અબ ભી મૈં જવાન હું….

October 5, 2011 at 1:40 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારા વિચારો | 1 Comment
Tags: , , ,

     મિત્રો, ગુજરાતી  સંસ્કૃતિની પરંપરા અને ગુજરાતી ગરબો આજે  બંને એકબીજાના પૂરક બની ગયા છે.. નવરાત્રીના નવ દિવસ અદ્યાશક્તિ  જગતજનની  મા  જગંદબાની આરાધનાની સાથે સાથે ગુજરાતીઓ  ગરબામા એકરસ થઇ જાય  એ સ્વાભાવિક છે …   કલાનગરી વડોદરાના ગરબાની ગુજરાતમા એક અલગ  એળખ રહી છે એમ મારું અંગત મંતવ્ય નહી પણ લોકચર્ચા  ને   આધારે કહી શકાય એમ છે.  વડોદરા  એ મારી કર્મભૂમિ હોવાને નાતે  મને પણ નાનપણથી  ગરબા રમવા.. ગરબા ગ્રુપમા ગરબા ગાવા ગવડાવા એ મારો  શોખ  રહ્યો છે. વડોદરાના ગરબા ગાયકો  રવિન નાયક,  અતુલ પુરોહિત, અચલ મહેતા,  નિલેશ પરમાર, કર્ણિક શાહ, મેઘા ભોંસલે… આ તમામ  ગાયકોમા  અતુલભાઇ પુરોહિત  મારા All time  Favorite    રહ્યા છે. અતુલભાઇ ના  ગરબા માટે  ગરબાના ખેલૈયા યુવક યુવતીઓ તો આશિક હોય  પણ  આમ  ગુજરાતી  જે ને ગરબાના સંગીત, તાલ અને  એની રવાનગીને કલાકો સુધી સાંભળવી ગમતી હોય  એવા લોકસાહિત્ય અને  કલા ના રસીક પ્રોઢ ગુજરાતીઓ પણ  અતુલભાઇના  અવાજના જાદુથી  પૂરેપૂરા વાકેફ છે ..  કેવળ  અતુલભાઇને   Live  સાંભળવા માટે ખૂબ જ મોટા પ્રમાણમા કહી શકાય એવી ભીડમા પણ આ કલા રસીકો  કલાકો અગાઉથી ગરબાના મેદાન પર  પોતાના સ્થાન મેળવવા આતુર હોય છે.અતુલભાઇ ગરબા ગાયકની સાથે સાથે એક કર્મકાંડી બ્રાહ્મણ  છે  અને જ્યારે  એ ગરબા ગાય છે ત્યારે… જાણે પૂરા દિલ થી  એ ગરબામા જાન રેડે છે એમ લાગે છે.. આ વાતની  અનુભૂતિ તો તમે જાતે જ કરશો  જ્યારે  પ્રસ્તૃત વીડિયો તમારી  આંખે જોશો. નવરાત્રિ આવતા પહેલા  લગભગ મહિના પહેલાં  અતુલભાઇની ગરબાની ઓડિયો સાંભળવી એ મારી વરસો જુની આદત રહી છે.. બસ આમ જ Youtube  લટાર મારી રહ્યો હતો  અને ત્યારે  સદર વીડિયો ક્લીપમા એક ખાસ વાત નજર પડી… આટલા મોટા ટોળામા પણ હું  ’મને’  ઓળખી ગયો..  વાતની સાબિતી કરવા માટે મારી પત્નીને પૂછ્યુ..  ત્યારે મને શ્રીમતિજીએ હસતા હસતા કહ્યુ કે ” ભરત.. માથાની ચમકતી ટાલ પરથી એમ ચોક્ક્સ લાગે છે કે  તું  જ છે.. ”  પછી તો  જરા  વધારે ધ્યાનથી જોતા ખબર પડી મારી પાછળ મારો મિત્ર અને એની પત્ની પણ ગરબામા  હતા. એટલે વાતની ખાત્રી થઇ.   મિત્રો..  પણ આ વીડિયો જોઇને  લાગ્યુ  કે અતુલભાઇ આવાજની ખૂબસૂરતીની સાથે સાથે ”અબ ભી  મૈં જવાન હું” વીડિયો કદાચ ૨૦૦૬ ની નવરાત્રિની અથવા એ પહેલાની છે એ વાત ચોક્કસ છે .. કારણ ૨૦૦૭ના મે મહિનાથી હું  દરિયાપાર તડીપાર છું..  વીડિયો ક્લીપ Youtube  પરથી લીધી છે .. Pl. don’t  discard this video. Being  a  GUJARATI…  You will really Enjoy…

વીડિયો ક્લીપમા હું અને મારો મિત્ર અંકિત પટેલ

After 2.03 min. to 2.10min. in between

લેખ પ્રકાશન : દુર્ગાઅષ્ટમી, નવરાત્રી ૨૦૧૧

શિકાગોના સમય મુજબ  રાત્રે ૯.૦૦ કલાકે..

1 Comment »

RSS feed for comments on this post. TrackBack URI

  1. I am really enjoying and whisperring all yr emls.Please keep it up.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.

Follow

Get every new post delivered to your Inbox.