મારી દુનિયા

જાન્યુઆરી 17, 2009 પર 2:02 પી એમ(pm) | Posted in મારા અવાજમા ગમતા ગીતો | 1 ટીકા

મિત્રો..આજે  જરા  જુદા વિષય પર વાત  કરવાનુ મન  થાય છે …….. આગળ મારી ‘પ્રસ્તાવના’  નામના  લેખમા મને કવિતા ને સાહિત્યનો  ચસકો  કેવી રીતે લાગ્યો…એ  વાત ની ચર્ચા  કરી છે ..હું  ઘણી વખત આ બાબતે લખી ચુક્યો છુ….કે માનસ ના જીવનમા  કોઇક  ‘હકારાત્મક’  પ્રભાવ પડે  ત્યારે અને  પછી ..એ હંમેશા સારા પરિણામો  લાવે છે.. દુનિયા ને નહી તો કાંઇ નહી પણ વ્યક્તિને અંગતરીતે  પણ લાભદાયક બની રહે છે…..  ……………..સ્વામી  રામકૃષ્ણ પરમહંસ  ના પ્રભાવ થી  વિશ્વ ને વિવેકાનંદ જેવા જ્ઞાની મળી શકે …..વાલિયો  વાલ્મિકી બની શકે  …….આવા તો કંઇ  કેટલા દાખલા વિશ્વના  અને  ભારતવર્ષ ના ઇતિહાસમા  છે….હા ..ચોક્કસ આવા પ્રભાવશાળી  વ્યક્તિની  છાયા ની સાથે સાથે  જગતનિયંતા  પરમકૃપાળુ  પરમાત્મા  અને  જગત જનની મા શક્તિની   ભારોભાર કૃપા પણ એટલી જ આવશ્યક છે….. નહી તો હું અને તમે  કદાચ ………. બધા જ  ‘માસ્ટર  કે સંપૂર્ણ’  બનીગયા  હોત…..પણ  ખેર !  અંહી  એવો જરા પણ એવુ કહેવાનો આશય નથી કે પ્રભુની  આપના ઉપર  કૃપા નથી  આ ક્ષણે પણ   આપની પાસે જે કાંઇ છે એ  પરમાત્માની અને  મા શક્તિની  બદોલત છે… કદાચ  દરેક ને  એની લાયકાત   પ્રમાણે   કુદરતે  આપેલુ  જ છે…….

પાશ્વગાયક  સ્વર્ગીય   મુકેશચંદ  માથુર  જેને  દુનિયા  ‘મુકેશ’ ના  હુલામણા નામથી ઓળખે છે……એટલે  મારે  મુકેશજી  માટે વધારે  કહેવાની જરુર નથી પરંતુ મને બરાબર યાદ છે કે જ્યારે ગીત,  સંગીત જેવા શબ્દોની સમજ પણ ન  હતી  ત્યારે કદાચ મારી ઉંમર  ત્રણ કે ચાર વર્ષની  હતી  અને  ગામડાગામમા એ જમાનામા  ભગવાવસ્ત્રોધારી  સાધુઓ  કરતાલ કે તાનપૂરો  [તંબૂરો]  લઇ ને ભિક્ષા  માગવા આવતા… અને એ સાધુઓ ….નરસિંહ મહેતા ના ભજનો,  મીંરા ના પદો કે પછી  કબીર ના  દોહા  તંબૂરા ને કરતાલ ના તાલમા લયબધ્ધ રીતે લેહકારતા.અને એમા વળી કોક   ફીલ્મિ  સંદેશાત્મક  ગીતો પણ  ગાઇ લેતા.. એમાનુ  એ ગીત…….  “સજન રે જુઠ મત બોલો…ખુદાકે  પાસ જાના હે”….  મિત્રો…એ ગીત ની ધૂન  એ વખતે મારા બાળસ્મૃતિ    [આ વાત હું ચાલીસ વર્ષ પહેલાની કરુ છું]  પર એ રીતે છવાઇ કે  ઘણા દિવસો સુધી એ ધૂન ને ગુનગુનાવ્યા કરતો…પછી તો  રેડિયો નામનુ  પ્રાણી આ ગીત ક્યારેક ગાઇ લે છે  એવી પણ ખબર પડી…..સમય જતા  ગીત..ગાયક ..ફીલમ ..એક્ટર….રેડિયો….બધુ જ ક્રમસહ    સમજાતુ ગયુ…અને  ત્યાર થી મુકેશજી ના કંઠે ગવાયેલા ગીતો સાંભળવાનો  શોખ  જાગ્યો.. આ  શોખનુ  આદતમા  ક્યારે   પરિવર્તન  થયુ ખબર નથી પણ  મુકેશજી ને  જીવન મા એક વાર  ચોક્કસ મળીશ એવી  તમન્ના દિલોદિમાગમા ઘર કરી ગઇ  હતી.. [એથી મુકેશજી ને અંગત રીતે કશો ફરક ના પડે  કારણ કે આવી પ્રતિભાશાળી વ્યક્તિ ના આવા ચાહકો ઘણા હોય છે અને કદાચ  મળ્યા પછી પણ તેઓ ની સ્મૃતિપટ પર હોઇ એ કેમ એ પણ એક મહત્વનો સવાલ છે…  હા.. જે તે વ્યક્તિને  પોતાને જરુર સંતોષ થાય  કારણ કે આ એક પ્રકાર નુ ગાંડપણ જ કહી શકાય બીજુ ખાસ કાંઇ જ નહી] પરંતુ  કુદરત ને એ વાત કદાચ મંજુર ન હતી..[ને  ના  મારી એવી કોઇ  હેસિયત ….આર્થિક…  સામાજિક  કે બૌધિક]..કારણકે  આ મહાન ગાયક નુ અવસાન  27 aug. 1976 મા   થયુ ને ત્યારે  મારી ઉંમર  ફક્ત અગિયાર વર્ષની  હતી….

180px-mukesh2

7-14-2008-84616-pm9

મિત્રો.. પછીતો  વખતોવખત એકલતામા  ગીતો લહેકારવા ની લેહજત..બાથરુમ ની ચાર દિવાલોના બંધ બારણે  બરાડા પાડીને  ગાવાની આદત……. આ બધુ મને સ્કુલ અને કોલેજસમય  દરમ્યાન {ભણવા કરતા આવા બધા કામમા હું વધારે  વ્યસ્ત  રહેતો}   તાલુકા અને જિલ્લા  કક્ષાના  યુથફેસ્ટીવલમા  એક એવરેજ  ગાયક તરીકે નુ સ્થાન અપાવી ચુક્યા હતા..   અને  આ બધુ  ઘરગૃહસ્થી ના મંડાન થયા ત્યાં સુધી ચાલ્યુ  પછી એ પણ બંઘ થઇ ગયુ…..  પરંતુ…..    મિત્રો..દિલમા   રહેલા ‘મુકેશજી’ ત્યારે પણ અને આજે પણ એવા તરોતાજા  હતા ને  છે… પછી તો શોખ ખાતાર  ઓર્કેસ્ટ્રા પાર્ટીઓમા પણ  ગાવાનુ  શરુ કરેલુ…મુકેશજી ના  અવાજ ની લગોલગ અવાજમા ગાઇ શકે એવુ એક નામ ડો.  કમલેશ અવસ્થી..ને પણ હું  ઓડિટોરિયમમા ઓર્કેસ્ટ્રા પર કેટલી વખત સાંભળ્યા હશે? એ કદાચ મને યાદ પણ નથી…

Karoke ની ટેકનોલોજી  આવ્યા પછી તો  આ શોખ વધારે  બેવડાઇ ગયો ..અને એરીતે  મારો આ શોખ   હજી આજે પણ અકબંધ  ને તરોતાજા  રહ્યો છે… મુકેશજી જેવુ ગાઇ શકે એતો  ઘણી…. ઘણી… દુર ની વાત છે હા એમના જેવુ ગાવાનો બસ ખાલી પ્રયત્ન  જ આપણે કરી શકીયે.મારો પણ આ ખાલી પ્રયત્ન જ છે અને એ માટે હું  મા સરસ્વતીના ચરણોમા વદંન કરું ને વિનંતી કરુ કે  મને મારી આ આરાધના મા  શક્તિ આપે…     મારી આ આરધના  ની થોડી  ઝલક આપની આગળ રજુ કરુ છું….પ્રસ્તુત  ગીતો નુ  રેકોડિંગ  મે  2003 ની સાલમા  કરેલુ છે…

sajan-re-juth-math

jis-gali-me-tera

hum-ne-apna-sab-kuch

zuba-pe-dard

jau-kaha-bata-e-dil

duniya-banane-wale

kahi-door-jab–anand

Advertisements

મકરસંક્રાતિ

જાન્યુઆરી 14, 2009 પર 5:24 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: ,

મિત્રો  આજ ના  આ મકરસંક્રાતિના  પર્વ ની આપ સૌ ને શુભકામનાઓ…..પતંગના  વિવિધ  રંગો ની જેમ  આપ સૌની  જિંદગી પણ  જુદા જુદા રંગો થી  તરબતર  રહે……તેમ છતાં  આ બધા રંગો મા એક રંગ કાળો પણ  હોય છે  ……એટલે જ કદાચ  મારા ગઝલકાર મિત્ર મનહર ગોહિલ  સુમનનો….. એક શેર યાદ આવે છે……..

હવેતો  ઉડતા  ને પાડવા નો  ક્રમ થૈ  ગયો                

ધરાતો શું  ગગન  મા પણ   નિયમ થૈ ગયો

ખૂલાશો

જાન્યુઆરી 12, 2009 પર 10:05 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 1 ટીકા

વાચક મિત્રો  આ  post મા  એક  વાચક મિત્ર સાથે તંદુરસ્ત  ચર્ચા નો પ્રયત્ન કરેલો છે. આપ પણ આ ચર્ચા મા  જોડાઇ  શકો છો..  તમે  પણ  તમારા  અભિપ્રાય  આપી શકો છો.. આગળ  રજુ કરેલી  ગઝલના છંદ બાબત ની આ ચર્ચા છે… મારી જાનકારી  મુજબ  પ્રમાણિકપણે  વાચક મિત્ર ને સંતોષ  થાય એવો પ્રયત્ન કર્યો છે  તેમ છતાં  પણ જો   કદાચ  મારા  જ્ઞાન  મુજબ  જો મારી  ભૂલ  હશે  તો   સહર્ષ  સ્વીકાર  પણ  આ મુજબ  કરીશ  {વેબ પર} તેવી પ્રમાણિકપણે  ખાત્રી આપુછું.

વિવેક ભાઇ,

આભાર.. તંદુરસ્ત  ચર્ચા  એ  હંમેશા  હકારાત્મક  પરિણામો આપ્યા છે. ખેર.  મારી ગઝલ નો છંદ   ગાલગાગા    ગાલગાગા   લગાગાગા   ગા.. જે   શરુ થી અંત સુધી   તમે  જોઇ  શકશો..

છો         ડ         ને      પં      ચા      ત     લે       કા    મ      તો    થયુ     ને…આશેર ના અંત મા   બસ! લખવાનુ ..જે  પ્રિંટિગ  ભૂલ છે ..ગાલ પર સીધો તમાચો શબ્દછે  જે ભૂલ થી તમચો  લખાયેલુ છે..બાકી  લઘુ  …ગુરુ…માટે  મારે કાંઇ  કહેવાનુ  નથી..

આભાર…

ગા   લ     ગા     ગા     ગા      લ     ગા     ગા    લ     ગા   ગા     ગા    ગા

રો    જ     એ      ની      એ      જ     વા     તો     મ     ને    નહી    ફા    વે

તું    અ     ને      તા       રા      વિ    ચા      રો     મ     ને    નહી    ફા    વે

હો    ય     એ     બધુ       વા     પ     રી     ના     ખુ     આ    દત    છે    ને

રા    ખ     તું     સઘ      ળા      હિ     સા     બો     મ     ને    નહી    ફા    વે

હું      ન     થી     કૈ       એ      ભ     રત     જે      ત      મે    સમ    જો    છો

પા    દુ      કા     ના      એ     રિ     વા     જો       મ     ને    નહી    ફા    વે

છો    ડ      ને     પં       ચા     ત      લે      કા       મ     તો    થયુ     ને     **

પૂ     છ     ના     ખો      ટા      સ     વા      લો     મ      ને    નહી    ફા   વે

નોં     ધ     લે     જો      પં       ડિ     તો     આ       ગ     ઝલ    મા    રી   છે

પુસ્ત          કા    લય      ને      કિ      તા     બો      મ     ને      નહી   ફા   વે

વા     ણિ     યો     છું      જા     ત      નો     સા      ચ    વો      તો      સા   રું

ગા     લ    પર    સી     ધો     ત     મા     ચો      મ      ને     નહી    ફા    વે

સા     ચુ    ‘કો    તમ     ને     ગ    ઝલ     મા      મ      જા    આ    વી   ને ?

તો     ય      ‘સ્પંદન’     બો      લ     વા     નો       મ     ને     નહી    ફા    વે

*નહી=   નૈ        * પુસ્તકાલય =   પુસ ત કા લય

મને નહી ફાવે…..

જાન્યુઆરી 12, 2009 પર 3:11 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 3 ટિપ્પણીઓ
ટૅગ્સ: , ,

મિત્રો …ઘણા લાંબા સમય પછી ગઝલ  લખાઇ  છે… કોઇ પણ જાતની  ભૂમિકા  બાંધ્યા વગર  આ ગઝલ ને  આપની સમક્ષ  રજુ કરુ છું………….

મને   નહી   ફાવે………………………


રોજ  એની   એ  જ  વાતો  મને નહી   ફાવે

તું  અને   તારા    વિચારો  મને નહી   ફાવે

હોય એ  બધુ  વાપરી  નાખુ આદત  છે   ને

રાખ  તું  સઘળા   હિસાબો  મને  નહી  ફાવે

હું  નથી  કૈ  એ  ભરત  જે તમે  સમજો  છો

પાદુકા  ના  એ   રિવાજો  મને  નહી   ફાવે

છોડ ને  પંચાત  લે  કામ તો  થયુ ને  બસ!

પૂછના    ખોટા   સવાલો  મને   નહી  ફાવે

નોંધ  લેજો  પંડિતો   આ  ગઝલ  મારી  છે

પુસ્તકાલય   ને  કિતાબો  મને  નહી   ફાવે

વાણિયો  છું  જાત  નો   સાચવો તો   સારું

ગાલ  પર  સીધો  તમાચો  મને નહી   ફાવે

સાચુ’કો  તમને  ગઝલ  મા  મજા આવીને ?

તોય  ‘સ્પંદન’  બોલવાનો  મને નહી  ફાવે

રોજ એ  ની  એ જ   વાતો…..

આવ સાકી લે……

જાન્યુઆરી 10, 2009 પર 11:58 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

આવ  સાકી લે ફરી થી  આખે આખો જામ ભરી  દે

મયકદા ની શાન  સઘળી બસ તુ મારે નામ કરી દે

એ બધાની વાત સાથે મારે કૈ  નિસ્બત  નથી

પણઆજની આ સાંજ ને  તુ મારા પર  કુરબાન કરી દે

વાત ને વરસો થયા પણ લાગે છે હમણાં જ થયુ છે

કેમ જોયુતું વળી ને પાછુ હવે તો એનુ કારણ કહી દે

ક્યાં મને સમજણ પડે છે દુનિયાના આ ભેદભરમ ની

સાવ નાના બાળ જેવો હું જરા સરખો તો ટેકો દઇ દે

પ્રેમ મારણ,પ્રેમ ઝારણ પાગલ’સ્પંદન’ પ્રેમ તણો છે

પ્રેમ નુ જો હોય કારણ દિલ તો શુ એ જાન ધરી  દે

આવ  સાકી લે ફરી થી……………..

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: