[D]અજવાળું

વાત એવી જો કહે તો  ગમે

સાંજ વેળા  તુ મળે તો ગમે

ઘોર અંધારુ  ભલે તોય  શું

એક દિવો ઝળહળે  તો ગમે……

હા મિત્રો  વેદના મા મારી વ્યથા અને અંતે એક દિવા ની વાત લખી હતી ..આગળ  લખ્યુ એ પ્રમાણે અહીં આવ્યા પછી કોઇક સાહિત્ય ના સત્સંગી ની તલાસ તો  હતી જ પરંતુ આ દેશ મા દરેક ને સમય  ની જ તખલીફ હોય છે  કામકરો એટલું  જ મેળવી શકો. અહીંના  ખર્ચા ને  પહોંચી વળવા માટે  દરેક માણસ પોતાની જાત ને ખોઇ બેઠો છે ..હા જે લોકો વરસો થી છે  અથવા તો અભ્યાસની  ઉંચી ડિગ્રી ધરાવે છે એમની વાત નથી કરતો પરંતુ  મારા જેવા અડધુ ભણેલા  અને હિન્દુસ્તાન  ના કે’વાતા અને બની બેઠેલા  સાહેબ અને શેઠિયા ઓ ની તો …….

ખેર ! ખલીલ સાહેબ નો  શૅર  યાદ આવી જાય…….

રગરગ  ને રોમ રોમ થી  તૂટી જવાય છે

મઝા  ની વાત  કે  તોય જીવી જવાય છે

રોજ  વિચારુ  છું  કે દરિયો  તરી જાઉં  હું

બસ એ જ વિચારો મા રોજ ડૂબી જવાય છે

પરંતુ એક દિવસ અચાનક ફોન ની રીંગ…..  એક અપરિચિત અવાજ  ફોન ના બીજા છેડે..થોડીક ઔપચારિક વાત કરતા જ  સ્પષ્ટ  જણાઇ આવતુ હતુ કે  એ અપરિચિત  અવાજ ને  ગુજરાત અને ગુજરાતી  સાહિત્ય સાથે  ગાઢ સબધં છે જ..ગુજરાતી  ભાષાના ઉચ્ચારો ની શુધ્ધતા અને માધુર્ય  આ અવાજ મા મને જોવા મળ્યુ..હવે આ અવાજ ને અપરિચિત કહેવા ની  હિંમત નહી કરુ કારણ કે  થોડી ક્ષણો મા તો  એ  અવાજ  એટલો બધો પરિચિત થઇ ગયો…હા મિત્રો એ નામ હ્યુસ્ટનના લેખક અને કવિ મિત્ર  જે મૂળ વડોદરા ના જ છે એ શ્રી.વિજયભાઇ  શાહ જેમની સાથે ની  ફોન પર ની પહેલી મુલાકાત ….મને ડૉ. પ્રવિણ દરજી ની   યાદ  અપાવી ગઇ અને ડો.દરજી માટે મારે ખાસ કંઇ કહેવાની જરુર  નથી.વિજયભાઇ સાથે ની વારંવાર ફોન પર થતી સાહિત્ય ને લગતી વાતચીત અને  વિચારોની  પરસ્પર આપ લે ના ફલસ્વરુપ મારી આ વેબ ‘સ્પંદન ના સ્પંદનો નો જન્મ. મારા માટે  ઘોર અંધકાર મા  દિવા સમાન પુરવાર થઇ શક્યો છે બાકી મારી ને  કોમ્પ્યુટર ની વચ્ચે ઘણું લાંબુ અંતર હતુ…

આ  વડીલ મિત્ર ની સંગત થી મારી  સાહિત્યની  પ્રવૃતિ ને  અંહી ( શિકાગો ) આવ્યા પછી ક્રમસહ વેગ મળ્યો. ત્યારે  ચોક્કસ કહેવાનુ મન થાય જ ..

ઘોર અંધારુ  ભલે તોય  શું

એક દિવો ઝળહળે  તો ગમે……

અમેરિકાની વાતો..ગુજરાતીમા……

હવે    પછી…….

.

Advertisements

6 ટિપ્પણીઓ »

RSS feed for comments on this post. TrackBack URI

 1. ભરતભાઈ

  તમારા સાહિત્ય પ્રેમનો દીવો તો પ્રગટેલો જ હતો

  ખાલી ફાનસનાં કાચ ઉપર મેશ વળેલી તે સાફ કરવામાં થોડો સમય લાગ્યો…

  તમારો અભાર.

  હું તો બહુ નાનો માણસ છું

  અને ગમતાનો ગુલાલ કરવો ગમે છે તેથી વાતો ઘણી થાય અને તે વાતોને બ્લોગ સ્વરૂપે તમે જન્માવી તે તમારી ઉદારતા. બાકી પ્રેમ ની લેવડ દેવડ તો વિધાતા લખી ને જ આવી હોય છે. ઉદય હમણા થયો.

  ज्योत से ज्योत जलाते जलो

  प्रेमकी गंगा बहाते चलो

  આભાર્.

 2. well done

 3. GOOD 1

 4. Good. Very good.

 5. Does prital lakhlani is from Mumbai & i will be please if i get his blog name.

 6. Bharatmama,

  It is really nice… Keep it up


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.
Entries and comments feeds.