આપણું તો.. એવુ

ઓક્ટોબર 11, 2009 પર 5:30 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,


મિત્રો,   દિપાવલીની   શુભકામનાઓ સાથે  આપસૌનુ બ્લોગ પર ફરી એકવાર  સ્વાગત કરુ છું ..તહેવારોની રાણી દિવાળી અને ગુજરાતી પરંપરા મુજબના નવા બેસતાવર્ષે   આવો    હું… તમે   અને  આપણે….  બધાજ  ભેગામળીને   પરમકૃપાળુ પરમાત્મા અને વિદ્યા, વાણી ને વર્તનની દેવી  મા  સરસ્વતી ને   યાદ કરીને  સાથે ગાઇએ…અને  ગવાયેલા શબ્દો  અક્ષરસહ સાચા પડે  એ માટે   પ્રભુને  હ્યદયપૂર્વક  વિનંતી   કરીએ … અને …. અને….. અને.. .. આપણે નિષ્ઠાવાન પ્રયાસો…

હે માલિક….

તેરે બંદે હમ  ઐસે હો હમારે કરમ

નેકી પર ચલે ઔર બદીસે   ડરે

તાકી હંસતે હુએ  નીકલે   દમ…

ઇતની શક્તિ હમે દેના દાતા

મનકા વિશ્વાસ કમજોર હોના

હમ ચલે નેક રસ્તે પે હમસે

ભૂલકરભી  કોઇ ભૂલ હોના …..

અલ્લાહ તેરો નામ ઇશ્વર તેરો નામ

સબકો સંમતિ દે ભગવાન…

મિત્રો,  ઉપરની પંક્તિઓ વરસો જુની છે, એવુ શક્યજ નથીકે કોઇ  હિન્દુસ્તાની આ પ્રાર્થનાગીતોથી અપરિચિત હોય …  હું તમે ને આપણે બધા વરસોથી સંભળતા આવ્યાછે અને વરસો સુધી સાંભળવાના પણ  છે જ .. પણ  વાત ને  ઘસીટીપી લાંબી એટલા માટે કરુછું કે આ ઘડીએ    આપસૌને  વાંચતા વાંચતા પણ  એક ક્ષણ પૂરતી પણ જો માનસિક  અને આંતરિક શાંતિ  મળે તો પણ આ ગીતોની આત્યારે  તમને    યાદ અપાવી ને  હું મારી જાતને   ધન્ય  ગણીશ.  કદાચ મારા વિચારો   સામે   તમરા મનમા  સવાલો ઉઠે  સ્વાભાવિક છે……. પણ  શું   કરું… બસ  એટલું જ  કહીશ…

આપણુંતો…….એવુ

મન    ને     ગમે   તે   ખરું   આપણુંતો……એવુ

દિલ   જે    કહે    એ    કરું    આપણુંતો……એવુ

મારી  શરત એટલી..  પ્રેમ થી  બોલો   તો !

મસ્તક     ચરણે      ધરું       આપણુંતો……એવુ

તારું    રિસાવું    સહજ    છે અને   આદત  પણ

હું     ક્યાં    સુધી    કરગરું     આપણુંતો……એવુ

મે’માન     યજમાન    ના   ભેદ   ના  સમજાવો

માગ્યું     કદી  નોંતરું ?     આપણુંતો…… એવુ

આ    જિંદગી     ભાર    જેવી    હશે છંતા  પણ

મરવાનુ     કો’    તો   ડરું    આપણુંતો……એવુ

પ્રયત્ન તો  બહુ કર્યા પણ અસર ના થૈ.. તો

ઇશ્વર     કરે     તે      ખરું     આપણુંતો……એવુ

ખાલીપણું     હદ     વટાવી      ગયું છે ‘સ્પંદન’

તું     જે    કહે     તે     ભરું     આપણુંતો……એવુ

વિચાર બીજ  :  પ્રસિધ્ધ લેખક અને નાટ્યકાર શ્રી મધુરાયના નાટકના શીર્ષક ઉપરથી
Advertisements

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: