ફરક તો પડે…….

માર્ચ 11, 2010 પર 5:43 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 10 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, ઘણા લાંબા સમય પછી ફરીથી એક ગઝલ લખાઇ છે.  લખવુ  છે ઘણુ પણ  આળસ કહો,  સમયનો અભાવ કહો કે પછી ડોલરની માયા પણ….. છોડો  ને યાર જગ્યા બદલાય,  દેશ બદલાય, વિચારો બદલાય… અરે આખેઆખો  માણસ બદલાઇ જાય …અને જ્યારે પરિવર્તન  આવે અથવા તો પરિવર્તન ની શરુઆત થાય.. તો…….

ફરક તો પડે……

( pinting મારા  family friend  ડો. પરાગ બૂચના   પત્ની   રુપલ બૂચ ની  કલાકારી નો નમૂનો છે )

ગઝલ

હાજરી    હોય   અંહી  જો   તમારી    ફરક તો પડે

હોય    સંગત    સનમ  ની  ગુલાબી ફરક તો પડે

લાગણી,  ભાવના,  યાદ   સુધ્ધા   શમી જાય પણ

બસ  રહી    જાય   કોઇ    નિશાની    ફરક   તો પડે

લો   અમે તો  બધી   વાત  માની ગયા પણ…તમે

વાત    ક્યારેક     માનો    અમારી     ફરક    તો પડે

જિંદગી   છે!    બધી     જાતના   ખેલ    કરવા    પડે

તું    બની     જાય     સારો    મદારી   ફરક   તો પડે

એ ગઝલ,   ગીત,   કવિતા   કશું પણ   હશે ચાલશે

શબ્દની     જો     અસર   થાય   ધારી ફરક તો પડે

આપવા   છે   ખુલાસા    વિગતવાર     મારે     તને

જાણકારી     તને    હોય    સાચી      ફરક    તો   પડે

ભરસભામા      ગઝલની     રજૂઆત   જો    તું     કરે

દાદ   ‘સ્પંદન’     મળે    જો   બધાની   ફરક   તો   પડે

Advertisements

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: