ભલા માણસ.. નીરવ વ્યાસ

September 15, 2011 at 4:03 pm | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મને ગમતી ગઝલો.. | 2 Comments
Tags: , , ,

        મિત્રો….,  મારો કવિમિત્ર નીરવ વ્યાસની  મને ગમતી એક ગઝલ .. સાવ સરળ અને બોલચાલની  ભાષાને શબ્દો ની સજાવટ દ્વારા  ખૂબસૂરતી  મળે  અને  ત્યાર પછી    તે સર્જનની મજા  ખરેખર  બેવડાઇ જતી હોય છે.

નીરવ વ્યાસ 

ગઝલ…

બધાની પોતપોતાની જ આદત છે !  ભલા માણસ

રડે  છે  એ  ય  કે  જેના  શિરે  છત છે ! ભલા માણસ

ખબર  એવી’ય  છે  કે તાજને માથે  છે  કંઇ જોખમ

અમારું ઝુંપડું પણ  ક્યાં સલામત છે?  ભલા માણસ

જુબાની નહિ, પુરાવા નહિ, અમારાં કંઇ ખુલાસા નહિ

તમારી  તો  અજબ  આ  અદાલત  છે! ભલા માણસ

હજારો    દાવેદારી    છે  તમારી  થોડી   મિલક્તમાં

અમારી  પાસે  શબ્દોની  રિયાસત છે !ભલા માણસ

કહી   દો છો   ઉઘાડેછોગ  ’નીરવ’ જે  વિચારો    છો

ઘણા લોકોની એવી પણ શિકાયત છે! ભલા માણસ

(શબ્દ સૌજન્ય:  ’ધબક’ ગઝલ માસિક માંથી )

2 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. સરસ… ખુબ જ સરસ સંકલન…

  2. તમારી વાત સાચી છે ભરતભાઇ,
    સરળ શબ્દોમાં નીરવભાઇએ ગઝલમાં ઠાંસી-ઠાંસીને ગઝલયત ભરી છે…દમદાર ગઝલ.
    કવિને એમની ગઝલ જેવા જ દમદાર અભિનંદન.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.

Follow

Get every new post delivered to your Inbox.