મારા વિચારો..મારી ગઝલ

એપ્રિલ 6, 2010 પર 3:21 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 11 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો.. સાવ સાદા અને   બોલચાલની  ભાષાના શબ્દોમા     લખાયેલી મારી    નવી   ગઝલ…. ફરી  એકવાર તમારી  આગળ   રજુ કરી રહ્યો છું….

ગઝલ

જાહોજલાલી      એમની     ખુદ    એમને    નડી     છે

ધનવાન   લોકોએ  જ   વસિયત    એટલે    લખી છે

સ્વભાવ  નો’તો  પણ   મિત્રો  ફાવી  ગયું   મને  પણ

પૂછે  કશું  પણ  કોઇ  મે  બસ  ‘હા’  જી ‘હા’  કરી  છે

આધાર   ને    કારણ   હતા  નૈ    ખાસ   જિંદગી   ના

જીવી  ગયો  હું  જે   દિવસથી   આ   ગઝલ  મળી  છે

ડૂબે     કિનારા   પર   જહાજો     એ     નસીબ     મારું

હોડી    કચકડાની    તમારી   તો   ય  પણ   તરી  છે

‘સ્પંદન’   મજાથી   વાપર્યુ ને..   એ   જ   તું   કમાયો

બાકી   જીવનના    અંતની   કોને   ખબર   પડી   છે?

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: