બનવાજોગ છે……

જુલાઇ 27, 2009 પર 5:15 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,  સાવ નવીનક્કોર  ગઇકાલે જ  લખાયેલી…કદાચ  લખાયેલી એમ કહું  એના  કરતા એમ કહું કે ગઇકાલે પૂરી થયેલી  ગઝલ આપની  આગળ રજુ કરું. ગઝલના  બધા  શેર  પંદર થી વીસ દિવસના  ગાળામા  ત્રણ  ચાર દિવસોના સમયાતંરે લખાયેલા છે પરંતુ મત્લાના શેરનો  શાનીમિશ્રા બાબતે વિચાર કરતા સારોએવો  સમય  લાગ્યો.. કારણકે  કોઇ વિચાર ગઝલના  માળખામા મને સંતોષ થાય એ રીતે  ફીટ બેસતો ન હતો.. ને ગઇકાલે  અચાનક  થયુ એવું  ………..છોડો ને  યાર…….. ગઝલની  મજા કરો ને……….

CAH1O46HCARSIC1QCAML69IQCAY8Q6YXCAUWP1WWCAUWFZVHCAURYTF4CAQ4RFNRCA6G8T0QCAB5JL57CAH8EP7YCAY5MFY9CACNIYWACAFEQKUBCAXZZEJ4CA1C126PCABTQVQ3CA2OCDEHCA45SQVE

ગઝલ

અટકળો    સાવ     ખોટી  પડે  બનવાજોગ  છે

બસ !  નજર કોઇ ઘાયલ  કરે બનવાજોગ છે

લે   હવે    એકપણ   શબ્દ   બોલું  તો   કે’મને

મૌન    મારું    સતાવે    તને   બનવાજોગ છે

વાત  માં  તથ્ય  કૈ  નોં’તુ  ના હતુ પ્રમાણ કૈ

લોક   ચર્ચા   કરે       ચોતરે     બનવાજોગ છે

એ..   હવે  કોઇ  સામે    દલીલો   કરતા નથી

એમની   ભૂલ  સમજ્યા  હશે  બનવાજોગ છે

ચાર  શબ્દો લખી જાતને  ગાલિબ ના  સમજ

રોજ  ‘સ્પંદન’  નવા અવતરે    બનવાજોગ છે

Advertisements

સર્જકો સાથે….

જુલાઇ 26, 2009 પર 1:51 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,  ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા ના ઉપક્રમે     જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા.કાર્યક્રમનું સંચાલન  હાસ્ય લેખક માનનીય હરનીશભાઈ જાની એ  સંભાળ્યું હતું.કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય)રજુ કરી હતી.આ કાર્યક્રમમા   હરનીશભાઇના  આમંત્રણ ની બદૌલત મને પણ  અવસર મળ્યો સર્જકોને સાંભળવાનો  અને   મારી કૃતિ  રજુકરવાનો. હરનીશભાઇ એમના  રમુજી સ્વભાવના કારણે જાણીતા  છે જ પરંતુ એજ રમુજને  ખૂબ સહજતાથી  વાતોમા લાવીને   લોકભોગ્ય બનાવવાની હ્યુમર  દાદ માગીલે તેવી છે. આ  કાર્યક્રમનુ  વિડીયો  રેકોડિંગ  ચિરાગ પટેલે કર્યુ છે. અહીં  મારી વિડીયોની લીંક  મૂકી છે પરંતુ સાથે સાથે ડો.મણીલાલ  અને  સૂચીબેન  વ્યાસ ની વિડીયો ક્લીપને તમારા સુધી પહોંચાડવા ની  માનસિકતાને  ન રોકી ના  શક્યો આમેય વતન કે ગામ બાબતે હું થોડો  વધારે પક્ષપાતી રહ્યો છું (દરેકને પોતાના વતન કે ગામ બાબતે લગાવ હોય જ… પણ  મને જરા……જવાદો  એ બાબતે   ફરી વાત કરીશું)ડો. મણીભાઇ નુ  પદ્ય અને સૂચીબેન નું ગદ્ય   ખૂબ હ્યદયસ્પર્શી   રહ્યા. આ આખાય કાર્યક્રમની સંપૂણ વિડીયો મને આપવા બદલ ચિરાગ પટેલનો આભાર.

મારી રજૂઆત

http://www.youtube.com/watch?v=710VLUSflhk

ડો.મણીલાલ  હ. પટેલ   { માત્ર  કાવ્ય }

http://www.youtube.com/watch?v=Y0TlgNm6gug

સૂચીબેન વ્યાસ  { ગદ્ય }

http://www.youtube.com/watch?v=UtE8U7eHoys

હરનીશ જાની +   હ્યુમર +  હાસ્ય +   હળવાશ =  હું, તમે  ને  આપણે

http://www.youtube.com/watch?v=LLoY_AI8KdQ

http://www.youtube.com/watch?v=U2BTvsGOqBc

http://www.youtube.com/watch?v=nPazR6pPL-c

http://www.youtube.com/watch?v=xL5JUuAVbsU

http://www.youtube.com/watch?v=PBntcDNYjVM

http://www.youtube.com/watch?v=sZZgxUSwZMo

http://www.youtube.com/watch?v=1tHM_grOsds

આખા કાર્યક્રમની વિડીયો જોવા  અંહી ક્લીક કરો

http://rutmandal.info/parimiti/2009/07/16/sarjako_sandhya/

ગઝલ… ભરત ભટ્ટ ‘પવન’

જુલાઇ 22, 2009 પર 11:24 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,   ગઝલકાર  અને  કવિમિત્ર  ભરત ભટ્ટ ‘પવન’ આંગળીના વેઢે ગણી શકાય એવા કવિમિત્રો પૈકીનો સદાબહાર  ને કાયમ  હસતા ચહેરાની  મોટી મિલ્કત ધરાવતો    બિંદાસ  પ્રકૃતિ   વાળો    કલમ આશ્રિત સર્જક છે.  ગઝલથી લઇ ટી.વી. સિરિયલો તથા ફિલ્મોના  સંવાદ લખવાની સફર એ કરી ચૂક્યો છે પરંતુ  ગઝલપ્રીતિ  બીજી સર્જનકલા પર હાવી છે એટલું જ નહીં પણ ગઝલમાં એ પોતાની આગવી છાપ ઊભી કરી શક્યો છે.   તો આવો મિત્રો ભરત ભટ્ટ’પવન’ ની ગઝલ માનીયે……..

ગઝલ

દ્રશ્ય  આ  આંખથી  ખમાતું નથી

તાપણું…… કેમ  ઓલવાતું નથી

લાગણી, ભાવના, તડપ એ  બધું

એમના  પત્રમાં     જણાતું   નથી

કાલની વાતની  અસર   સાંભળો

કાલથી  સહેજ પણ  હસાતું નથી

જો   રડો   તો   સૂકી ધરામાં રડો

ક્યાંય   ખાબોચિયું   ભરાતું  નથી

તું કહે  તો  કદાચ  આવીશ  પણ

દોસ્ત  ટેકા  વગર   ચલાતું  નથી

કંઇ   સમસ્યા   નથી   અગાશીમાં

બહુ ‘પવન’છે તેથી જવાતું નથી

ભરત ભટ્ટ  ‘પવન’

મો.  ૯૯૯૮૫૬૯૧૧૯

લખાણ: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ના

ગઝલ રસાસ્વાદ ‘આચમન’   માંથી

શ્રાવણિયો જુગાર…મનહર ગોહિલ ‘સુમન’

જુલાઇ 22, 2009 પર 5:10 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ… બેસતા   શ્રવાણને  વધાવતા ઇશ્વ્રરમા   અથાગ શ્રધ્ધા ધરાવનારો જીવ  ભગવાન  શ્રીકૃષ્ણની  અલૌકિક લીલા ને યાદ કરે ને જાતને  નિજાનંદની મસ્તીમા તરબોળ કરી દે…..  પણ ….પણ … સિક્કાની બીજી બાજુ સમાન મારા જેવા   [કર્મયોગી] ની  વાત જવાદો……..  છેલ્લા ઘણા વરસોથી   કૃષ્ણની   જન્માષ્ટમી પૂરી થાય  ને છે….ક…..  મહિનાઓ સુધી હું  આ  ગઝલની  પંક્તિઓ  ને   સતત  મિત્રો આગળ   ગુનગુનાવ્યા કરુ…[સિક્કાની બીજી બાજુ જેવો  હું થોડો ઘણો ખરો] અને  હજી અહીં અમેરિકામા આવ્યા પછી  પણ એમ લાગે કે  કદાચ આ  ગઝલ    મારા  ગઝલકાર મિત્ર મનહર ગોહિલ  સુમને   મારા માટે તો નથી લખી ને ?…  વધારે કશું કહ્યા વગર   મનહર ગોહિલ  ‘સુમન’ ની  એક  ગઝલ આપની  આગળ  આજે  મૂકવા જઇ રહ્યો છું ….  સુમનની   વાતો નો ઉલ્લેખ  હું મારા    સાહિત્યની સફર નામના  લેખમા   કરી ચુક્યો છું વ્યંગ ની સાથે સાથે   જિંદગીના મર્મની  ગહન વાતો   ને  સાવ સરળતાથી   રજુ કરનાર   કવિમિત્ર મનહર ગોહિલ ‘સુમન’ ને   દાદ આપવી પડે…..

hand%20holding%20cards

ગઝલ….

એક   બાજી   જીતવા     બાજી     ઘણી  હારી  ગયો

ના મળે કિસ્મત  વગર  એ વાત હું  માની  ગયો

હાથતાળી   દઇ  જતી  એ     લાલની    રાની   મને

સર વગર બે  બાદ’શા નો દાવ પણ  ખાલી ગયો

બંધ  બાજી  પર   હતો   વિશ્વાસ    મારો   આંધળો

એક     પત્તુ   જોઇ    મોટી   ચાલ  એ   ચાલી  ગયો

ચાલ   મોટી   ચાલવામા   જીત  પણ  એની  થતી

સાવ   ખોટી  ચાલ  પર   મેદાન  એ  મારી  ગયો

તું  ભલે   બેઠક  બદલ    તકદીર ક્યાં બદલાય છે?

જીતવા    લક્ષ્મી  ગયો   ને  જીદંગી    હારી  ગયો

મનહર  ગોહિલ  ‘સુમન’

મો.     ૯૨૭૬૮૩૨૩૭૪

છે..તો..છે.. ડો.રશીદ મીર

જુલાઇ 15, 2009 પર 7:50 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો, ફરી એકવાર  ‘મને ગમતી ગઝલો’ અંતર્ગત આજે એક એવુ નામ…એક એવા શાયરનુ નામ … જેમને   ગઝલ ને માત્ર કાગળ ને કલમ ના સહારે  નથી લખી પરંતુ ગઝલના મૂળ સુધી પહોંચી ને માત્ર ગઝલ  પર   પી.એચ.ડી. ની ડીગ્રી મેળવેલી છે.   ડો. રશીદ મીર   ગઝલકારતો ખરાજ  પણ  સાથે  સાથે એક સાચા અર્થમા  ગઝલના  તજજ્ઞ રહ્યા છે. વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભામા દર બુધવારે મળતી નવોદિત અને નીવડેલા  ગઝલકારોની બેઠક ‘બુધસભા’ના  તેઓ પરામર્શક રહ્યા છે. બીજા શબ્દોમા  એમ કહી શકાય કે  ગઝલના છંદ કે મીટર  ના  માર્ગદર્શન  અંગે નવોદિત સર્જકો માટે એક વર્કશોપ  તેઓ વરસોથી   ચલાવી રહ્યા છે. મારા જેવા કેટલાય  નવોદિતો હંમેશા એમની રુબરુમા  ગઝલ વાંચવા નો આગ્રહ રાખે સ્વાભાવિક છે ને ગઝલ વાંચ્ચા પછી   રશીદ સાહેબ  આંખના પલકારે એ શબ્દ  કે એ પંક્તિ પર ધ્યાન દોરતા કે  જેના કારણે ગઝલના લાક્ષણિક પેરામીટરમા  કશુંક ખૂંટતુ કે વધતુ હોય  ત્યારે મીર સાહેબ  ક્ષણના વિલંબ વગર    છંદ, લય, ભાવ,  મીટર બધુ જ યથાવત રહે ને  ગઝલ સંપૂર્ણ  ગઝલ બની રહે એવો પર્યાય શબ્દ મૂકી આપતા  જેના કારણે  ગઝલ સાચા અર્થમા ગઝલ બની શકે.  ડો. રશીદ મીર  ઘણા વરસોથી  ધબક નામના  ત્રિમાસિક  ગઝલમેગેઝિન  ના  માલિક, પ્રકાશક અને તંત્રી છે જેમા નીવડેલા ગઝલકારોની ગઝલો નો આસ્વાદ દેશવિદેશના  ગઝલ રસિકો   કરતા આવ્યાછે. મિત્રો, મારી સાહિત્યસફર  ને મારી સર્જનક્રિયાના   માઇલસ્ટોન સમા  ડો.રશીદ મીર  સાહેબ ની ગઝલને માણીએ………….

ગઝલ

એક        તારો      અભાવ         છે     તો     છે

જે        નથી    એનો  ભાવ        છે     તો     છે

સ્વર્ગ       ને     પણ        તજીને     આવ્યો છું

એ   જ     મારો    સ્વભાવ      છે      તો      છે

રાખશો           ક્યાં       સુધી         છુપાવીને ?

પ્રેમનો          હાવભાવ         છે      તો        છે

મત્ત    ખુશ્બૂ         પવન          ઉડાડે           છે

ઝુલ્ફનો        એ      પ્રભાવ       છે      તો      છે

વ્યક્ત      કરવાનો     દોસ્ત     અર્થ      નથી

આપણો           પ્રેમભાવ         છે       તો       છે

‘મીર’        આ       લાગણીને        શું       કહેવું ?

ભાવ       નૈં        તો    વિભાવ     છે     તો    છે

સંપર્ક :

ડો. રશીદ મીર

૧૫૫, સબીના પાર્ક,  આજવારોડ

વડોદરા.  390019

ph.     ૦૨૬૫   ૨૫૬૪૧૭૦

cell  ph.   ૯૪૨૭૩૦૧૫૫૫

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: