હું ને મારી ગઝલો..

August 1, 2011 at 5:41 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મારી ગઝલો.. | 4 Comments
Tags: , , , , ,

           મિત્રો,  વાત  અને  વિડીયો  એકાદ વરસ જુની છે.. યાદો ને  દિલમા અને પ્રસંગોને  કેમેરામા  સાચવવાની  મારી   આદત વરસો જુની છે. અને એમાનું  કંઇક…  ક્યારેક   જીવનનું  સંભારણું બની જાય છે …  ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલાની  કાવ્ય પ્રવૃતિને બિરદાવવા  શિકાગો આર્ટ સર્કલના  કાર્યકરો દ્વારા  તેમના સન્માનમા  આયોજીત   મુશાયરામાં  હું પણ  મંચનો  નાનકડો  હિસ્સો હતો. ગુજરાતી  સાહિત્યના મુશાયરાના મોટા ગઝલકારો, ગીતકારો અને કવિઓ  શ્રી. ચિનુ મોદી,  શ્રી. અનિલ જોષી,  શ્રી. વિનોદ જોષી,  શ્રી. કૃષ્ણ દવે,  ડૉ.શ્યામલ મુન્શી,  સૌમિલ મુન્શી,  આરતી મુન્શી.  નોર્થ અમેરિકન લિટરરી ઍકેડેમીના  પ્રમુખ  શ્રી. રામભાઇ ગઢવી, સાહિત્ય વિવેચક શ્રી.મધુસૂદન કાપડિયા,  જાણીતા વાર્તાકાર શ્રી મધુરાય, લેખિકા   સૂચિબેન  વ્યાસ,  ચંદ્રકાંત શાહ અને  હા.. ડૉ. ડબાવાલાનું  સન્માન હોય અને  જાણીતા કવિયત્રી અને એમના  પત્ની  ડૉ. મધુમતી  મહેતા ના હોય એવુ બને…?  મિત્રો,  આ તમામ  દિગ્ગજ   સાહિત્યકારોની  હાજરીમા  કાવ્યપઠન  કરવાનો અવસર મળ્યો..    આ વાતને સંભારણું  કહેવાય  કે  નહીં ..?  તમે શું કહો છો….?

(1)

બોલુ  ના  ને  મૌન રહું ! તો વાંધો  શું છે ?

તો  ય  તમને  પ્રેમ  કરું ! તો વાંધો શું છે ?

બામુલાજા,  બાઅદબ !  ભૈ વટ  પડતો’તો

સ્વપ્નમા  સુલતાન બનું ! તો વાંધો શું છે ?

કોઇ    સાંજે     મેઘધનુષી    મદહોશીમા

મયકદામા  જામ    ભરું ! તો  વાંધો શું છે ?

ક્યાં  મળે  છે  રોજ  આવા અવસર   યારો

હું  તમારી   જેમ   હસુ !  તો  વાંધો શું છે ?

શબ્દને   શણગારવા  ની   ધુનમા ‘સ્પંદન’

જો ગઝલ  બે ચાર લખું ! તો વાંધો શું છે ?

(2)

હાજરી    હોય   અંહી  જો   તમારી    ફરક તો પડે

હોય    સંગત    સનમ  ની  ગુલાબી ફરક તો પડે

લાગણી,  ભાવના,  યાદ   સુધ્ધા   શમી જાય પણ

બસ  રહી    જાય   કોઇ    નિશાની    ફરક   તો પડે

લો   તમારી   બધી   વાત  માની ગયા પણ…તમે

વાત    ક્યારેક     માનો    અમારી     ફરક    તો પડે

જિંદગી   છે!    બધી     જાતના   ખેલ    કરવા    પડે

તું    બની     જાય     સારો    મદારી   ફરક   તો પડે

એ ગઝલ,   ગીત,   કવિતા   કશું પણ   હશે ચાલશે

શબ્દની     જો     અસર   થાય   ધારી ફરક તો પડે

આપવા   છે   ખુલાસા    વિગતવાર     મારે     તને

જાણકારી     તને    હોય    સાચી      ફરક    તો   પડે

ભરસભામા      ગઝલની     રજૂઆત   જો    તું     કરે

દાદ   ‘સ્પંદન’     મળે    જો   બધાની   ફરક   તો   પડે

4 Comments »

RSS feed for comments on this post. TrackBack URI

  1. સુંદર ગઝલ…

  2. શ્રી ભરતભાઈ,
    બન્ને ગઝલો એક નહીં અનેકવખત સાંભળી/વાંચી….- બહુજ ગમી.
    તમારી ગઝલોમાં પરંપરાનો રંગ અને સરળ અને સહજ બોલચાલની ભાષાના રદિફ એ મને જમા પાસું લાગ્યું છે,બાકી અભિવ્યક્તિનો અંદાઝ તો દરેક કલમનો આગવો જ રહેવાનો અને મારી દ્રષ્ટિએ, એજ બાબત એક ને અનેકથી અલગ તારવે છે.
    મળતાં રહેજો ઈ-મેઇલથી, અન્ય ભાવકો/વાચકો સાથે સંપર્ક સ્થાપિત કરવા અને જાળવવાનું એજ તો હાથવગું માધ્યમ છે આ સમયમાં….!!!

  3. સ્વપ્નમા સુલતાન બનું ! તો વાંધો શું છે ?

    વાહ ! ભરતભાઈ બંને ગઝલ સુંદર થઈ છે.

    અભિનંદન !

  4. બન્ને રચના મજાની છે. આપતા રહો…વાંધો શો છે !


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.

Follow

Get every new post delivered to your Inbox.