[B]સાહિત્યની સફર

માનવીના જીવનમા કોઇ વસ્તુની ધૂન જ્યારે હકારાત્મક દિશામા આગળ વધી છે ત્યારે વ્યક્તિને  અંગત રીતે કે પછી દુનિયાને કશુ નવુ મળ્યુ છે.તુલસીદાસ નુ રામાયણ હોય કે ન્યુટનનો ગ્રેવીટી નો નિયમ કે પછી કોલંબસનુ  અમેરિકા…

૧૯૯૮ ની નવેમ્બર માસ ની ગુલાબી ઠંડક આપતી એ રાતના વડોદરાની પોલોક્લબના ખુલ્લા પ્રાંગનમા મુશાયરાના મંચ પરથી  જનાબ  ખલીલસાહેબ,  જલનમાતરી,  શોભિતદેસાઇ,  ડો.ચીનુમોદી,  ડો.પ્રદિપપંડ્યા વગેરે  સાહિત્યના કસબીઓને સાંભળવાનો મોકો મળ્યો ને બસ પછી મને પણ આવી ધૂન સવાર  થઇ…અને તે પણ વડોદરા જેવી  કલાનગરીમા….

પ્રેમાનંદ હોલમાં દર બુધવારની મળતી કવિમિત્રો ની  બેઠક અને મારી નિયમીત હાજરીના  ફલસ્વરુપ  ‘સ્પંદન’ નામનો  જન્મ. તેમાય ખાસ કરીને ગઝલ ના તજજ્ઞો એવા ડો.રશીદ મીર,  ગુલામ અબ્બાસ  ‘નાશાદ’,  દિનેશ ડોંગરે ‘નાદાન’,  નીરવ વ્યાસ,  કિર્તીકાંત પુરોહિત વગેરે એ ખાસ  આગ્રહ રાખી ને ગીત, ગઝલ  અને કવિતા નું નક્ષીકામ  શીખવ્યુ.આ બધા મા એક નામ જે સતત મારી સર્જનક્રિયા મા પડછાયારુપ  બની ને ગુજરાતીના શબ્દેશબ્દ ની…..કદાચ એમ કહું કે  એક એક અક્ષરની વિસ્તાર પૂર્વકની  જાણકારી આપનાર એ નામ  જેને કવિત્વ વારસામા મળ્યુ છે એ મારા  વડીલ મિત્ર સુભાષ પંચોલી જેનુ તખલ્લુસ પણ ‘અક્ષર’ છે આ તમામ મિત્રોનો મારી સર્જનક્રિયા મા ઘણો મોટો ફાળો છે ને આ તમામ નો  હું  ઋણી છું.

તુ’કારી ને બોલાવી  શકાય એવા પણ બેચાર  કવિમિત્રો છે..મનહર ગોહિલ ‘સુમન’, ભરત ભટ્ટ  ‘પવન’,  સુરેશ પરમાર ‘સૂર’ વગેરે..જેઓ ની સાથે લંબાણ પૂર્વકની  ગઝલ બાબતે  ચર્ચા કરતો…ને બસ આમ ને  આમ સાહિત્યનીસફર નો આરંભ થઇ ગયો…હા….દુનિયાની મને ખબર નથી પરંતુ દુનિયાના  કોઇ બજારમા  ના મળે એવી આંતરિક  મનની  શાંતિ  જરુર મળતી રહી….જીવનમા પહેલીવાર ‘કશું..ક’ મારુ પોતાનુ  હોવાનો અહેસાસ થયો…મારી જ ગઝલ ના શબ્દો લખવાનુ  મન થાય…

શબ્દની જાહોજલાલી  જ્યારથી  ‘સ્પંદન’ બની

હું ગઝલ   નો  થૈ  ગયો એ સબધં ની આડ મા

પણ મિત્રો….મે  ૨૦૦૭ મા સંપુર્ણ સભાનવસ્થા મા  લેવાયેલો કોઇક નબળીક્ષણ નો  નિર્ણય……..એની વાત કરીશું  ………………..

હવેપછી……………....

Advertisements

6 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

 1. પ્રિય ભરતભાઈ… સુંદર શરૂઆત કરી છે બ્લોગસફરની…!

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે… અને આ બ્લોગ માટે ખૂબ ખૂબ અભિનંદન.

  આશા છે કે તમારી સુંદર રચનાઓનું પાન અહીં નિયમિત કરવાનું મળશે…!

 2. literature is the mirror of life .good start. keep it up
  it up best of luck

 3. Dear Bharat,

  Keep it up.I am moved by the reference you gave in start. You have not forgotton us. In materialistic atmosphere of US, keep your this inner self intact.To become famous is not important but keep your ownself wet from inside is important.

  I am longing to read your nice GEETS.

  As for your comments on my Gazal today (10 March) I wish to thank you.God bless you.

  …Kirtikant

 4. Bharatbhai..1st time visitng your Blog…Nice ! My Congrats & welcom to Gujarati Webjagat ! You are invited to my Blog & your visit/comments appreciated. It was nice to hear your voice during that Bloggers Video Conference.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 5. Yaar ! blog Joine Dil garden garden thai gayu…

 6. Dear SPANDAN,. Nice to visiting your blog.We r Waiting here. Best Luck.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.
Entries and comments feeds.