વેલૅનટાઇન સ્પેશીયલ

ફેબ્રુવારી 12, 2009 પર 3:25 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 1 ટીકા

મિત્રો,   હિન્દુસ્તાનને  તહેવારો  ના દેશ તરીકે પણ  ઓળખવામા  આવે છે. અને તેમાય ગુજરાત  અને  આપણા ગુજ્જુ ભાઇ-બેનોની તો વાતજ ન્યારી છે… નવરાત્રી….પાછળ લગી દિવાળી…..દિવાળી    પણ  ખાસો અડધો મહિનો ચાલે …..માંડ પોરો ખધો  નખધો …મઠીયા-ફાફડા હજી તો પેટમા અકબંધ છે …ત્યાં તો  સરસ મજાની   ગુલાબી ઠંડી ની શરુઆત થઇ જતી હોય છે..ને વળી પાછુ   ઉધિંયુ   પોંક…….ને વળી પાછી  ઉતરાયણ….{તહેવારમા  ‘મહિમા’ ના નામે  તો ………. } ખેર!    આ બધુ પૂરુ થતા સુઘીમા   ઋતુરાજ   વસંતનો   ધીમા પગલે   પગપેસારો  થઇ ચુક્યો હોય છે. વસંતઋતુ  નુ નામ સાભંળતાજ યુવા દિલો ની ધડકન વધી જાય  સ્વાભાવીક  છે…..નવરાત્રી મા  મળેલી  ‘એ ‘ અને ‘તે’ ની આંખો.. દિવાળી સુધીમા   નિયમાસાર  પ્રિલીમિનરી   પરીક્ષા  પાસ કરી ને  ઉતરાણ સુધી મા  બોર્ડની કે ફાયનલ   Exam.  પણ આપી દેવામા આવી હોય… અને   પરિણામ નો જે દિવસ આવે …….. વરસો પહેલા આ પરિણામ હોળી ધુળેટી મા આવતુ હતુ { મારી આવાતને   નવી કે જુની કોઇ પેઢી  નકારી નહી શકે} પરંતુ છેલ્લા કેટલાક વરસોથી   આ પરિણામ    14   feb.  આવેછે…{દુર દેશાવર  અને ગ્લોબલાઇઝ  થવાની  આતો મજા છે…….}  આમા કશુ   ખોટુ  કે અજુગતુ  નથી   ….જેવી જેની દ્રષ્ટિ  તેવી તેની  સૃષ્ટિ…..  … હા મિત્રો હું વેલૅનટાઇન   ડે  ની વાત કરુ છું. આજ ની મારી આ      વેલૅનટાઇન    સ્પેશીયલ  …..  રચના રજુ કરતા   કિશોરદા ના ગીત ના શબ્દો  યાદ આવે….

વેલૅનટાઇન   સ્પેશીયલ

કોઇ લૌટા દે મેરે   બીતે  હુએ  દિન.

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે

શાંત  પડેલી   લાગણીઓ   ઉભરાય છે

લેણ-દેન નથી શબ્દો ની આપલે  પરંતુ

ઓળખ  વરસો  ની ‘હો એમ વરતાય છે

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે…………

આમ   ‘મોટે’  થી  સાદ  દઇશ તુ મને

ખાલી  મારા  ઘરમા  એ  પડઘાય  છે

વાંકાચૂકા   પથરીલા   એ  પહાડ  પર

એક   પગદંડી   લીલીછંમ   દેખાય છે

જ્યારે તારા નયનથી નયન  ટકરાય છે…………..

.


 

 

 

Advertisements

Close To MY Heart

ફેબ્રુવારી 9, 2009 પર 6:14 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | 3 ટિપ્પણીઓ

ગુજરાતી સાહિત્યના સમકાલીન  નામાંકિત શાયરોની ગઝલો   કેટલાક શેર

It’s   Close  To  My  Heart

પાનખરો   મા જો પાન ખરે ને

ઝાડનો     આખો વાન  ખરે ને

ત્યારે સાલુ લાગી આવે…

જગંલને    બાઝીને        બેઠું

વ્હાલકડુ     એકાંત    ખરે ને

ત્યારે સાલુ લાગી આવે…

સામે  ની    ફૂટપાથ    ઉપર

સૂતાહો    બાળક   ભૂખ્યા પેટે

આંસુ  પી    ને   ઉના   શ્વાસે……

સામે ની     ફૂટપાથે      કોઇ

હોટલ    આલીશાન     મળેને

ત્યારે સાલુ લાગી આવે….

મુકેશ  જોષી

ઓસરીના   દીવા પર   આપને  ખુમારી  છે

મે   પણ   વાવાઝોડાની  આરતી ઉતારી છે

જંગલોના    સન્નાટા  ક્યાં  મને  ગણાવે  તું

મે   નગરમા   કરફ્યુની  જીદંગી ગુજારી છે

ખલીલ ધનતેજવી

મજા પડે તો તરત  હું   મિજાજ  બદલુ  છું

ન આંખ બદલુ ભલે  પણ અવાજ બદલુ છું

સફર  અટકતી   નથી  કંઇ તુફાન  ટકરાતા

દિશા  બદલતો  નથી  હું  જહાજ  બદલુ છું

રાજેદ્ર  શુક્લ

સાવચેતીથી  કદમ ઉંચકી અને  ચાલ્યા પછી

ક્યાંક પહોંચો  અને છંતાય હાશ કહેવાતુ નથી

ડો. મધુમતી મહેતા

જીતી   જવાનુ   સરળ   થૈ  જશે  પછી

મેદાનમા  ભળીજા  અને  હારથી નીકળ

હર એક નવો માણસ તારામા ભળી જાય

એકવાર  એવી રીતે  ઘરબાર થી નીકળ

ડો. ડબાવાલા

અસત્ય  કેવું   અધિકૃત  કરી ને  સ્થાપે છે

એ વાતવાત  મા  તારો  હવાલો  આપે છે

કલમ ને શાહી ને ખડિયા ને કાગળો મારા

પરંતુ   શબ્દ   ‘સહજ’ એના  પ્રતાપે  છે

વિવેક કાણે  ‘સહજ’

નદીની    રેત મા  રમતુ નગર મળે  ન મળે

ફરી   આ દ્રશ્ય  સ્મૃતિપટ  ઉપર મળે ન મળે

પરિચિતોને   ધરાઇ   ને  જોઇ    લેવા   દો

આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે

જનાબ આદિલ મનસૂરી

છે  બેસુમાર   ભીડ પણ   રસ્તો   કરી શકાય

મેળા મા  તુ હો  સાથ તો  જલસો કરી શકાય

એકલતા બીજુ   નામ છે  જીવતરના બોજ નુ

તું આવે  તો  આ બોજ ને અળગો  કરી શકાય

રમેશ પારેખ

સંજોગ   ના ઇશારે જેઓ  ફરી  રહ્યા છે

મૃત્યુ વિના બિચારા એ સૌ  મરી રહ્યા છે

સંજોગ   ના તમાચા  શું શું કરી રહ્યા છે

સૌ ને ડરાવનારા   પોતે  ડરી   રહ્યા છે

શેખાદમ આબુવાલા

લય  વગર  શબ્દો  વગર  મત્લા  વગર

હું ગઝલ લખતો રહ્યો  સમજ્યા    વગર

તે  તો   તારો  છાંયડો   આપ્યો    મને

હું  જ  ના  જંપી   શક્યો  તડકા   વગર

ખલીલ ધનતેજવી

મને ખુદ ને જ મળતો  હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

ને વરસાદે    પલળતો હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

તને  આગળ  ને આગળ હું સતત જોયા   કરુ  અથવા

પ્રયાસોમા  કથળતો    હું  હજી  પણ  ત્યાં જ ઊભો  છું

શોભિત  દેસાઇ

એટલી    બાકી   સગાઇ

ખુદ ને મળવાની  મનાઇ

દર્દ  હો  ને  આંસુ  ન હો

એવી  પણ છે  જોગવાઇ

રવિન્દ્ર  પારેખ

વંટોળ  થઇ  ઉઠતી  હવાનું  શું થશે   જાણે

આગળ જતા  આ કાફલાનુ   શું  થશે  જાણે

મળશું  નહી  એથી  વધારે  રંજ  એનો   છે

મારા પછી  આ મયકદા નું  શું   થશે  જાણે

નીરવ  વ્યાસ

પડછયાથી  પોતાના  ડરી  જાય છે  ભઇલા

કેવો છે  વગર   મોતે   મરી જાય છે  ભઇલા

મળતી નથી સહેલાઇથી  ગઝલો ને  યુવાની

માથાના  બધા  વાળ ખરી   જાય છે ભઇલા

કાદરી

સ્થિર જળ સાથે  અટકચાળા  ન  કર

કાંકરી   નાખી  ને  કૂંડાળા    ન  કર

થઇ શકે તો  રુબરુ મા આવી  ને મળ

ઉંઘ મા  આવી  ને ગોટાળા    ન કર

ખલીલ ધનતેજવી

મહોતાજ ના કશાનો   હતો કોણ માનશે

મારો ય એક જમાનો   હતો કોણ માનશે

‘રુસ્વા’ કે જે  શરાબી મનાતો રહ્યો  જગે

માણસ  એ મજાનો    હતો  કોણ માનશે

રુસ્વા  મઝલુમી

સવાલો  આપલે કરી   લઇએ  જવાબો મેળવી  લઇએ

તમારી   ડાયરી    મારી     કિતાબો   મેળવી  લઇએ

તમારા   સ્મિત   સામે   રોકડા   આંસુ મે ચુકવ્યા   છે

છંતા    જો શંકા   હોયતો   હિસાબો    મેળવી  લઇએ

ખલીલ ધનતેજવી

મંજિલો તો ત્યાં હતી…

ફેબ્રુવારી 7, 2009 પર 7:57 એ એમ (am) | Posted in મારા કાવ્યો ને રચનાઓ | 2 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

મારી લખેલી એક  અછાંદસ રચના…….

મંજિલોતો  ત્યાં  હતી   ને  હું  જ  કૈ   અટવાઇ ગયો

રસ્તાઓ    તો  સાવ  સીધા  હું    જ  કૈ ફંટાઇ ગયો

ઘટા   ઘનઘોર    હતી    તેથી   પડાવ  નાખ્યો  મે

એમની   ‘મોટાઇ’ મા   હું   આખો      ઢંકાઇ   ગયો

એમની    સાથે    ફક્ત    સંબધ     ખાલી   ‘કેમ છો’?

કોણ   જાણે      કેમ  પણ     હું  તરત પંકાઇ  ગયો

સાકી    સુરાહી   જામ    પણ  કારગત ના નીવડ્યા

એમની બસ નજર  પડી ને દરિયાસમ  છલકાઇ ગયો

ગઝલ…

ફેબ્રુવારી 7, 2009 પર 7:19 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: ,

ભાગ્ય  આડે  કંઇક   આવુ હોય છે

ક્યાં   મળુ  ચોપાસ ધાળુ  હોય છે

હું સમંદર   છું  ભલે  ને  છલકતો

પણ  લલાટે  પાણી  ખારું હોય છે

છે  ફકીરી   એ જ  મારી   સંપદા

ચાંદમા પણ  દાગ  જેવુ  હોય  છે

‘નામના’  તો ખૂબ  મોટી   આબરુ

આબરુ  ને  કાચ   સરખુ   હોય છે

વાત દિલની ક્યાં કરે ‘સ્પંદન’ હવે

ભીડ મા વેરાન   જેવુ    હોય  છે

એનુ તો શું કરી એ…..

ફેબ્રુવારી 2, 2009 પર 8:10 પી એમ(pm) | Posted in મારા ગીતો.. | 1 ટીકા
ટૅગ્સ: ,

મિત્રો  આજે  ફરી  એકવાર   મારી લખેલી  અછાંદસ રચના   તમારી આગળ  રજુ  કરું છુ.. રચના  મહેફિલે  બયાન કરી શકાય એ રીતે લખાઇ છે.. આપની સમક્ષ  રજુ કરુ છુ.

એ પછી પણ જો ના સમજે   એ નુ તો શું કરીએ

રીત  એની   જો ના બદલે   એનુ તો શું કરી એ

આ  નગરમા  મારા  જેવો  દિવાનો  ક્યાં મળશે

જોયા  કરે  તું  આયના ને    એનુ તો શું કરી એ

ભીડ ભાડ ને ટોળા  વચ્ચે  હું ક્યાં કોઇ ને   ગાંઠુ

ખૂબ મનાવ્યુ મનને મારા તનને પણ સમજાવ્યુ મે

દિલતો  સાલુ  પાગલ છે  ને  એનુ તો શું કરી એ

છંદ  પકડુંતો   લય તૂટે  છે  લય પકડુંતો   ભાવ

હૈયે   હતુ  ને હોઠે   આવ્યુ    એનુ તો શું કરી એ

એ   બધા   તો   સારા છે  ને સારા થૈ  રહેવા ના

તખલીફો  મારામા  છે   ભૈલા એનુ તો શું કરી એ

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: