ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.

સપ્ટેમ્બર 25, 2008 પર 7:51 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 5 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

મિત્રો……..હું જન્મે વાણિયો……કર્મે અને વ્યવસાયે પેઢીયાગત  વારસા મળેલી  બાપદાદાની ખેતીવાડી….વડોદરાની  પૂર્વમા ૮૦કિ.મિ.ના  અંતરે ઓરસંગ નદીના કિનારે આવેલુ મારુ વતન.સમય  સંજોગને આધિન  અથવા બદલાતા  જમાનાની માગને આધિન ગામડા  તૂટતા ગયા અને શહેર બનતા ગયા  પોતાનુ  છોડી  પારકુ અપનાવતા થૈ ગયા. આ સામાજિક પ્રક્રિયામા થી હું પણ બાદ ના રહી શક્યો .વતન નું ગામ  જબુગામ અને ત્યાંથી હિજરત કરીને ( સુધરેલી ભાષામા આ પ્રક્રિયાને  move  થયો  એમ કહી શકાય ) વડોદરામા વેપાર  (જન્મે વાણિયો પણ ખરો)  અને અંતે આ સફર યુ.એસ.એ. ના શિકાગો સુધી પહોંચી છે.પરંતુ વડોદરાના એ  સમયગાળા દરમ્યાન જીવનની બે  દુઃખદ ઘટનાઓ બની…… જેમના થકી મારું અસ્તિત્વ આ ધરતી પર જગતનિયંતાએ નિર્મિત કર્યુએ મારી મા અને પિતાજી ફક્ત દોઢ વરસના  ટૂંકા સમયગાળા દરમ્યાન  આ ફાનીદુનિયાને  અલવિદા કહી ગયા……લાગણીઓ ના જે  મખમલી ગાદલામા  હું આળોટતો  હતો એ કોઇકે  નોટિસ આપ્યા વગર અચાનક છીનવી  લીધુ…….. ખલીલ ધનતેજવી ના શબ્દોમા કહું તો…. આઘા ક્યાં છે સગાસબંધી  ક્યાં મિત્રોની  ખોટ પડી છેકિંતુ  પરંતુ  ભીંનીસુકી  લાગણીઓ ની  ખોટ  પડી છે  મિત્રો……….આજે પણ એ વતનના એ ‘ગામમા ઘર છે સીમ મા ખેતર છે’ ખેતરમા હવાળો છે…… હવાળામા પાણી છે……… પાણીથી સિંચાયેલા  આંબા છે….. આંબા પર….કેરી છે…..ઘરમા ઑસરી છે….  ઑસરીમા હિંચકો છે…….. હા !  બધુ એમનુ  એમ જ છે……બધુ એમનુ એમ જ પડ્યુ છે……પણ……કિંતુ…પરંતુ……….કિંતુ…પરંતુ……

ગીત…………. રચના:   ભરતદેસાઇ  ‘સ્પંદન’

ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.. ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

શે’ઢા  રે’ઢા   ખે’તંરો  ભારવા  ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો..

પાદર   હેં’ડ્યો   ટેટો    ફેં’ક્યો   મૂછ   મરડતો   વડલો     બેઠો

હેત  ભીંની વડવાઇ  માપવા  ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

છાપ, ચીચુકા,  ગીલ્લીદંડા,    પો’ચરંગી   બીડીઓના   ખોખા

ખોખા હા’રે  છો’રુ   ખો’રવા   ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો… ગોમ ગયો’તો..

ટીંગા-ટોળી, ધિંગા-મસ્તી,  બે’ઉ   ટોં’ટીયા   છતાં  બી    લંગડી

ઘર વગર  હું  ‘ઘર-ઘર’ રમવા ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

સૂની   ડે’લી   સૂના  વાડા    ભર્યા   પડ્યા   છે   એ      હવાળા

કોઇ  નથી  છબછબિયાં કરવા ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

છૂટી ચડ્ડી  પે’ર્યા પાટલૂન        ઘોડાપૂરસુ     ફરકે      યૌવન

આજ આભથી  ભોંય  પટકવા    ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

ચોંપલી ચંપા મોંજરી  મંછા   શાંત  પડ્યા છે  મે’ડી    ઝરુખા

ખાલી ઝરુખે  દીવડા મૂ’કવા    ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો…

દશકો  કાઢ્યો  વીસકો વી’ત્યો  ઘરનો  મો’ભ  ત’રીએ  તૂટ્યો

મોભ વગર ના  હિંચકે હીંચવા  ગોમ ગયો’તો…ગોમ ગયો’તો…

પો’ર  જે   પાદર વાટ   જોતી’તી  ઓ’ન   એ  ફોટે     મઢી    છે

મા  વગરના  મારા   વતનના  ગોમ ગયો’તો..ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો… ગોમ ગયો’તો…

ગોમ  ગયો’તો.. ગોમ ગયો’તો..ગોમ ગયો’તો.. ગોમ ગયો’તો…

શે’ઢા  રે’ઢા   ખે’તંરો  ભારવા  ગોમ ગયો’તો..  ગોમ ગયો’તો…

ગોમ ગયો’તો…  ગોમ ગયો’તો…

Advertisements

એ.. મળે તો કે’ જો એને..

સપ્ટેમ્બર 22, 2008 પર 7:17 એ એમ (am) | Posted in મારા ગીતો.. | 4 ટિપ્પણીઓ
ટૅગ્સ: ,

આજે  ફરીથી એકવાર મારી લખલી એક રચના  આપ મિત્રો સુધી પહોંચાડતા  આનંદની લાગણી અનુભવુ છું. વડોદરાના  અને દર અઠવાડિયે મળતી  કવિમિત્રો ની બેઠકના એક વડીલ કવિ મિત્ર નામે કિર્તિકાંત પુરોહિત…એ  મને હંમેશા કહેતા કે  ભરત તું  ગઝલ ને બદલે  ગીત લખ..પરિણામ એ આવ્યુ  મિત્રો કે  સતત મીઠી સૂચના ના કારણે મને ગીત લખવાનુ પણ શૂરાતન ચડ્યુ…આભાર…  પુરોહિત સાહેબ ..નવુ દિશાસૂચન  કરવા બાબતે…પ્રસ્તુત છે મારું જ લખેલું એક ગીત………………..

એ    મળેતો    કે’ જો    એ   ને  યાદ  એ    ને  કરતા’તા

ને શમણાઓ ના દ્રાર  ખોલી ને શમણા ઓ મા મળતા’તા

એ મળેતો કે જો એ ને……………..

ઉજાગરા   ને  જાગરણના   ભેદ  ભલે  ને  સમજ્યા નૈ પણ

પેટ   છૂટી  વાતો  કરવા   અમે    રાતભર       ટળવળ’તા

એ મળેતો કે જો એ ને……………..

વૈશાખી    બપોર  હતી   ને   ચારેબાજુ    આગ  હતી પણ

એકબીજા   ને   મળતા   ત્યારે   શીતળતા  અનુભવતા’તા

એ મળેતો કે જો એ ને……………..

મેઘધનુષી    રંગો   વાળી   ધુમ્મસ  ધુમ્મસ   યાદ તમારી

ઝરમર  ઝરમર  શ્રાવણિયો   થૈ  રોમ  રોમ  ભીંજવતા’તા

એ મળેતો કે જો એ ને……………..

આદત છે ને…

સપ્ટેમ્બર 20, 2008 પર 6:27 એ એમ (am) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

યુવાન  ગઝલકાર  નીરવ વ્યાસ મારો  ગઝલ ના નાતે  અંગત કહી શકુ એવો મિત્ર. જે  મને  ગઝલ ની ઉંડાઇ સુધી  દોરી  ગયો.. બહુજ  સલુકાઇ થી મારા  ગઝલ દોષને   મારા ધ્યાન મા લાવી  તેની જગ્યાએ  યોગ્ય શબ્દનો  ઉપયોગ કરવાનુ  દિશાસૂચન  કરતો  અને મારી રચના ને ગઝલ મા  પરિણમતી  જોઇ ને   એ  પોતે  ખુશ  થતો……મિત્રો…  નીરવ વ્યાસ ની એક  ગઝલ… નીરવ  ઘણા  લાંબા સમયથી    લખે છે પરંતુ  મને બરાબર યાદ છે કે   નીરવે     એક ગઝલકાર તરીકે  તખ્ખ્લુસ ધારણ કરી ને  પહેલીજ વાર  આ ગઝલ નો મક્તા   લખ્યો  છે

ગઝલ

શું   કરવાનું    આદત   છે  ને !

માણસ  આખર  માણસ  છે  ને !

તોયે   પાછો    આવું    છું   હું,

શબ્દો   સાથે    ચાહત  છે   ને !

તારી   પાસે     કાંટા    પથ્થર,

મારી   પાસે    સાહસ    છે  ને !

લો  ‘નીરવ’ ના     અસ્થિ  ટાઢા,

સૌ ને     હૈયે    ટાઢક     છે  ને !

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: