રાખું છું….કિર્તિકાંત પુરોહિત

જૂન 6, 2009 પર 9:39 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 8 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,  ‘મને  ગમતી ગઝલો’   અંતર્ગત  આજે જે ગઝલ રજુ કરવાનો  છુ  એ ગઝલકાર નો પરિચય હું મારા  ‘સાહિત્ય ની સફર’ નામના લેખમા આપી જ ચુક્યો છુ.    ગઝલકાર અને મારા   વડીલમિત્ર  કિર્તિકાંત પુરોહિત …… જેમણે ખૂબ ટૂંકા સમયમા  ગઝલ ને   હાથવગી   કરી  છે …  મિત્રો  જ્યાં સુધી ગઝલ ને લાગેવળગે છે ત્યાં સુધી  એક વાત અંહીયા  કહેવાની મને ગમશે ….  ગુજરાતી  પદ્ય કે કાવ્યનો  એક અને માત્ર એક  ગઝલ એવો પ્રકાર છે જેમા  સર્જક પોતાની આગવી સૂઝ  પ્રમાણે  એ શબ્દો સાથેની   રમત  અને કસરત   ને લયબધ્ધ રીતે આકાર આપી ને એક તંદુરસ્ત  વિચારો ને  આલમ સામે મૂકતો હોય છે  અંહી કાવ્ય ના બીજા પ્રકારો ને  જરા પણ નીચા પાડવા નો ઇરાદો નથી……..હા તો હું વાત  કરી રહ્યો છું   ગઝલકાર  અને મારા વડીલમિત્ર   કિર્તિકાંત પુરોહિતની….  જેમણે   પોતાના અંગત અનુભવો અને  શબ્દભંડોળ ના  આધારે   ગઝલ ને  ખૂબસુરતી  બક્ષી છે.   ગઝલ બાબતે એમનો લગાવ  એટલી હદે  મે જોયો છે …વ્યસ્ત વ્યવસાયિક  માળખા માંથી  પણ એ સમય કાઢી ને  ગઝલ સભામા અચૂક હાજરી આપતા … દોસ્તો,  તમારી જાણ પૂરતુ   કહી દંઉ  કે કિર્તિકાંતભાઇ પોતે એક  સફળ ઈંડ્સ્ટ્રીયાલીસ્ટ છે … સારા ગઝલકાર  તો છે જ  ….સાથે સાથે  એક  સારા મિત્ર પણ..  કારણ  કે  મને તો  ગઝલ   બાબતે સૂચન કરતા અને  સ્વીકારવા જેવી વાત નો સહજતાથી સ્વીકાર પણ  કરતા  …… મને    તેમની ગઝલો  નો મિજાજ    ગમે છે ટૂંકી બહેર મા   પણ   એ  ઘણું  કહેવાની  કુશળતા  ધરાવે છે  જેમકે   ગાગર મા સાગર . ‘મને ગમતી ગઝલો’   માની   એમની એક ગઝલ………………ઘાયલ સાહેબનો  શેર યાદ આવે …

લાજના  ભાવ થી  નમી તે ગઝલ

જે પ્રથમ દ્રષ્ટિ  એ ગમી તે  ગઝલ…

તો ચાલો  મિત્રો  કિર્તિકાંત ભાઇની ગઝલને  માણીએ…..

ગઝલ

પૂછ     શી   રીતે    પ્યાર   રાખું     છું

ઉલ્ઝનો      બરકરાર     રાખું        છું

હારને     માનવી     કબૂલ     નથી

એટલે        ઈંતઝાર       રાખું       છું

ભીડમાં   ભીંસ   છે   ને ધક્કા  પણ

દોડવાનું        ધરાર     રાખું        છું

પૂર્વગ્રહ   ફક્ત    સૂર્ય નો જ નથી

ચાંદ    પણ     ઘર બહાર રાખું છું

સાવ     છેલ્લી     કક્ષાએ બેસો ના

હું      કલમની      કટાર     રાખું    છું

ટેરવે     છાપ  ને     બીજી     ઓળખ

જૂઠનો      ચહેરે  ભાર    રાખુ     છું

દોષ તો એમા કિર્તિનો પણ છે

તે    પછીતે      ય  દ્વાર રાખું     છું

તમારી  કોમેંટ્સ  આ  ઇ મેલ   પર  મોકલો..

purohitkirtikant@yahoo.com

Advertisements

આજે પણ છે…

જૂન 3, 2009 પર 1:35 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 7 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો,    રોજ મળતા કે ચોક્કસ સમયાંતરે મળતા   પરિચિતો  કે મિત્રો ને ક્યારેક   સહજ ભાવે   અથવા તો વધુ પરિચય કેળવા ના આશય થી પૂછાતા   સવાલ  પૈકી નો  ખૂબજ  સામાન્ય સવાલ   “તમને  શું ગમે  ?” ….. પસંદ નાપસંદ ના આધાર પર આ સવાલનો  જવાબ  નિર્ભર  કરે છે ..   માણસનુ માનસ  જ કુદરતે  એ પ્રકારે ઘડેલુ  છે ને એ હંમેશા રોજ નવા યોગ -પ્રયોગ,  ખતરા-અખતરા, ધારણા-પેંતરા   કરતો હોય છે બસ ખાલી  ગમતુ  મળે અથવા તો ગમતુ થાય એના માટે અને એ પછી……. એ   ખુશી ને  અભિવ્યક્ત કરવાની રીત ચિત્ર વિચિત્ર  હોય છે …. મનુભાઇ ત્રિવેદી  ‘ગાફિલ ‘ના  ખૂબ  લોકમોંઢે   બોલાતા  શેર યાદ આવે …….

જુદી  જિંદગી  છે  મિજાજે    મિજાજે….જુદી  બંદગી છે નમાજે  નમાજે

છે એક સમંદર  થયુ  એટલુ   શું  …..જુદા છે મુસાફર   જહાજે જહાજે

જુદા અર્થ છે   શબ્દનાબોલવાપર છે શબ્દોય જુદા અવાજે અવાજે

સરસ  મોટો પથ્થર જોયા પછી ધોબી ને  તરત કપડા નો વિચાર આવે  સ્વાભાવિક છે  પરંતુ એજ પથ્થર જોયા પછી  કોઇ શિલ્પકારને  એના દિમાગ મા ઉઠતા તરંગો થી બાંધવો મુશ્કેલ જ નહી પણ નામુમકીન છે…..  સ્થળ  સમય અને સંજોગને આધિન સર્જકની માનસિકતા નો પ્રભાવ તેના સર્જન પર પડતો હોય છે……મહામંદી ના ભરડામાથી  પસાર થતા અમેરિકામા મારે  બે વરસ પૂરા થયા ને એ બે વર્ષ મા  સાત વખત  જોબ  બદલવાની હિંમત  મારાજેવો     માથાફરેલ  જ કરીશકે …… કહેનારા   આ પ્રક્રિયાને  અંહકાર  પણ  કહી શકે છે………{મારનાર નો હાથ પકડી શકાય  બોલનાર ની  જીભ ક્યાં પકડી શકાય…… } આ દેશ ની  એકજ  ભાષા છે……[સમજી ગયા ને ]……… યુવા ગઝલકાર અને મિત્ર નીરવ વ્યાસ ની ગઝલ નો એક શેર…..

મારુ કમંડર  સાવ ખાલી  દેખીતી રીતે

તો ય આ  જાહોજલાલી    દેખીતી   રીતે….

મિત્રો,  વધુ  કાંઇ પણ કહ્યા વગર  મારી લખેલી તરોતાજા નવી ગઝલ  આપની  આગળ  રજુ કરુ છુ … …. અમેરિકા ની  ભાષામા  કહું તો……….. I hope  you will enjoy this………

ગઝલ

જે   હતી  બસ  એ  જ  ખુમારી  આજે પણ છે

ઠાઠ,    વૈભવ   એ જ   નવાબી  આજે પણ છે

ના  હતી  ફરિયાદ  કશી  ના નફરત  તો પણ

લાગણી   અકબંધ    અમારી   આજે  પણ  છે

રેત ની  ભીંનાશ ,  પડ્યા  પગલા ને  દરિયો

ભીંતરે    સંઘરેલ     સુનામી  આજે   પણ  છે

તું   મને   સમજાવ    હવે    મારે   શું    કરવું

વાત   મારી     એ  જ પુરાની  આજે  પણ  છે

લે  હવે  તો   માનવું   પડશે  ‘સ્પંદન’   તારે

ગુપ્ત તાક્ત  કોઇ     અજાણી આજે પણ છે

************

ઉપર નુ  picture  મારા  ફેમેલી આલ્બમ માથી  લીધેલુ છે.

ફોટોમારા દિકરાનો છે  જેની આજે ઉંમર   19th   વર્ષની  છે..

સ્થળ : જુહુ બીચ. મુંબઇ

મુંબઇ   : ફોટોગ્રાફી  મારી પોતાની….


Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: