ક્યાં ..સુધી.

ઓગસ્ટ 27, 2008 પર 12:52 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: ,

મિત્રો…  મારા સાહિત્યની સફર નામના લેખમા જે કવિ મિત્રો ના નામ   નો  ઉલ્લેખ કરેલો છે. એમાનું એક નામ  મનહર ગોહિલ   ‘સુમન’…. મારી દ્રષ્ટિ એ એક સંપૂર્ણ  ગઝલકાર. ‘સુમન’ ની ગઝલ પણ સાવ  સાદા   સરળ ને  બોલચાલની   ભાષામા      રોજેરોજ વપરાતા શબ્દોને  ગઝલના રદિફમા લઇ આવેછે ત્યારે ખરેખર ગઝલ આપોઆપ ખૂબસુરત બની જતી હોય  છે.

ગઝલ

આંખ આડા કાન કરવા  ક્યાં  સુધી

શબ્દને પણ મ્યાન કરવા ક્યાં સુધી

વાત   છાની   રાખવા જેવી  નથી

કોઇને   હેરાન   કરવા  ક્યાં  સુધી

વેર અંગત  વાળવા ની  જીદ પર

ગામ માં તોફાન કરવા   ક્યાં સુધી

ધૂપ   દીવા   આરતી  એડે   ગયા

તું   કહે  લોબાન  કરવા ક્યાં  સુધી

સાવ  ખાલી   થૈ  ગયો  છે  ‘સુમન’

કર્ણ   જેવા  દાન કરવા  ક્યાં  સુધી

Advertisements

છે…એનુ એ જ છે..

ઓગસ્ટ 27, 2008 પર 12:44 પી એમ(pm) | Posted in મને ગમતી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: ,

મિત્રો..  મને ગમતી ગઝલો મા  જે ગઝલમા સાવ સાદા અને તરત સમજાય એવા શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે એ ગઝલ ને ચોક્કસ માધુર્ય બક્ષે છે.મને મારી ગઝલ નો એક શેર  યાદ આવે છે…

અર્થ   એ નો  જો તરત સમજાય ના

એ  ગઝલ ના   શેર મા બરકત નથી….

સુભાષ પંચોલી  ‘અક્ષર’  જિંદગીની   વાસ્તવિકતા  ને ગઝલ ના મત્લામા  ખૂબ  સરસ રીતે વર્ણન કર્યુ છે…આખી ગઝલ ને  માણવાની મઝા આવશે..

જે  હતુ  બસ એ  જ  છે કેવળ નજર બદલાય છે

કાંઇ જ બદલાતુ  નથી  કેવળ સમય  બદલાય છે

જિંદગી  ને  મોત નો આ  સિલસિલો  ચાલ્યા  કરે

આ  જનમ બીજો  જનમ કેવળ બદન બદલાય છે

વાર  હો  તલવાર  નો  કે  શબ્દનો  એ  માર  હો

ઘા  પડે  છે  બેઉ  મા  કેવળ  અસર  બદલાય છે

એ  જ રસ્તા  એ જ  કેડી જ્યાં હતા બસ ત્યાં જ છે

કાફલા  ચાલ્યા  કરે  બસ  ત્યાં કદમ  બદલાય છે

વ્યર્થ  ‘અક્ષર’  શોક  ના  કર  ગામની  પંચાત નો

એ  બધા  ફરતા  રહે   જ્યાં  પવન    બદલાય   છે

એ જ તો કારણ હતુ…

ઓગસ્ટ 18, 2008 પર 4:09 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | 1 ટીકા
ટૅગ્સ: , ,

એ  જ  તો કારણ    હતુ

એ  ઘડી   ને   થોભવા નું    એ  જ  તો કારણ  હતુ

મન  ભરી ને     દેખવાનું    એ  જ  તો કારણ  હતુ

પૂછશો    ના  હાલ   મારા   શું   થયાતા   એ પછી

છાશ   ને પણ     ફુંકવાનું   એ  જ  તો કારણ  હતુ

આમ   તો   ચાલીચઢી  ને   એ   કદી  ના  આવતા

તોરણો   ને     બાંધવાનું    એ  જ  તો કારણ  હતુ

વાત  મા  ને  વાત  મા  વાતો  બધી  હું  કહી ગયો

બસ  તને  પણ જાણવાનું    એ  જ  તો  કારણ હતુ

કમનસીબી   એક   સરખી    મારી  ને  સહ્દેવ  ની

થૈ  અજાણ્યા    જીવવાનું     એ  જ  તો કારણ  હતુ

એ જ  મે’ફિલ  એ  જ ‘સ્પંદન’ તો ય નાબોલી શક્યો

ચો’તરફ   કૈ      શોધવાનું        એ  જ  તો કારણ  હતુ

સમય..

ઓગસ્ટ 16, 2008 પર 2:26 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

ગઝલ

સમય   નો  એ તકાજો છે

ચૂક્યો   તો  એ ઘવાયો છે

હતો  શું   ને હશે  જે પણ

ઉપર   એના   હિસાબો છે

સદ્યસ્નાતા     તને   જોઉં

દિવસ  આખો   મઝાનો છે

ગઝલ એમજ નથી લખતો

બધો  દિલ નો  બળાપો છે

સફળ ના થૈ શક્યો ‘સ્પંદન’

લકીરો   નો   ઈજારો   છે

*સદ્યસ્નાતા/સ્નાન કર્યા પછી તરતનું

હવે મતલબ નથી

ઓગસ્ટ 15, 2008 પર 4:06 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

હવે  મતલબ  નથી

કોઇ   ચર્ચા   નો  હવે  મતલબ   નથી

વાત  મા   ભીંનાશ  નો પગરવ   નથી

મજબૂરી  મહાત્મા   બનાવી  ગઇ   મને

આ બધા  સંજોગ   છે  અવસર    નથી

સાંભળીને   જો  તને  કંઇ   થાય    ના

માનજે    અસ્તિત્વમા    ધડકન   નથી

અર્થ  એનો   જો  તરત   સમજાય  ના

એ  ગઝલ  ના   શૅર  મા બરકત  નથી

ક્યાં  સુધી   ‘સ્પંદન’   સહન  કરતો રહે

એમ  ના  સમજો  મને   ધરપત   નથી

વાત નું વતેસર..

ઓગસ્ટ 15, 2008 પર 3:44 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

વાત  નું વતેસર

વતેસર  વાતનું   ને લોક  ચર્ચા  પણ ભળી   ગૈ  છે

ખબર   ત્યારે જ થૈ   અફવા  સમાચારો  બની ગૈ  છે

મુરાદો    પૂર્ણ  કરવા  રાતભર તાકી  રહ્યો  તો  પણ

ખરે   જો  કોઇ  તારો  આશ મા  રાતો    સરી  ગૈ  છે

ખુદા   તારી   કસોટી    ની  અદા  માફક  મને આવી

હવે  તો   ઠોકરો   ની પણ   મને આદત  પડી  ગૈ છે

ખુશામત   અંહી  ગમે  છે  કોઇને  પણ  હોય સાચી કે

બુરી  આદત   સહજ  ભાવે   મને પણ  ઘર કરી ગૈ છે

દુવાઓ   કોઇની   પણ ભાગ્ય  નહીં બદલી  શકે  તારું

થવાનું   એ  જ  છે ‘સ્પંદન’   વિધાત્રી   જે લખી ગૈ  છે

મારા વગર પણ

ઓગસ્ટ 15, 2008 પર 12:46 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

મારા  વગર    પણ……..

બધુ જ રાબેતા મુજબનું   લાગશે  મારા  વગર    પણ

બે  ઘડી ની  ખોટ  નક્કી   સાલશે  મારા  વગર   પણ

રાખજે   સચવાય   તો  તું  સાચવી  ને    યાદ   મારી

અર્થ  એ ભીંનાશ  નો  સમજાવશે   મારા  વગર   પણ

એ  જ  યા’રો  એ  જ મે’ફિલ   જામ   સાકી  ને    સુરાહી

એ   મદીરા  પણ  જવાબો   માગશે   મારા વગર   પણ

ક્યાંય   પણ  જો   લાગણીનો   ના  મળે   પર્યાય  તમને

તો  ગઝલ   મારી   દિલાસો  આપશે  મારા વગર  પણ

દૂર દિલથી  ક્યાં  કદી   ‘સ્પંદન’  તમારી  થી  ગયો છે

હાજરી    મારી    તમોને    લાગશે  મારા     વગર    પણ

હા..હોય ને!

ઓગસ્ટ 15, 2008 પર 12:31 એ એમ (am) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,

હા….  હોય   ને!

બોલ   નફરત  ની  નજાકત   હોય?    હા....  હોય   ને!
પ્રેમ    મા   આવી  શરારત    હોય?    હા....  હોય   ને!
પૂછવા    નું    નૈ    કશું    ના    બોલવા    નું     કશુ
ડકતરી     એ   બગાવત   હોય?    હા....  હોય   ને!
કોઇ   કારણ    ખાસ   હતુ     નૈ   તોય    હારી    ગયો
હસ્તરેખા      ની   કરામત    હોય?     હા....  હોય   ને!
ભૂલ   નો    વાંધો   નથી   પણ   તું   સુધરતો   ખરો..!
જિંદગી  ની  એ    મરામત    હોય?     હા....  હોય   ને!
લે   હવે    ‘સ્પંદન'  ગઝલ  આખી   લખી   તો   ખરી
આમ  શબ્દોની    ઈબાદત      હોય? હા....  હોય   ને!

એ સબધં ની આડ મા

ઓગસ્ટ 14, 2008 પર 11:49 પી એમ(pm) | Posted in મારી ગઝલો.. | Leave a comment
ટૅગ્સ: , ,


એ  સબધં  ની આડ  મા

હા   મને    લૂંટી  ગયો   એ   સબધં   ની  આડ  મા

હું    પછી   તૂટી   ગયો   એ   સબધં   ની  આડ  મા

દોષ   તારો   પણ   હતો   એ વાત નો   સ્વીકાર  કર

તું  ભલે     છૂટી   ગયો   એ   સબધં   ની  આડ  મા

છે    ખબર  કે  હાર  ને  તું સહજ    પચાવી  નૈ   શકે

દાવ   હું     મૂકી   ગયો   એ   સબધં   ની  આડ  મા

ચાડિયા  એ   માનવી    નો    વેશ    પે’ર્યો     એટલે

બાજ   પણ   ચૂકી  ગયો   એ   સબધં   ની  આડ  મા

શબ્દ   ની   જાહોજલાલી   જ્યાર થી   ‘સ્પંદન’   બની

હું  ગઝલ  નો થઈ  ગયો   એ   સબધં   ની  આડ  મા

Blog at WordPress.com.
Entries and comments feeds.

%d bloggers like this: