal in 7th august in mushaira or ican wait for Tahuko to post it.
  keep up good work. I am proud of you.
  Call me 847-754-7424.
  Thanks
  Govind shah

 10. આપની ગઝલ દિલને અડી ગઈ…!

  ખુબજ સરસ

  કિશોર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.